વાંકાનેર નગરપાલિકામાં ભાજપ સાથે જીતુભાઈ સોમાણી નો દબદબો યથાવત..
વાંકાનેર નગરપાલિકામાં કુલ 7 વોર્ડ છે જેમાંથી આ વખતે ભાજપએ 6 વોર્ડમાં ઉમેદવાર રાખ્યા હતા. અને 6 વોર્ડમાં પેનલ ટુ પેનલ એટલે 24/24 બધા જ ઉમેદવારો વિજેતા થયા છે. જ્યારે વોર્ડ-4માં બસપા અને કોંગ્રેસનાં ઉમેદવાર સામ સામે ઉમેદવારી કરી હતી. તેમાં પણ બસપાના ચારે ચાર ઉમેદવાર વિજેતા થયા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી નાં એક પણ ઉમેદવારોએ નગરપાલિકામાં પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી. આમ કોંગ્રેસ નો જડમુળ થી સફાયો થયો છે..આમ જોવી એ તો વાંકાનેર નગરપાલિકા એ ભાજપનો અજય ગઢ સાબિત થયો છે. અને ભાજપના સુપ્રીમો જીતુભાઈ સોમાણી નાં આગેવાની માં તમામે તમામ ઉમેદવારો ભવ્ય વિજય થયો છે..
No comments:
Post a Comment