વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં રૂપિયા 44,95 કરોડ ના રોડ રસ્તા મંજૂર.....સરકારનો આભાર માંનતું વાંકાનેર તાલુકા ભાજપ....
વાંકાનેર વિધાનસભા વિસ્તારના ઘણા ગામોના રસ્તાઓ સારા વરસાદને પગલે ધોવાઇ ગયા હતા તો ઘણા ગામડા પડી ગયા હોવાની રજૂઆત ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા વાંકાનેર તાલુકા ભાજપ અગ્રણી અને વાંકાનેર યશસ્વી યુવરાજશ્રી કેસરીદેવસિંહજી ઝાલા સમક્ષ કરતા તેઓએ તેની નોંધ લઇ રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા અને નવનિયુક્ત મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા સમક્ષ કરી વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા નવા અને રી-કાર્પેટ થાય તે માટેની ગ્રામ્ય પ્રજાની લાગણી વ્યક્ત કરેલ.
ઉપરોક્તને અગ્રણીઓએ યુવરાજશ્રી કેસરીદેવસિંહની લાગણી ને રાજ્ય સરકારમાં ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ રજુ કરેલ જેને પગલે રાજ્ય સરકાર દ્વારા વાંકાનેર વિધાનસભા વિસ્તારના ખરાબ થયેલા રસ્તાઓ માટે કે જે સાત વર્ષથી રિ કારપેટ થયા નથી.
અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર.7984295743
No comments:
Post a Comment