વાંકાનેર ખાતે શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલય અને સ્પેશ ક્લબ દ્વારા વિજ્ઞાન દિનની હર્ષ ભેર ઉજવણી કરાઇ.
શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલય અને સ્પેશ ક્લબ દ્વારા વિજ્ઞાન દિનની હર્ષ ભેર ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના નકામા કચરા અને બોટલો દ્વારા eco bricks બનાવી, તેમજ વિજ્ઞાન માં આવતા સિદ્ધાંતો સમજવા માટે ના મોડલો બનાવ્યા અને સ્પેસ club દ્વારા વર્કશોપ રાખેલ હતો તેના પ્રમાણપત્ર નું વિતરણ કરવામાં આવ્યું, કોઈપણ શાળાના ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ આ સ્પેસ ક્લબના online વર્કશોપ જોડાય શકે છે આ વર્કશોપમ ડો વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા રાખવામાં આવેલ છે જે 10 માર્ચ ના રોજ વર્કશોપ યોજાશે તો વાંકાનેર શહેર અને તાલુકાના વિદ્યાર્થીઓ આમાં જોડાય તે માટે શાળાના આચાર્ય દર્શનાબેન જાની અને કોર્ડીનેટર પ્રિયંકાબેન ગાંધી બધાને નિમંત્રણ પાઠવે છે અને વિજ્ઞાન દિવસ ભાગ લીધેલ અને વર્કશોપમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવેલ હતી.
No comments:
Post a Comment