Saturday, 30 January 2021

વાંકાનેરની જીલ નીરવભાઈ મઢવી અને વૈદેહી પ્રકાશ ભાઈ મઢવીએ પોતાની પોકેટમની બચતની રકમ રામમંદિર નિર્માણ માટે અર્પણ કરી....

 વાંકાનેરની જીલ નીરવભાઈ મઢવી અને વૈદેહી પ્રકાશ ભાઈ મઢવીએ પોતાની પોકેટમની બચતની રકમ રામમંદિર નિર્માણ માટે અર્પણ કરી....

 અયોધ્યા ખાતે સરયુ નદી કિનારે શ્રી રામ જન્મભૂમિ પર શ્રી રામ મંદિર ફકત રામ મંદિર નહિ એક રાષ્ટ્ર મંદિરનું પુનઃ નિર્માણ થઇ રહ્યું છે ત્યારે સૌ પોતપોતાની યથાશક્તિ અનુસાર બે હાથે દાન નો ધોધ વરસાવી રહ્યા છે ત્યારે

  વાંકાનેરની બે નાની બાળાઓ જીલ નીરવભાઈ મઢવી અને વૈદેહી પ્રકાશ ભાઈ મઢવીએ બંનેએ પોતાની પોકેટમની બચતની રકમ પોતાના ગલ્લા માંથી કાઢી ૧૧૦૦/- ૧૧૦૦/- એમ રૂ.૨૨૦૦/- નિધિ રામમંદિર નિર્માણ માટે અર્પણ કરી.

આ બંને બાળાઓએ એક જૂની કહેવત છે કે "કૂવા માં હોઈ તો અવેડા માં આવે" તે કેહવત સાર્થક કરતી છે.. આ બંને બાળાઓના દાદા એટલે શ્રી અમરશીભાઈ મઢવી કે જેઓ એ કારસેવામાં ભાગ લઇ તે સમયે હિંદુત્વના રંગે રંગાયેલા છે તેમની આ દીકરા ની દીકરી જીલ અને વૈદેહી એ પોતાની પોકેટમની બચતની રકમ આ ભવ્ય રાષ્ટ્ર મંદિર નિર્માણ હેતુ નિધિ અર્પણ ઉચ્ચ સંસ્કાર અને સમર્પણ સાથે અર્પણ ની ભાવના ભવ્ય રીતે વ્યક્ત કરી છે.

તસવીર /અહેવાલ: નવદીપ ભટ્ટી-વાંકાનેર: 7984295743

2 comments:

  1. ખૂબખૂબ અભિનંદન...બંને દીકરીઓને...

    ReplyDelete
  2. ખૂબ ખૂબ અભિનંદન ભાણેજ

    ReplyDelete