પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ લાલઘુમ : વાંકાનેર ભાજપમાં ફરી પાછો સન્નાટો...
વાંકાનેર : વાંકાનેર નગરપાલિકામાં ભાજપના મેન્ડેડનો વિરોધ કરી બળવાખોર સભ્યોએ પ્રમુખ – ઉપપ્રમુખ તરીકે પોતાના સભ્યો બેસાડી દેતા આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે વાંકાનેરમાં ચૂંટાયેલા 24 પૈકી 14 સભ્યોને પક્ષમાંથી હાંકી કાઢવા બરતરફી હુકમ કરતા વાંકાનેર શહેર ભાજપમાં સન્નાટો પડી ગયો છે.
પ્રદેશ ભાજપ કાર્યાલયના મીડિયા ડો.યજ્ઞેશ દવેના જણાવ્યા મુજબ મોરબી જીલ્લાની વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો વિરોધ કરવા બદલ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સૂચનાથી તાત્કાલિક અસરથી વાંકાનેરના મીરાબેન હસમુખભાઈ ભટી, દેવુબેન શામજીભાઈ પલાણી, કાંતિભાઈ રાયમલભાઈ કુંઢીયા, કોકીલાબેન કિર્તીકુમાર દોશી, ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા, હેમાબેન ધર્મેશભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ ભોગીલાલ શાહ, રાજ કેતનભાઈ સોમાણી, જશુબેન રમેશભાઈ જાદવ, જયશ્રીબેન જયસુખભાઈ સેજપાલ, સુનીલભાઈ મનસુખલાલ મહેતા, શૈલેષભાઈ જયંતિલાલ દલસાણીયા, માલતીબેન વિનોદરાય ગોહેલ, ભાવનાબેન કનૈયાલાલ પાટડીયાને પક્ષમાંથી બરતરફ કરવા આદેશ કર્યો છે.


No comments:
Post a Comment