Monday, 4 January 2021

સેવા ગ્રુપ વાંકાનેર દ્વારા જાન્યુઆરી આખો મહિનો "ઘાયલ પક્ષી બચાવ" કેમ્પનું આયોજન

 ઉત્તરાયણમાં ઘાયલ મૂંગા પક્ષીઓને બચાવવા માટે સેવા ગ્રુપ વાંકાનેર દ્વારા જાન્યુઆરી આખો મહિનો "ઘાયલ પક્ષી બચાવ" કેમ્પનું આયોજન


નવદીપ ભટ્ટી વાંકાનેર
તા: 4 /1 /2021, 

વાંકાનેરમાં ખાસ કરીને ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનું પર્વ ખુબ ભવ્ય રીતે ઉજવાતું હોય છે, પરંતુ મૂંગા પક્ષીઓ માટે આ પર્વ એક માનવસર્જિત સંકટ બની રહેતું હોય છે. હજારો પક્ષીઓ આ પર્વના બે દિવસ દરમિયાન વિના કારણે ઘાયલ થઈ ને તરફડીને મોતનો ભોગ બનતા હોય છે. તેથી સેવા ગ્રુપ વાંકાનેર દ્વારા દર વર્ષે આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેના દ્વારા પક્ષીઓને મોતના મોમાં ધકેલાતા બચાવી લેવાય છે.

વાંકાનેરમાં કોઈપણ જગ્યાએ ઘાયલ પક્ષી અથવા ઉડી ન શકતું હોય કે દોરો ફસાય ગયા હોઈ તેવા પક્ષી જોવા મળે તો તુરંત સેવા ગ્રુપ વાંકાનેર માં જાણ કરવા વિનંતી

અને કોઈપણ જગ્યા પતંગના દોરા ની ઘુચ અથવા દોરો પડેલ હોય તો તે દોરા ને તુરંત નાશ કરવા વિનંતી. અથવા અમને આપી દેવા અપીલ. જેથી કરીને પક્ષીઓના પગમાં સલવાઈ ના જ અને પક્ષી બચી શકે...


જાણ કરવા માટે::

સમીર સંઘવી  9428789193
રાહુલ જોબનપુત્રા  9265066096
અલ્પેશભાઈ પટેલ  9428293456
==========================================================



No comments:

Post a Comment