વાંકાનેર: જોગજાતી ગ્રુપ દ્વારા ગુરૂદેવશ્રી રણછોડદાસ બાપુની ૩૫મી પુણ્ય તિથિ ભારે ધામધૂમ અને આસ્થાભેર ઉજવાઈ.
વાંકાનેરના ધમલપર ગામના સીમાડે આવેલ વર્ષો જૂની અને સંતસુરા ઓનાં તપ,સાધના થી સિદ્ધ કરેલી જગ્યા એટલે રામ ટેકરી, જોગજતી આશ્રમ, ગુફા હનુમાનની જગ્યા.
આગામી તા.૪/૩/૨૦૨૧ મહા વદ -૬નાં ગુરુવારના રોજ શ્રીશ્રી ૧૦૦૮ ગુરૂદેવશ્રી રણછોડદાસ બાપુની ૩૫મી પુણ્ય તિથિ ભારે ધામધૂમ અને હોમાત્મક હવન દ્વારા ઉજવામાં આવી.
આ પાવન અવસરે આસ્થાભેર ભક્તિમયનાં દિવ્ય વાતાવરણ વચ્ચે સવાર ૮-૦૦ કલાક થી વિધિ વિધાન સાથે અને બ્રાહ્મણોના મંત્રોચ્ચાર થી શ્રી વિષ્ણુ યજ્ઞ, સાંજે ૪-૦૦ કલાકે બીડું હોમાશે અને ત્યાર બાદ સાંજે ૬-૦૦ કલાકે મહાપ્રસાદ લેવાશે અને ત્યાર પછી રાત્રી નાં ૧૦-૦૦ કલાકે નામાંકિત કલાકારો દ્વારા સંતવાણી નો ભવ્ય કાર્યક્રમ છે તેમાં નામાંકિત દલસુખભાઈ પ્રજાપતિ,
ભાવેશભાઈ પટેલ અને તબલાં નાં ઉસ્તાદ કચ્છી માડુ હાસિયા ઉસ્તાદ અને તેમનું ગ્રુપ જમાવટ કરી હતી.
આ શુભ પ્રસંગે ભજન,ભોજન, આનંદ અને સંસ્કાર પ્રસંગે ધર્મલાભ લેવા જોગજતી ગ્રુપ દ્વારા ભાવભર્યુ આમંત્રણ છે અને ગુરુદેવના શિષ્ય શ્રી પ્રભુદાસ બાપુએ જણાવ્યું છે...
No comments:
Post a Comment