સાંસદ મોહનભાઈ કુંડરિયા કોરોના પોઝિટિવ : હોસ્પિટલમાં દાખલ....
મોરબી : મોરબી જિલ્લા ભાજપના આગેવાન અને રાજકોટના સાંસદ સભ્ય મોહનભાઇ કુંડરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગે મોહનભાઈએ તેમના પોતાના ઓફિસયલી ટ્વિટર હેડલ પર જણાવ્યું હતું કે મને કોરોના ના શરૂઆતી લક્ષણ જણાતા આજે મેં કોરોના રિપોર્ટ કરાવ્યો. જે પોઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ મુજબ હું હોસ્પિટલમાં દાખલ થયેલ છું. છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલ લોકોને અપીલ કે તેઓ પણ સ્વેચ્છાએ હોમ કવોરન્ટાઇન થવા અથવા તો ડોક્ટર પાસે ટેસ્ટ કરાવવા વિનંતી.
સાંસદ મોહનભાઇ કુંડારીયાનો કોરોના રિપોર્ટ પીઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડાયા છે. ટ્વીટર અને ફેસબુક પર સ્વયં કુંડારિયાએ જ આ અંગેની માહિતી શેર કરી હતી. કોરોના ટેસ્ટના સામાન્ય લક્ષણો જણાતા બે વખત ટેસ્ટ કરાવ્યો હતો. જો કે, જ્યારે RTPCR ટેસ્ટ કરાવતા તેમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી.હોસ્પિટલમાં દાખલ કરાયા છે તેની જાણકારી હજુ મળી નથી.
No comments:
Post a Comment