વાંકાનેરમાં "માટી નાં વૈજ્ઞાનિક" ની ઉપમા ધરાવતા મનસુખભાઈ પ્રજાપતિ (મીટી કુલ)સહકારથી માટીના કુંડા,ચબૂતરા અને ચકલી ઘરનું વિતરણ....
આજરોજ વિશ્વ ચકલી દિવસ નિમિતે વાંકાનેરમાં ગાયત્રી શક્તિ પીઠ ખાતે મનસુખભાઈ પ્રજાપતિ (મીટ્ટીકુલ) નાં સહકાર થી તદન રાહત દરે પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચણ માટેના ચબૂતરા તેમજ ચકલી ઘરનું મનસુખભાઈ પ્રજાપતિ,અશ્વિનભાઈ રાવલ (ગાયત્રી મંદિર),પટેલભાઈ (ઈન.મામલતદાર),અજયસિંહ જાડેજા(નાયબ મામલતદાર),
રામદેભાઈ ભાટિયા, ભુપતભાઈ છૈયા,રાહુલ જોબનપુત્રા હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
હાલ સમગ્ર દુનિયામાં પ્રદૂષણ નાં કારણે ચકલીઓની અસ્તિત્વ નામશેષ થવા જઈ રહ્યું ત્યારે પર્યાવરણ પ્રેમી દ્વારા આ એક પહેલ, વિચારધારા ને વાંકાનેરની પ્રજા ખૂબ સરસ રીતે અપનાવી લીધી છે અને લોકો દ્વારા સારો એવી સહકાર મળેલ હતો.
તસવીર/અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર...
No comments:
Post a Comment