વાંકાનેર તાલુકા પંચાયતમાં વિધિવત સત્તાનું સુકાની સંભાળતા નવનિયુક્ત હોદ્દેદારો....
આઝાદી બાદ પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા હસ્તગત કરી છે જેમાં કુલ 24 બેઠકોમાંથી 13 બેઠકો પર ભગવો લહેરાયા બાદ પ્રમુખ તરીકે વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ઉપપ્રમુખ પદે ભુમિકાબેન અજયભાઈ વિંઝવાડીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જે બાદ આજે આ નવનિયુક્ત હોદ્દેદારોએ આજે વિધિવત રીતે સત્તાનું સુકાની સંભાળ્યું છે....
ત્યારે આજ રોજ સૌપ્રથમ યુવરાજ કેશરીદેવસિંહજી અને ભાજપના આગેવાનો સાથે આખી પંચાયત ની દરેક ચેમ્બર અને શાખાની મુલાકાતની રૂબરૂ નિરીક્ષણ કરી અને સાથે સાથે ગંગાજળનાં છંટકાવ સાથે શુદ્ધિકરણ કરી અને ત્યાર બાદ શાસ્ત્રોકત વિધી મંત્રોચાર થી સત્યનારાયણ ભગવાન ની કથા કરી અને ધાર્મિક વિધિઓ સાથે નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે સત્તાનું સુકાની સંભાળી અને વાંકાનેર તાલુકાના વિકાસ માટે સદા તત્પર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે વાંકાનેર તાલુકા ભાજપ અગ્રણી યુવરાજ કેશરીદેવસિંહ ઝાલા, દેવજીભાઈ ફતેપરા(સુરેન્દ્રનગર), અમરશીભાઈ મઢવી, સુરેશભાઈ પ્રજાપતિ, ધમભા ઝાલા (વઘાસીયા), હિરાભાઈ, કાળુભાઈ તથા જગદીશસિંહ ઝાલા વઘાસીયા સહિતના ભાજપ અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા...
No comments:
Post a Comment