વાંકાનેર તાલુકા ભાજપના યુવા નેતા જગદીશસિંહ બી.ઝાલા (ગામ.વઘાસિયા)તેમના ૩૫માં જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન...
આજરોજ તા.૧/૨/૨૦૨૧ સોમવાર વાંકાનેર તાલુકા ભાજપના યુવા નેતા જગદીશસિંહ બી.ઝાલા ના ૩૫માં જન્મદિવસ નિમિત્તે હાઇવે સ્થિત પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામના વતની અને વાંકાનેર તાલુકા ભાજપ યુવા નેતા જગદીશસિંહ બી.ઝાલા ના ૩૫માં જન્મદિવસ નિમિત્તે વાંકાનેર હાઇવે સ્થિત પૂર્ણચંદ્ર ગરાસીયા બોર્ડિંગ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજા,વાંકાનેર યુવરાજશ્રી કેશરીદેવસિંહજી ઝાલા, જયરાજસિંહ જાડેજા- મોરબી, વાઘજીભાઇ ડોંગરેચા,હીરાભાઈ બાંભવા, અમરસી મઢવી, રસિકભાઈ વોરા, ગોવિંદભાઈ દેસાઈ તથા વાંકાનેર તાલુકા ભાજપ ના સર્વે કાર્યકરો અને રક્ત દાતાશ્રીઓ હાજર રહ્યા હતા..
આ કાર્યક્રમમાં સૌપ્રથમ ધારાસભ્ય બ્રેજશભાઈ મેરાજા,યુવરાજશ્રી કેશરીદેવસિંહજી, જયરાજસિંહ જાડેજાએ દીપ પ્રાગટ્ય કરી અને ત્યાર બાદ જગદીશ સિંહાએ કેક કાપી સૌના મીઠા મોઢા કરાવ્યા બાદ બ્લડ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ તકે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા જગદિશસિંહને મોમેન્ટ આપી તેમની આ સેવા કાર્ય ને બિરદાવ્યું હતું..
જગદીશસિંહ રાજકીય કારકિર્દી સાથે સોમનાથ ક્રેડિટ સોસાયટી સાથે સંકળાયેલા જગદીશસિંહ બહોળો મિત્ર વર્તુળ ધરાવે છે અને રાજકીય,સામાજિક, ધાર્મિક ક્ષેત્રે દરેક સાથે આત્મીયતા, લાગણીસભર,નિખાલસતા
અને સરળ સ્વભાવ દાખવ્યો છે. ધારાસભ્ય મેરજાએ આ જન્મદિવસ નિમિતે બ્લડ કેમ્પ નાં આયોજનને બિરદાવીને જગદીશ સિંહને શુભકામના સાથે જીવનમાં પ્રગતિ કરો તેવા અભિનંદન પાઠવ્યા હતા.
આ બ્લડ કેમ્પમાં રાજકોટની નામાંકિત લાઇફ સંસ્થા એ પૂરતો સહયોગ આવ્યો હતો અને ૮૧ રક્તદાતા દ્વારા ૮૧ બોટલ રક્ત ભેગુ કરવામાં આવ્યું હતું.
જગદીશ સિંહના જન્મદિવસ નિમિતે તેના પરિવારજનો, સગાસંબંધીઓ તેમજ મિત્ર સર્કલ દ્વારા જન્મદિવસની હર્ષ ની લાગણી સાથે હાર્દિક શુભેચ્છા પાઠવી છે તેમજ તેમના મોબાઈલ નં –9879958899પર પણ લોકો શુભેચ્છાઓ નો ધોધ વર્ષાવી રહ્યા છે અને તેઓ જીવનમાં વધુ માં વધુ લોક ઉપયોગી કામ કરતા રહે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી છીએ.
અહેવાલ/તસવીર: નવદીપ ભટ્ટી વાંકાનેર.
No comments:
Post a Comment