આઝાદી બાદ પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન, પ્રમુખ પદે વર્ષાબા ઝાલા અને ઉપપ્રમુખ પદે ભુમિકાબેન વિંઝવાડીયાની વરણી….
વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમ વખત વાંકાનેર યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા ની આગેવાનીમાં
ભાજપનો કેસરીયો લહેરાયો છે. કુલ 24 બેઠકો ધરાવતી વાંકાનેર તાલુકા પંચાયતમાં 11 બેઠકો પર કોંગ્રેસ અને 13 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો જે બાદ આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી દરમ્યાન કુલ 23 સભ્યો હાજર રહ્યા હતા જેમાં ભાજપના 13 સામે કોંગ્રેસના 10 મતોથી પ્રમુખ તરીકે ભાજપના વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ઉપપ્રમુખ તરીકે ભુમિકાબેન વિંઝવાડીયાનો વિજય થયો છે….
આજે પ્રમુખ ઉપપ્રમુખની વરણી દરમિયાન કુલ 24 સભ્યોમાંથી 23 સભ્યો હાજર રહ્યા હતા જેમાં અરણીટીંબા બેઠકના કોંગ્રેસના સભ્ય સુરેશભાઈ બલેરીયા ગેર હાજર રહ્યા હતા. આ સાથે જ ભાજપના પ્રમુખ પદના ઉમેદવાર વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલાને 13 મતો અને કોંગ્રેસના ઉમેદવાર ફાતુબેન યુનુશભાઈ શેરસીયાને 10 મતો મળતા ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. આવી જ રીતે ઉપપ્રમુખ પદે ભાજપના ઉમેદવાર ભુમિકાબેન વિંઝવાડીયાને 13 મતો અને કોંગ્રેસના વાલજીભાઈ ચૌહાણને 10 મતો મળતા ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો…
No comments:
Post a Comment