Saturday, 30 January 2021

વાંકાનેર નિવૃત શિક્ષિકાએ પોતાના જન્મદિવસ નિમિત્તે રામ મંદિર ના નિર્માણ કાર્ય માટે રૂ.૧૧૦૦૦/- ની નિધિ અર્પણ...

 વાંકાનેર નિવૃત શિક્ષિકાએ પોતાના જન્મદિવસ નિમિત્તે રામ મંદિર ના નિર્માણ કાર્ય માટે રૂ.૧૧૦૦૦/- ની નિધિ અર્પણ...


વાંકાનેર શહેરના નિવૃત શિક્ષિકા શ્રીમતી રીટાબેન વિનુભાઈ રુપારેલીયા કે જેમણે રાતીદેવડી, તાલુકા શાળા નંબર 2 અને દિગ્વિજયનગર પ્રાથમિક શાળાના અનેક બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કાર્ય કર્યું છે. તેઓના આજ રોજ તા.૩૦/૧/૨૧ના રોજ જન્મદિવસ નિમિતે તેમને એક ઉમદા કાર્ય કરવાની નેમ અને શ્રીરામ ભગવાન પ્રત્યેની અતૂટ પ્રેમ, શ્રદ્ધા અને આસ્થા અને સાથે રાષ્ટ્રભક્તિ ,રાષ્ટ્રપ્રેમ ની જ્યોત સદા જલાવી રાખી છે ત્યારે

અયોધ્યા ખાતે સરયુ નદી કિનારે શ્રી રામ જન્મભૂમિ પર શ્રી રામ મંદિર ફકત રામ મંદિર નહિ એક રાષ્ટ્ર મંદિરનું પુનઃ નિર્માણ થઇ રહ્યું છે ત્યારે સૌ કોઈ પોતપોતાની યથાશક્તિ અનુસાર બે હાથે દાન નો ધોધ વરસાવી રહ્યા છે ત્યારે
શ્રીમતી રીટાબેન રૂપારેલિયા એ પોતાના જન્મદિવસની ઉજવણી યાદગાર બની રહે તે હેતુથી તેમને રૂ.૧૧૦૦૦/- નિધિ શ્રી રામ મંદિર, રાષ્ટ્ર મંદિર પુનઃ નિર્માણ અંતર્ગત અર્પણ કરી શ્રદ્ધા અને ભક્તિ ની લાગણી અનુભવી હતી....
તસવીર/અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર. 7984295743

No comments:

Post a Comment