Friday, 15 January 2021

રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ તથા શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા નાં ઉપપ્રમુખ ઇશ્વરભાઇ દોશી અરિહંત શરણ.....

 અરિહંત શરણ


વાંકાનેર તા.16.

રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ તથા શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળાનાં ઉપપ્રમુખ, ગોંડલ સંપ્રદાય સમિતિના સભ્ય, રરથી વધુ સંસ્થાઓ સાથે સંકળાયેલા ધર્માનુરાગી, ઉમદા વ્યકિતત્વ ધરાવતા ઇશ્વરભાઇ દોશીનું મોડી રાત્રે કોરોના સામેનો જંગ હારી જતાં તેમનો દેહવિલય થયો છે તેમની ઉંમર 79 વર્ષની હતી.ઇશ્વરભાઇ કેશવલાલ દોશી છેલ્લા કેટલાક વર્ષોથી સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખપદે રહીને વિરાણી પૌષધ શાળાનું રીનોવેશન સહિતની કામગીરી સફળતાપૂર્વક કરી હતી.
સમસ્ત જૈન સમાજમાં જ નહી પરંતુ અન્ય સમાજમાં તેઓ આદર પાત્ર હતા. ઇશ્વરભાઇ ૧૯૯૭થી શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળામાં ઉપપ્રમુખ પદે થી નિસ્વાર્થ સેવા આપી જીવદયા સેવાકાર્ય કરતા હતા. ઈશ્વરભાઇને કોરોના ડીટેકટ પાંચ દિવસ પહેલા થતાં તેમને રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ડોકટરોની સારવાર કારગત ન નીવડતા આજે મોડી રાત્રે ઇશ્વરભાઇ દોશીએ અંતિમ શ્વાસ  લીધા હતા. સમસ્ત જૈન સમાજમાં ખ્યાતિ મેળવેલા, સરળ સ્વભાવના ધર્માનુરાગી ઇશ્વરભાઇ દોશી અરિહંત શરણ પામતા શોકનું વાતાવરણ છવાઇ જવા પામ્યું છે.
અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર


No comments:

Post a Comment