8 મી માર્ચ 2021 ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે I.C.D.S. વિભાગ દ્વારા વાંકાનેર આંગણવાડી કેન્દ્ર પર વિવિધ ઉજવણી
I.C.D.S. વિભાગ દ્વારા વાંકાનેર શહેર અને તાલુકા નિ અલગ અલગ આંગણવાડી કેન્દ્ર પર મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી...
આ કાર્યક્રમ વાંકાનેર શહેર મા 2 જગ્યાઓ પર અને વાંકાનેર તાલુકા મા 1 જગ્યા પર યોજાયેલ.
વાંકાનેર શહેર મા કાર્યક્રમ એક મિલપ્લોટ ની ત્રણેય આંગણવાડી A-B-C નો સંયુક્ત રીતે ઉજવાયેલ. જ્યારે કાર્યક્રમ બીજો કુંભારપરા, સલાટ,આરોગ્યનગર અને આંબેડકરનગર ની આંગણવાડીનો તરીકે ઉજવાયેલ.
વાંકાનેર તાલુકા નો દલડી ખાતે યોજાયેલ...
આ કાર્યક્રમમાં અલગ અલગ સ્પર્ધા નું આયોજન કરેલ. જેમાં રંગોળી સ્પર્ધા, મેંદી સ્પર્ધા, હેર સ્ટાઈલ સ્પર્ધા, ડાન્સની સ્પર્ધા, અને ખાસ પોષણયુક્ત વાનગી સ્પર્ધા નું આયોજન કરેલ.
વાંકાનેર શહેર ના બંને કાર્યક્રમમાં I.C.D.S. વાંકાનેર ના ઘટક A અને B ના C.D.P.O. તૃપ્તિબેન કામલીયા અને મયુરીબેન ઉપાધ્યાય ની ઉપસ્થિતિ રહેલ. વાંકાનેર શહેર ના સુપરવાઇસર ચાંદનીબેન વૈદ અને R.B.S.K. ના ડો. આશાબેન તથા પૂર્વીબેન એ હાજરી આપી...
આ તકે ખાસ મિલપ્લોટ ના કાર્યક્રમમાં મા વોર્ડ નંબર 2 ના મહિલા કોર્પોરેટર જયશ્રીબેન અને કમળાબેન હાજર રહ્યા. અને કુંભારપરા ના કાર્યક્રમ મા વોર્ડ નંબર 7 ના મહિલા કોર્પોરેટર રીટાબા રાઠોડ હાજર રહ્યા. ઉપસ્થિત મહેમાનોના હસ્તે કેક કાપી સ્પર્ધામાં વિનર થયેલ બહેનોને ઇનામ વિતરણ કરેલ..
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે દરેક આંગણવાડી ના વર્કર અને હેલ્પર બહેનો એ જહેમત ઉઠાવેલ..
No comments:
Post a Comment