જસદણ સિરામિક ગ્રુપ વાંકાનેર દ્વારા શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણમાં 1,11,111/-નિધિ અર્પણ....
જસદણ સિરામિક ગ્રુપ વાંકાનેર દ્વારા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે મંદિર નિર્માણ નિધિ સમર્પણ મહા અભિયાનમાં 1,11,111/-(એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર) નું દાન સમર્પણ કર્યું હતું અને જસદણ ગ્રુપ ચેરમેન પ્રજ્ઞેશભાઈ પટેલ,શૈલેષભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલ દ્વારા સમર્પણ કરવામાં આવ્યું હતું અને તેઓ આ અભિયાનમાં ફૂલ નહિ પણ ફૂલની પાંખડી રૂપી નિધિ અર્પણ કરી સર્મપણ ની ભાવના વ્યક્ત કરી હતી.
વાંકાનેર શહેરના યુવા સફળ ઉદ્યોગપતિ અને હર હંમેશાલોક સામાજિક ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, ગૌસેવા ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, તમામ ક્ષેત્રમાં તન-મન-ધનથી સેવા પ્રદાન કરનારા અને જસદણ ગ્રુપ ના MD ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, પાટીદાર સેવા સમાજ ના પ્રમુખ, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ R.C. , વાંકાનેર શહેરના યુવા ભામાશા શ્રી પ્રજ્ઞેશભાઈ બેચરભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલ એ આ અગાઉ પુલવામાં શહીદ થયેલા સૈનિકો, વાંકાનેર ઉપર આવેલી દરેક કુદરતી આફતોમાં વાંકાનેર શહેર ના તમામ ધાર્મિક તહેવારોમાં રીતે તન-મન-ધનથી પ્રજા સાથે, પ્રજા વચ્ચે રહીને માનવતાની મહેક પ્રસરાવી છે.
આ તકે જસદણ સિરામિક ગ્રુપએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે મંદિર નિર્માણ નીધી સમર્પણ મહા અભિયાનમાં પણ માતબર દાન આપી ધન્યતા અનુભવી છે....
અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર..
No comments:
Post a Comment