વાંકાનેર: વાંકાનેરમાં રણજીત વિલાસ પેલેસ ની બાજુમાં નેસર્ગિક અને કુદરતના અલોકિક વાતાવરણ વચ્ચે ટેકરી ઉપર બિરાજતા જાગનાથ મહાદેવ (મોટરેશ્વર મહાદેવ)એ શિવરાત્રી પાવન પર્વ દિવસે વાંકાનેર રાજવી પરિવારના યુવરાજ કેશરીદેવસિંહજીએ મહાદેવજીને અભિષેક કરી ધન્યતા અનુભવી....
જાગનાથ મહાદેવ મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહા શિવરાત્રી નિમીતે મહાદેવજી નો ફૂલો ભવ્ય શણગાર અને સાથે ભવ્ય મહા આરતી યોજાઈ હતી.આ અવસરે વાંકાનેર યુવરાજ કેશરીદેવસિંહજી એ શિવજીને અભિષેક સાથે દર્શન કરી અને ફૂલો નાં દિવ્ય શણગાર જોઈ ને દિવ્યતા અનુભવી હતી. સાથે વાંકાનેર શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તાર ના તેમજ શહેરની ધર્મપ્રેમી જનતાએ દર્શન અને મહાઆરતી નો ભવ્ય લાભ લીધો હતો.અને સાંજની ૭/૩૦ કલાકે મહા આરતી સમયે બહુજ ધાર્મિક વાતાવરણ વચ્ચે મહા આરતી યોજાય હતી. આરતી બાદ હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. ફૂલોનો શણગાર જોઈ ને લોકો એ ધન્યતા અનુભવું હતી. સાથે ચાર પ્રહરની આરતી રાત્રિના ૧૦ કલાકે, ૧૨ કલાકે, ૨ કલાકે અને ૦૪ કલાકે ભવ્ય આરતી યોજાઈ હતી. શિવપ્રેમી ભક્તો એ અનેક ભવ્ય સુગંધિત દ્રવ્યો અને શુદ્ધ સામગ્રી દ્વારા શિવલિંગ પર અભિષેક કરી ભોલેનાથની આરાધના કરી હતી.
અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર 7984295743
No comments:
Post a Comment