શ્રી રજપૂત યુથ ક્લબ રાજકોટ દ્વારા "ચાલો લાવીએ સંબંધમાં મીઠાશ" કાર્યક્રમ....
નવું વર્ષ ૨૦૨૧ની શરૂઆત - શુભારંભ જીવનમાં હર્ષ ઉલ્લાસ અને મીઠાશથી બની રહે તેવા શુભ આશય સાથે સારાઅભિગમથી સારા વિચારથી શ્રી રજપુત યુથ ક્લબ રાજકોટ દ્વારા વ્હોટ્સ એપ ગ્રુપના તમામ મેમ્બરોને, સભ્યોને નવા વર્ષના પ્રારંભે મીઠાશ ના રૂપમાં "ગોળની ચીકી" આપવા જઇ રહ્યું છે ત્યારે, શ્રી રજપૂત યુથ ક્લબ નું માનવું એવું છે કે ગોળની ચીકી ના સ્વરૂપે મીઠાશ આપવાનું જે નક્કી કર્યું છે તેનો સાચો અર્થ એવો થાય છે કે ગોળે સંબંધ મીઠાશ નું કામ કરે છે અને તલ/સીંગદાણા તે એકતા-સંગઠન નું કાર્ય કરે છે..
તો આ સારા વિચાર અને સારા અભિગમને આપણે સૌ આવકારી અને બિરદાવી અને યથાશક્તિ સાથે સહભાગી બની તેમજ આયોજક ગ્રુપ ના તમામ
સભ્યોને શુભકામના પાઠવીએ..
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી રજપૂત યુથ ક્લબ ની ટીમ અને તમામ મેમ્બરો જેમકે શ્રી ભાર્ગવભાઈ પઢીયાર, વિજયસિંહ ચૌહાણ, અલ્પેશભાઈ ગોહિલ, વિરલ રાઠોડ, મિલન પરમાર, ગૌરવ ચૌહાણ, વિપુલ ચૌહાણ, વિરલ ભટ્ટી, નિલેશ રાઠોડ વગેરે નામી અનામી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી છે.
લાગણીસભર મીઠાશ સ્વીકારવા માટે શ્રી રાજપૂત યુથ ક્લબ સ્નેહ સાથે આમંત્રણ પાઠવે છે....તો ભૂલતા નહિ....
તારીખ 10/1 /2021 રવિવારના રોજ
રંગીલા કોમ્પલેક્ષ પહેલા માળે,
૪- ગાયત્રીનગર, રંગીલા મોબાઈલ ની ઉપર બોલબાલા માર્ગ, રાજકોટ ખાતે
સવારના 10:30 થી 12:30 કલાકે....
ભાવભર્યુ આમંત્રણ છે.....
ખાસ નોંધ:: આ મીઠાશ વિતરણ કાર્યક્રમ ફક્ત ને ફક્ત whatsapp ગ્રુપ ના મેમ્બરો સભ્યો માટે છે...
અહેવાલ:: નવદીપ ભટ્ટી વાંકાનેર
ખૂબ ખૂબ અભિનંદન પરિવારને મીઠાશ સાથે ભેગા કરવના
ReplyDeleteસુંદર પ્રયાસ માટે💐💐
ખૂબ ખૂબ અભિનંદન પરિવારને મીઠાશ સાથે ભેગા કરવના
ReplyDeleteસુંદર પ્રયાસ માટે💐💐
વાહ ખુબ સરાહનીય કાર્ય
ReplyDelete