શ્રી કૈલાશ આશ્રમ શ્રી હરિહર ગૌશાળા ખાતે બ્રહ્મ મિત્ર મંડળ વાંકાનેર દ્વારા વાંકાનેર યશસ્વી યુવરાજ શ્રી કેસરીદેવસિંહ ઝાલા ના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
નવદીપ ભટ્ટી દ્વારા.
તા: 3 /1 /2021, રવિવાર
આજરોજ શ્રી કૈલાશ આશ્રમ હરિહર ગૌશાળા વાંકાનેર ખાતે બ્રહ્મ મિત્ર મંડળ-વાંકાનેર દ્વારા વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વાંકાનેર યશસ્વી યુવરાજ શ્રી કેસરીદેવસિંહ ઝાલા તથા આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
ત્યારબાદ આશ્રમ અને ગૌશાળાની શુભેચ્છા મુલાકાત દરમિયાન અને ત્યાંના અલૌકિક અને નૈસર્ગિક વાતાવરણ અભિભૂત થઈને યુવરાજશ્રી કેસરીદેવસિંહજી એ સ્વહસ્તે ગૌશાળાની ગૌમાતાઓ અને વાછરડાઓને લીલું ઘાસ નું નિરણ કરાવ્યું .
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ યુવરાજ કેસરીદેવસિંહજી ઝાલા, જોધપર હનુમાનજી જગ્યાના મહંતશ્રી, સમસ્ત બ્રહ્મસમાજ મોરબી યુવા જીલ્લા ઉપપ્રમુખ અમિતભાઈ ભટ્ટ, વાંકાનેર બ્રહ્મ સમાજ અગ્રણી ભરતભાઈ ઓઝા તથા બ્રહ્મ મિત્ર મંડળ વાંકાનેર ઉપસ્થિત રહ્યાં હતા...
અહેવાલ /તસવીર: નવદીપ ભટ્ટી વાંકાનેર
No comments:
Post a Comment