Tuesday, 12 January 2021

વાંકાનેર તાલુકા યુવા ભાજપ દ્વારા આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતી નિમિતે એક વિશાળ બાઇક રેલીનું આયોજન

 વાંકાનેર તાલુકા યુવા ભાજપ દ્વારા આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતી નિમિતે એક વિશાળ બાઇક રેલીનું આયોજન



વાંકાનેર તા.12/01/21
વાંકાનેર તાલુકા યુવા ભાજપ દ્વારા આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતી નિમિતે એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વાંકાનેર ગરાસીયા બોડીંગ ખાતેથી શરૂ કર શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને વાંકાનેર જકાતનાકા ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફુલહાર કરી સમાપ્ત કરવામાં આવી હતી. આ બાઇક રેલીનું આયોજન વાંકાનેર યુવરાજ કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ જગદીશસિંહ ઝાલા તેમજ વાંકાનેર એબીવીપી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું…
      વાંકાનેર તાલુકા યુવા ભાજપ દ્વારા આયોજિત આ બાઇક રેલીને વાંકાનેર તાલુકા ભાજપ મહામંત્રી હીરાભાઈ માલધારી, મોરબી જિલ્લા ભાજપ મંત્રી રસિકભાઈ વોરા, વિરોધપક્ષના નેતા ધમભા ઝાલા, વાંકાનેર તાલુકા ભાજપ અગ્રણી ગનીભાઈ દેકાવડીયા, અસરફભાઈ બાદી સહિતના આગેવાનો દ્વારા લિલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું….
તસવીર /અહેવાલ:: નવદીપ ભટ્ટી વાંકાનેર

No comments:

Post a Comment