તા - 10/1/2021 ના રોજ વાંકાનેરની કે. કે. શાહ હાઈસ્કૂલ ના ઓડિટોરિયમ હોલ માં સામાજિક સદભાવ બેઠક નું આયોજન કરેલ હતું. જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ માંથી મોરબી જિલ્લા ના માનનીય જિલ્લા સંઘ ચાલકજી લાલિતભાઈ ભલોડિયા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત હતા તથા વાંકાનેર ના રઘુનાથજી મંદિરના મહંત શ્રી રેવાદાસ બાપુ અને વિશ્વ હિન્દુ પરિષદ માંથી જિલ્લા ના અધ્યક્ષ દિઘુભા ઝાલા ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં નગરની સાતેય વસ્તી માંથી દરેક જ્ઞાતિ અને સેવાભાવી સંસ્થા માંથી લોકો ઉપસ્થિત હતા. કાર્યક્રમમાં ભાઈઓ બહેનો મળી ને કુલ 130 ની સંખ્યા હતી. કાર્યક્રમ ના અંતે કારસેવક અમરશિભાઈ મઢવી એ કારસેવા સમયનું આબેહૂબ વર્ણન કર્યું હતું.. આખા કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું.
તસવીર/અહેવાલ:: નવદીપ ભટ્ટી વાંકાનેર
No comments:
Post a Comment