Sunday, 10 January 2021

વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા ગૌસેવકોનો સન્માન સમારોહ યોજાયો

 વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા ગૌસેવકોનો સન્માન સમારોહ યોજાયો

વાંકાનેર: તા.10/01/2021

વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા જૈન ભોજનશાળા ખાતે તા.9/1/21,  શનિવારના રોજ ગૌશાળાની જીવદયા પ્રવૃત્તિઓમાં મકરસંક્રાંતિ પર્વ તથા લોકમેળામાં નિઃસ્વાર્થ સેવા આપતા, તેમજ રેલી કાઢી ઘરે ઘરે ગૌદાન એકત્ર કરતા, સંક્રાંત નિમિતે રાજકોટ ખાતે દાન એકત્ર કરવાની છાવણીમાં સેવા આપતા ગૌસેવકોનો સ્નેહમિલન તેમજ સન્માન સમારોહ યોજાયો હતો…

આ તકે સંસ્થાના પ્રમુખ લલીતભાઇ મહેતાએ જણાવ્યું હતું કે વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા છેલ્લા 19 વર્ષથી કતલખાને જતા 2359 ગૌવંશોને પોલીસ ખાતાની મદદથી છોડાવ્યા છે. જેમાં છેલ્લા 23 વર્ષથી એક દિવસના સરેરાશ 1127 પશુધન તથા હાલ 1049 ગૌવંશોને વાર્ષિક દોઢ કરોડનો ખર્ચે કરી નિભાવવામાં આવી રહ્યા છે….

વાંકાનેર પાંજરાપોળના સેક્રેટરી કેતન મહેતાએ જણાવ્યું હતું કે કોરોનાના કારણે સંસ્થાની 800 જેટલી દાન પેઢીઓમાં માંડ 30 ટકા જેટલી રકમ, ગૌ સેવા કરતાં નાગરિકો અને સંસ્થાઓ દ્વારા પણ 25 થી 35 ટકા તથા સારા-માઠા પ્રસંગોએ મળતા સહયોગમાં પણ થયેલ ઘટાડાથી આ વર્ષે દાનની આવકમાં 43 લાખની ઘડ પડી છે, જેથી સંસ્થાનું દેવું હાલ 20 લાખે પહોંચ્યું છે. આ સાથે જ વાંકાનેરના ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પોતે વ્યક્તિગત અને ધંધાકીય સંબંધો દ્વારા વાંકાનેર પાંજરાપોળને પાંચ લાખનું અનુદાન આપવાની જાહેરાત કરી હતી…

આ તકે વાંકાનેર જૈન સમાજ દ્વારા વાંકાનેર પાંજરાપોળને રૂ. 1,00,000, કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા રૂ.1,51,000, ઝવેરી ડેવલોપર્સ દ્વારા 51,000 તથા વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલના સ્ટાફ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ રૂ. 75,000 નું અનુદાન સંસ્થાને આપવામાં આવ્યું હતું…



વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા વાંકાનેર શહેરમાં 11 સ્થળોએ, રાજકોટમાં 20 સ્થળોએ તથા બજાર તેમજ રહેણાંક વિસ્તારોમાં ફરી મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે જીવદયા ભંડોળ એકત્ર કરતા બાપા સીતારામ મંડળ, વાસુકી મંડળ, જિનિયસ ગ્રુપ, તળપદા કોળી યુવક મંડળ, મિલપ્લોટ ખોડીયાર મંડળ, બર્ડ હેલ્પલાઇન ગ્રુપ, પાર્થધ્વજ હનુમાન ગ્રુપ, ખોડીયાર ગૌ સેવા ગ્રુપના ગૌસેવકો દ્વારા નિઃસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવી રહી છે…






વાંકાનેર પાંજરાપોળના આ કાર્યક્રમમાં હાજર તમામ મહાનુભાવો દ્વારા વાંકાનેર વિસ્તારની ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી હતી કે મકરસંક્રાંતિએ આપેલું જીવદયા દાન અનેક ગણુ પુણ્ય આપે છે તથા પાંજરાપોળમાં આશરો લેતી તમામ ગાયો અને ગૌવંશ માટે વાંકાનેર અને રાજકોટમાં સ્ટોલ પર તથા ઘરની ગૃહિણીઓ, વેપારીઓ તથા નોકરિયાત વર્ગને ઉદાર હાથે દાન આપવા અપીલ કરી હતી. વાંકાનેર તપગચ્છ જૈન સંઘના ટ્રસ્ટી, 9 મંડળોના ગૌસેવકો તથા વ્યક્તિગત 34 તેમજ વાંકાનેર શહેરના સ્થાનિક પત્રકારો ને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગૌ પ્રેમી-જીવદયા પ્રેમી કાર્યકરો હાજર રહ્યા હતા..


વાંકાનેર પાંજરાપોળના આ કાર્યક્રમમાં ટ્રસ્ટી વસંતભાઈ કંસારા, જયંતીભાઈ દોશી, કિતુભાઈ શાહ, કમિટી સભ્યો કલ્પેન્દુ મહેતા, વિપુલભાઈ શાહ, હસુભાઇ કરથીયા, પુષ્કરભાઈ ત્રિવેદી, વિનુભાઈ શાહ તથા શૈલેષભાઈ દોશી હાજર રહ્યા હતા.તેમજ કાર્યક્રમનું સંચાલન  અમરશીભાઈ મઢવી અને સંસ્થાના મેનેજર અજય આચાર્ય કર્યું હતું.

તસવીર /અહેવાલ:: નવદીપ ભટ્ટી વાંકાનેર


2 comments:

  1. વધુ ને વધુ લોકો ગૌસેવા ના કાર્ય માં જોડાઈયે અને વાંકાનેર પાંજરાપોળ માં રહેતા 1100 થી પણ વધુ પશુધન માટે દાન ભેગું કરીએ અને જીવદયા માં આપણું યોગદાન આપીએ...

    ReplyDelete
  2. નવદીપભાઈ ભટ્ટી...
    લોકો સુધી માહિતી પહોંચાડવાનો સારો પ્રયત્ન કર્યો....

    ReplyDelete