Tuesday, 12 January 2021

વાંકાનેર ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા યુગપુરુષ યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો..

 વાંકાનેર ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા યુગપુરુષ યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો..


વાંકાનેર તા.૧૩/૧/૨૧
        વાંકાનેર ખાતે તા: ૧૨ જાન્યુઆરીના રોજ યુવા દિવસ નિમિત્તે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા યુગપુરુષ યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો..


આ કાર્યક્રમ વાંકાનેરની બ્રાહ્મણની ભોજનશાળા રામચોક ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હિરેનભાઈ પારેખ પૂર્વ મહામંત્રી મોરબી જિલ્લા ભાજપ , ચેતનગીરી ગોસ્વામી મોરબી જિલ્લા મહામંત્રી યુવા ભાજપ , હીરાભાઈ બાંભવા વાંકાનેર તાલુકા ભાજપ મહામંત્રી પધારેલ.. આ સિવાય વિપુલભાઈ ભાનુશાળી, અમરશીભાઈ, ધ્રુવરાજસિંહ ઝાલા જેવા ભાજપના અગ્રણીઓએ હાજરી આપેલ. આ કાર્યક્રમમાં જિલ્લા રમત પ્રશિક્ષણ ટ્રેનર વનરાજભાઈ અને વિશ્વજીતભાઇ એ પણ હાજરી આપેલ. 


આ તકે ખાસ I.C.D.S. વિભાગના  મોરબી જિલ્લાના પ્રોગ્રામ ઓફીસર મયુરીબેન ઉપાધ્યાય તથા વાંકાનેરના ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર તૃપ્તિબેન ખેર પધારેલ. વિશેષ ઉપસ્થિતિમાં એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ દર્શનાબેન જાની પધારેલ...

આ કાર્યક્રમમાં ટોટલ 115 યુવક યુવતીઓ અને અન્ય લોકોએ હાજરી આપી.
આ કાર્યક્રમમાં રમત-ગમતના સાધનો નું વિતરણ મહાનુભાવોના હસ્તે કરેલ. જેમાં ભાઈઓને ફૂટબોલ અને ચેસ ની કીટ આપેલ અને બહેનોને બેડમિન્ટનની કીટ આપેલ.


આ કાર્યક્રમ નો તમામ આયોજન સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મોરબી જિલ્લા સહ સંયોજક રાહુલ જોબનપુત્રા અને વાંકાનેર તાલુકા સંયોજક મહેશ ભાઈ માલકિયા એ કરેલ..

તસવીર /અહેવાલ::  નવદીપ ભટ્ટી વાંકાનેર





No comments:

Post a Comment