Wednesday, 31 March 2021

વાંકાનેરના ઇરફાન પીરઝાદા ગીર ગુજરાત એવોર્ડ માટે નોમીનેટ

વાંકાનેર: વાંકાનેર પંથકમાં યુવા અને જાબાંઝ સ્ટંટ મેન અને ફાઇટ માસ્ટર તારીખે ખૂબ મોટી ચાહના મેળવી છે. તેવા ઇરફાનભાઈ પીરઝાદા આગામી ૧૫ મે ૨૦૨૧નાં જૂનાગઢ ખાતે આયોજિત *ગીર ગુજરાત એવોર્ડ* માટે નરેન્દ્ર સોની અને હનીફ નોયડા દ્વારા પંસંદ કરવામાં આવી છે.

 ઇરફાનભાઈ પીરઝાદા વાંકાનેરના રાજકીય પરિવાર પીરઝાદા પરિવારમાંથી આવે છે અને નાનપણ થી જ સ્ટંટ મેન અને ફાઇટ માસ્ટર નાં શોખ ને કારણે ઘણાબધા સુપરહિટ ગુજરાતી ફિલ્મ અને ટેલિવિઝન માં નામી કલાકારો સાથે કામ કરી ચૂક્યા છે.આ ગીર ગુજરાત એવોર્ડ તેમની ફિલ્મ લાઈન ની કારકિર્દીમાં એક મોરપંખ સમાન શોભા વધારશે..

 આ ઉપરાંત ઇરફાનભાઈ રાજકીય ક્ષેત્રે પણ ઘણાબધા સક્રિય છે તેઓ APMC વાંકાનેર નાં એક્સ. ચેરમેન પણ રહી ચૂક્યા છે અને સાથે હાલ કોંગ્રેસ પાર્ટીના પણ ખૂબ સક્રિય છે.


અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર..


Tuesday, 23 March 2021

વાંકાનેર ખાતે બહુજન સમાજ,વાંકાનેર અનુસુચીત જાતી સમાજ, જય ભીમ યુવા ગ્રુપ તથા ભારતીય વિધાર્થી મોર્ચા દ્વારા પોલીસદળની ભરતીમાં અનામત બેઠક અંગે અન્યાય અંગે મામલતદારને આવેદનપત્ર અપાયું

 વાંકાનેર ખાતે બહુજન સમાજ,વાંકાનેર અનુસુચીત જાતી સમાજ, જય ભીમ યુવા ગ્રુપ તથા ભારતીય વિધાર્થી મોર્ચા દ્વારા પોલીસદળ ની સીધી ભરતીમાં ST SC OBC અનામત બેઠક અંગે અન્યાય સામે મામલતદારને આવેદનપત્ર અપાયું




તાજેતર PSI / ASI ની ગુજરાત પોલીસ ખાતામાં ભરતી આવી છે જેમાં અનુસૂચિત જાતિની મળવાપાત્ર અનામત કોટા સીટમાં સરકાર દ્વારા અન્યાય કરવામાં આવ્યો છે. જેમાં અનુસૂચિત જાતિને બંધારણના કાયદા પ્રમાણે 7% અનામત સીટ મળવી જોઈએ જે સરકાર દ્વારા આપવામાં આવી નથી. આ આવેદનપત્ર સરકાર સુધી પહોંચે અને અનુ. જાતિ સાથે જે અન્યાય થયો છે તેનો યોગ્ય ન્યાય મળે તે મુજબ ભરતી પ્રક્રિયા ફરીથી કરવા માટે તેમના વિરૂધ્ધમાં વાંકાનેર મામલતદાર સાહેબશ્રીને બહુજન સમાજ,વાંકાનેર અનુસુચીત જાતી સમાજ, જય ભીમ યુવા ગ્રુપ તથા ભારતીય વિધાર્થી મોર્ચા દ્વારા આજ રોજ પ્રાંત અધિકારીશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

 આ તકે સમાજના વરિષ્ઠ આગેવાનો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Sunday, 21 March 2021

વાંકાનેરના ઘણા વિસ્તારોમાં ડોહળું અને દૂષિત પાણી વિતરણ થતાં રોગચાળો ફાટી નીકળવાની દેહાશત...

 વાંકાનેરના ઘણા વિસ્તારોમાં ડોહળું અને દૂષિત પાણી વિતરણ થતાં રોગચાળો ફાટી નીકળવાની દેહાશત...


તંત્ર દ્વારા દૂષિત અને ડોહળું પાણી વિતરણ થતાં સ્થાનિકોમાં રોષ...

વાંકાનેરના ઘણા વિસ્તારોમાં જેમ કે, આંબેડકર નગર, ભરવાડપરા, કુંભારપરા, દીવાનપરા,આરોગ્યનગર સહિત અનેક  વિસ્તારોમાં તંત્ર દ્વારા ડોહળું પાણી  વિતરણ થતાં સ્થાનિક રહીશોમાં અને  ગૃહિણીઓમાં ભારે રોષ ની લાગણી વ્યાપી રહી છે. તંત્ર દ્વારા વિતરણ કરવાંમાં આવતું પાણી એકદમ પીળું પડતું પાણી અને દૂષિત હોઈ તેવું પાણી વિતરણ કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ની લાગણી વર્તાય રહી છે. ડોહળું અને દૂષિત પાણી આવતા લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થાય તે પેહલા તંત્ર દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ થાય અને પીવા લાયક શુદ્ધ પાણી મળી રહે તેવી લોક માંગ ઉઠવા પામી છે..

Saturday, 20 March 2021

વાંકાનેરમાં "માટી નાં વૈજ્ઞાનિક" ની ઉપમા ધરાવતા મનસુખભાઈ પ્રજાપતિ (મીટી કુલ)સહકારથી માટીના કુંડા,ચબૂતરા અને ચકલી ઘરનું વિતરણ....

વાંકાનેરમાં "માટી નાં વૈજ્ઞાનિક" ની ઉપમા ધરાવતા મનસુખભાઈ પ્રજાપતિ (મીટી કુલ)સહકારથી માટીના કુંડા,ચબૂતરા અને ચકલી ઘરનું વિતરણ....

આજરોજ વિશ્વ ચકલી દિવસ નિમિતે વાંકાનેરમાં  ગાયત્રી શક્તિ પીઠ ખાતે  મનસુખભાઈ પ્રજાપતિ (મીટ્ટીકુલ) નાં સહકાર થી તદન રાહત દરે પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચણ માટેના ચબૂતરા તેમજ ચકલી ઘરનું મનસુખભાઈ પ્રજાપતિ,અશ્વિનભાઈ રાવલ (ગાયત્રી મંદિર),પટેલભાઈ (ઈન.મામલતદાર),અજયસિંહ જાડેજા(નાયબ મામલતદાર),
રામદેભાઈ ભાટિયા, ભુપતભાઈ છૈયા,રાહુલ જોબનપુત્રા હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. 
     

હાલ સમગ્ર દુનિયામાં પ્રદૂષણ નાં કારણે ચકલીઓની અસ્તિત્વ નામશેષ થવા જઈ રહ્યું ત્યારે પર્યાવરણ પ્રેમી દ્વારા આ એક પહેલ, વિચારધારા ને વાંકાનેરની પ્રજા ખૂબ સરસ રીતે અપનાવી લીધી છે અને લોકો દ્વારા સારો એવી સહકાર મળેલ હતો.

તસવીર/અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર...


Friday, 19 March 2021

વાંકાનેર તાલુકાના પંચાયતમાં શુદ્ધિકરણ સાથે માંત્રોકચાર વિધી થી સત્યનારાયણ દેવ ની કથા સાથેની ધાર્મિક વિધિ સાથે સત્તાનું સુકાન સંભાળતા ભાજપના હોદ્દેદારો...

 વાંકાનેર તાલુકા પંચાયતમાં વિધિવત સત્તાનું સુકાની સંભાળતા નવનિયુક્ત હોદ્દેદારો....






આઝાદી બાદ પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા હસ્તગત કરી છે જેમાં કુલ 24 બેઠકોમાંથી 13 બેઠકો પર ભગવો લહેરાયા બાદ પ્રમુખ તરીકે વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ઉપપ્રમુખ પદે ભુમિકાબેન અજયભાઈ વિંઝવાડીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જે બાદ આજે આ નવનિયુક્ત હોદ્દેદારોએ આજે વિધિવત રીતે સત્તાનું સુકાની સંભાળ્યું છે....





 ત્યારે આજ રોજ સૌપ્રથમ યુવરાજ કેશરીદેવસિંહજી અને ભાજપના આગેવાનો સાથે આખી પંચાયત ની દરેક ચેમ્બર અને શાખાની મુલાકાતની રૂબરૂ નિરીક્ષણ કરી અને સાથે સાથે ગંગાજળનાં છંટકાવ સાથે શુદ્ધિકરણ કરી અને ત્યાર બાદ શાસ્ત્રોકત વિધી મંત્રોચાર થી સત્યનારાયણ ભગવાન ની કથા કરી અને ધાર્મિક વિધિઓ સાથે નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે સત્તાનું સુકાની સંભાળી અને વાંકાનેર તાલુકાના વિકાસ માટે સદા તત્પર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે વાંકાનેર તાલુકા ભાજપ અગ્રણી યુવરાજ કેશરીદેવસિંહ ઝાલા, દેવજીભાઈ ફતેપરા(સુરેન્દ્રનગર), અમરશીભાઈ મઢવી, સુરેશભાઈ પ્રજાપતિ, ધમભા ઝાલા (વઘાસીયા), હિરાભાઈ, કાળુભાઈ તથા જગદીશસિંહ ઝાલા વઘાસીયા સહિતના ભાજપ અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા...

Thursday, 18 March 2021

વાંકાનેરના બળવાખોર ૧૪ સભ્યો ભાજપમાંથી હાંકી કઢાયા....

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ લાલઘુમ : વાંકાનેર ભાજપમાં ફરી પાછો સન્નાટો...


વાંકાનેર : વાંકાનેર નગરપાલિકામાં ભાજપના મેન્ડેડનો વિરોધ કરી બળવાખોર સભ્યોએ પ્રમુખ – ઉપપ્રમુખ તરીકે પોતાના સભ્યો બેસાડી દેતા આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે વાંકાનેરમાં ચૂંટાયેલા 24 પૈકી 14 સભ્યોને પક્ષમાંથી હાંકી કાઢવા બરતરફી હુકમ કરતા વાંકાનેર શહેર ભાજપમાં સન્નાટો પડી ગયો છે.

પ્રદેશ ભાજપ કાર્યાલયના મીડિયા ડો.યજ્ઞેશ દવેના જણાવ્યા મુજબ મોરબી જીલ્લાની વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો વિરોધ કરવા બદલ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સૂચનાથી તાત્કાલિક અસરથી વાંકાનેરના મીરાબેન હસમુખભાઈ ભટી, દેવુબેન શામજીભાઈ પલાણી, કાંતિભાઈ રાયમલભાઈ કુંઢીયા, કોકીલાબેન કિર્તીકુમાર દોશી, ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા, હેમાબેન ધર્મેશભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ ભોગીલાલ શાહ, રાજ કેતનભાઈ સોમાણી, જશુબેન રમેશભાઈ જાદવ, જયશ્રીબેન જયસુખભાઈ સેજપાલ, સુનીલભાઈ મનસુખલાલ મહેતા, શૈલેષભાઈ જયંતિલાલ દલસાણીયા, માલતીબેન વિનોદરાય ગોહેલ, ભાવનાબેન કનૈયાલાલ પાટડીયાને પક્ષમાંથી બરતરફ કરવા આદેશ કર્યો છે.

Wednesday, 17 March 2021

વાંકાનેર તાલુકા પંચાયત કેશરીમય... કેશરીએ કેસરીયો લહેરાયો..

 આઝાદી બાદ પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન, પ્રમુખ પદે વર્ષાબા ઝાલા અને ઉપપ્રમુખ પદે ભુમિકાબેન વિંઝવાડીયાની વરણી….

વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમ વખત વાંકાનેર યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા ની આગેવાનીમાં 


ભાજપનો કેસરીયો લહેરાયો છે. કુલ 24 બેઠકો ધરાવતી વાંકાનેર તાલુકા પંચાયતમાં 11 બેઠકો પર કોંગ્રેસ અને 13 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો જે બાદ આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી દરમ્યાન કુલ 23 સભ્યો હાજર રહ્યા હતા જેમાં ભાજપના 13 સામે કોંગ્રેસના 10 મતોથી પ્રમુખ તરીકે ભાજપના વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ઉપપ્રમુખ તરીકે ભુમિકાબેન વિંઝવાડીયાનો વિજય થયો છે….

આજે પ્રમુખ ઉપપ્રમુખની વરણી દરમિયાન કુલ 24 સભ્યોમાંથી 23 સભ્યો હાજર રહ્યા હતા જેમાં અરણીટીંબા બેઠકના કોંગ્રેસના સભ્ય સુરેશભાઈ બલેરીયા ગેર હાજર રહ્યા હતા. આ સાથે જ ભાજપના પ્રમુખ પદના ઉમેદવાર વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલાને 13 મતો અને કોંગ્રેસના ઉમેદવાર ફાતુબેન યુનુશભાઈ શેરસીયાને 10 મતો મળતા ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. આવી જ રીતે ઉપપ્રમુખ પદે ભાજપના ઉમેદવાર ભુમિકાબેન વિંઝવાડીયાને 13 મતો અને કોંગ્રેસના વાલજીભાઈ ચૌહાણને 10 મતો મળતા ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો…


Tuesday, 16 March 2021

વાંકાનેર નગરપાલિકામાં ભાજપએ સત્તા થી હાથ ધોયા... : ભાજપમાં ભડકાથી નગરપાલિકામાં અપક્ષ નાં હાથમાં..

વાંકાનેર નગરપાલિકામાં ભાજપએ સત્તા થી હાથ ધોયા... : ભાજપમાં ભડકાથી નગરપાલિકામાં અપક્ષ નાં હાથમાં..

ભાજપે પ્રમુખ તરીકે રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે જયશ્રીબેન ભરતભાઈ સુરેલાનો મેન્ડેડ આપતા ભડકો : નવા પ્રમુખ તરીકે જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ ગેલુભાં જાડેજાની વરણી…

વાંકાનેર નગરપાલિકામાં 24 બેઠકો સાથે ભાજપને સ્પષ્ટ બહુમતી મળવા છતાં આજે જિલ્લા ભાજપ અને ચૂંટાયેલા સદસ્યો વચ્ચે પ્રમુખપદને લઈ ખેંચતાણ સર્જાતા. ભાજપના 16 સભ્યોએ રાજીનામાં ધરી દઈ પાર્ટી આદેશને અવગણીને બળવો કરતા 
વાંકાનેર નગરપાલિકામાં અપક્ષ શાસન થયું છે. આજે વાંકાનેર નગરપાલિકામાં હોદેદારોની ચૂંટણી સમયે ભાજપના સત્તાવાર ઉમેદવારોને ફક્ત 10 મત મળ્યા હતા જયારે 15 મત સાથે બળવાખોર જૂથના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા હતા….

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર નગરપાલિકાના 7 વોર્ડની કુલ 28 બેઠકો માટે યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં 24 બેઠક ઉપર ભાજપ અને 4 બેઠક ઉપર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા હતા અને સ્પષ્ટ બહુમતી મળતા ભાજપ સત્તા સ્થાને બિરાજે તેવું સ્પષ્ટ હતું પરંતુ અહીં બહુમતી ચૂંટાયેલ સભ્યોએ પ્રમુખ તરીકે જયશ્રીબેન સેજપાલ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાનું નામ મવડી મંડળ અને જિલ્લા ભાજપ સમક્ષ સૂચવ્યું હતું

પરંતુ આંતરિક ખેંચતાણમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા બહુમતી સભ્યોની માંગણીથી વિપરીત પ્રમુખ તરીકે રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે જયશ્રીબેન ભરતભાઈ સુરેલાનો મેન્ડેડ આપતા વાંકાનેર પાલિકામાં રાજકીય ખેંચતાણ રૂપે ભાજપના હોઠ સુધી આવેલો કોળિયો છીનવાયો હતો અને 16 સભ્યોએ બગાવત કરી અપક્ષ સરકાર રચી ભાજપને સતાથી દૂર રાખ્યું છે…

ઉલ્લેખનીય છે કે, વાંકાનેર નગરપાલિકામાં આજે ઇન્ચાર્જ વાંકાનેર પ્રાંત અધિકારી ગંગાસિંગના અધ્યક્ષસ્થાને પ્રમુખ, ઉપ પ્રમુખ સહિતના હોદેદારોની ચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ 28 સભ્યો પૈકી 3 સભ્યો ગેરહાજર રહેતા 25 સભ્યોએ મતદાન કર્યું હતું જેમાં ભાજપના પાર્ટી આદેશ મુજબ પ્રમુખ તરીકે રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે જયશ્રીબેન ભરતભાઈ સુરેલાની ચૂંટણી થતા જીતુભાઇ સોમાણી અને અગાઉ રાજીનામુ ધરી દેનાર રમેશભાઈ વોરાએ પાર્ટીના આદેશ મેન્ડેડ મુજબ આંગળી ઉંચી 
કરી ભાજપના સત્તાવાર ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું હતું પરંતુ ભાજપના અન્ય 15 સભ્યોએ પાર્ટી આદેશનો અનાદર કરતા ભાજપ લઘુમતીમાં મુકાઈ ગયું હતું. સામાપક્ષે અપક્ષ ચોકો રચનાર સભ્યોએ 15 સભ્યોની બહુમતી સાથે જયશ્રીબેન સેજપાલને પ્રમુખ તરીકે અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને ઉપ પ્રમુખ તરીકે વિજેતા બનાવતા ભાજપ લોબીના સન્નાટો પડી ગયો છે..

આજની આ ચુંટણી પ્રક્રિયામાં ભાજપના ત્રણ સદસ્યો ગેરહાજર રહ્યા હતા જેમાં માલતીબેન વિનોદરાય ગોહેલ, ભાવનાબેન કનૈયાલાલ પાટડીયા અને શૈલેશભાઈ જયંતિભાઈ દલસાણીયા ગેરહાજર હતા.

Thursday, 11 March 2021

વાંકાનેરની શ્રી કે કે શાહ વિદ્યાલય દ્વારા ૧૨માર્ચનાં રોજ દાંડીકૂચ નો કાર્યક્રમ યોજાયો..

 દાંડીયાત્રા

વાંકાનેરની શ્રી કે કે શાહ વિદ્યાલય દ્વારા ૧૨માર્ચનાં રોજ દાંડીકૂચ નો કાર્યક્રમ યોજાયો..

આગામી વર્ષ દેશ આઝાદીનો હિરક મહોત્સવ ઉજવવા જઈ રહ્યું છે , ત્યારે સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકામાં રહેલ તે સાબરમતી આશ્રમ – અમદાવાદથી પૂજનીય ગાંધીજીના નેતૃત્વમાં નીકળેલ દાંડી યાત્રા હતી . 

આજે  વાંકાનેરની શ્રી કે કે શાહ વિદ્યાલય દ્વારા ૧૨માર્ચનાં રોજ દાંડીકૂચ નો કાર્યક્રમ યોજાયો હતો. આ દાંડીકૂચમાં શાળાના  વિદ્યાર્થીઓ દ્વારા મહાત્મા ગાંધીજી ,સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ તેમજ ઘણા બધા વિદ્યાર્થીઓએ અલગ અલગ પાત્રો ભજવ્યા હતા. કાર્યક્રમ નું શરૂઆતમાં સૌપ્રથમ રામધુન ત્યાર બાદ ગાંધીજીએ દાંડીકૂચ વિશે સમજાવ્યું હતું અને ત્યાર પછી દાંડીકૂચ વાંકાનેર નગરમાં નીકળી હતી ત્યાર પછી આઝાદી કૂચમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક હટાવો ધરતી બચાવો ધ્યાનમાં રાખી મુખ્ય રસ્તા ઉપર પ્લાસ્ટિક ભેગું કર્યું હતું તેમજ સ્વદેશી વાપરો દેશ બચાવો વગેરે જેવા સુત્રો બોલ્યા હતા છેલ્લે વિદ્યાર્થી સંકલ્પ કર્યો હતો કે પોતે ખાદી અપનાવશે, પોતાના ઘરની આજુબાજુમાં સ્વચ્છતા જાળવશે તેમજ સ્વદેશી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખશે ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા જેમાં વરસાદ પડે ત્યારે  ઘરે વૃક્ષારોપણ કરવું પાણી બચાવવું પાણીને જમીનમાં ઉતારવુ માસ્ક બાંધવુ,ફાસ્ટફૂડ ખાવાનું બંધ કરવું, ફરજોનું પાલન કરવું,પશુ પક્ષીઓ પ્રત્યે અનુકંપા રાખવી વગેરે જેવા સંકલ્પો કર્યા હતા અને અંતે શાળાના મેદાનમાં દાંડીકૂચનો અંત આવ્યો હતો .

 આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળા ના વિદ્યાર્થીઓ તેમજ આચાર્ય જયંતીભાઈ પડસુબિયા,ભુપતભાઈ છૈયા,વિશ્વેશ ભાઈ પંડ્યા અને સ્ટાફ ગણ એ ભારે જહેમત ઉઠાવી હતી.

વાંકાનેરનાં નયનરમ્ય જાગનાથ મહાદેવ મંદિરે યુવરાજ કેશરીદેવસિંહજી દ્વારા અભિષેક

 વાંકાનેર: વાંકાનેરમાં રણજીત વિલાસ પેલેસ ની બાજુમાં નેસર્ગિક અને કુદરતના અલોકિક વાતાવરણ વચ્ચે ટેકરી ઉપર બિરાજતા જાગનાથ મહાદેવ (મોટરેશ્વર મહાદેવ)એ શિવરાત્રી પાવન પર્વ દિવસે વાંકાનેર રાજવી પરિવારના  યુવરાજ કેશરીદેવસિંહજીએ મહાદેવજીને અભિષેક કરી ધન્યતા અનુભવી....


જાગનાથ મહાદેવ મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહા શિવરાત્રી નિમીતે મહાદેવજી નો ફૂલો ભવ્ય શણગાર અને સાથે ભવ્ય મહા આરતી યોજાઈ હતી.આ અવસરે  વાંકાનેર યુવરાજ કેશરીદેવસિંહજી એ શિવજીને અભિષેક સાથે દર્શન કરી અને ફૂલો નાં દિવ્ય શણગાર જોઈ ને  દિવ્યતા અનુભવી હતી. સાથે વાંકાનેર શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તાર ના તેમજ શહેરની ધર્મપ્રેમી જનતાએ દર્શન અને મહાઆરતી નો ભવ્ય લાભ લીધો હતો.અને  સાંજની  ૭/૩૦ કલાકે મહા આરતી સમયે બહુજ ધાર્મિક વાતાવરણ વચ્ચે મહા આરતી યોજાય હતી. આરતી બાદ હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. ફૂલોનો શણગાર જોઈ ને લોકો એ ધન્યતા અનુભવું હતી. સાથે ચાર પ્રહરની આરતી રાત્રિના ૧૦ કલાકે, ૧૨ કલાકે, ૨ કલાકે અને  ૦૪ કલાકે ભવ્ય આરતી યોજાઈ હતી. શિવપ્રેમી ભક્તો એ અનેક ભવ્ય સુગંધિત દ્રવ્યો અને શુદ્ધ સામગ્રી દ્વારા શિવલિંગ પર અભિષેક કરી ભોલેનાથની આરાધના કરી હતી.



શિવરાત્રી પર્વ નિમિત્ત મંદિરના શણગાર થી લઇ દરેક આયોજનમાં મંદિરના મહંત ગુરુ નીલીશગીરી તથા જાગનાથ મહાદેવ મિત્ર મંડળ એ ભારે જહેમત ઉઠાવી હતી..

અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર 7984295743

વાંકાનેરમાં ૐકારેશ્ચર મહાદેવ મંદિરે ખાતે આજ રોજ શિવરાત્રી પર્વ નિમિત્તે મહાદેવજી ને નવનિર્મિત પંચધાતુ (જર્મન સિલ્વર ટચ) નું થાળુ અને શિવજી નું મોહરું અર્પણ કરવામાં આવ્યું..

 વાંકાનેરમાં ૐકારેશ્ચર મહાદેવ મંદિરે ખાતે આજ રોજ શિવરાત્રી પર્વ નિમિત્તે મહાદેવજી ને નવનિર્મિત  પંચધાતુ (જર્મન સિલ્વર ટચ) નું થાળુ અને શિવજી નું મોહરું અર્પણ કરવામાં આવ્યું..

વાંકાનેર દિગ્વિજય નગર (પેડક) વિસ્તારમાં અને વાંકાનેર થી મોટા જડેશ્વર મહાદેવ જતા રસ્તામાં આવતા શ્રી ૐકારેશ્વર મહાદેવ મંદિરે ખાતે આજ રોજ અંદાજે રૂ.૫૦,૦૦૦/- (પંચાશ હાજર) કિંમતનું અને આશરે ૧૦ કિગ્રા થી વધુ વજન ધરાવતું  પંચધાતુ (જર્મન સિલ્વર ટચ) નું થાળુ અને શિવજીનું મોહરુ મઢવામાં આવ્યું. 
શિવરાત્રી નિમિત્તે આજ શુગંધિત અને ભાત ભાત ના ફૂલોથી ભવ્ય શણગાર સાથે ભવ્ય દીપ આરતી યોજાશે.


ૐ કારેશ્વર મંદિર ના પટાંગણમાં હનુમાનજી તથા શનિદેવ નું મંદિર આવેલું છે મંદિરના સંચાલકો અને વિસ્તારના લોકો દર અમાસે ૨૫૦ થી વધુ બાળકોને બટુક ભોજન કરાવે છે અને દર અગિયારસે ધૂન નું પણ આયોજન કરે છે તદુપરાંત દરરોજ પક્ષીને ચણ પણ નાંખવામાં આવે છે.
સમય મળ્યે આ જગ્યા ની અવશ્ય મુલાકાત લેજો...

Wednesday, 10 March 2021

વાંકાનેર અરુણોદય સોસાયટી અમરનાથ શિવલિંગ દર્શન અને બ્લડ ડોનેશન કેમ્પ આયોજન

 વાંકાનેર અરુણોદય સોસાયટી અમરનાથ શિવલિંગ દર્શન અને બ્લડ ડોનેશન કેમ્પ આયોજન.




વાંકાનેરમાં આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય- વાંકાનેર સંસ્થા દ્વારા અરુણોદય સોસાયટી ખાતે મહાશિવરાત્રી નિમિત્તે દર વર્ષની માફક આ વર્ષે પણ અમરનાથ બાબાના પૂર્ણ કદ શિવલિંગ દર્શન અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં વાંકાનેરના‌ ઓમ શાંતિ ઓમ ના અધ્યક્ષ શૌલા દીદી અને સારિકા દીદી, યુવા ભાજપ જગદીશ સિંહ ઝાલા, વિનુભાઈ દોશી મયુર ઠાકર શિવ મંડપ સર્વિસ, મુન્નાભાઈ દિલીપ સન્સ, ચેતન ભાઈ અને શાંતુભા, પ્રવીણભાઈ સોલંકી, વિપુલભાઈ કાપડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ બ્લડ ડોનેશન રાજકોટ લાઈફ બ્લડ ડોનેશન બેંક સ્ટાફ જોડાયો હતો.

વાંકાનેર: વાંકાનેરમાં રાજ મહેલ ની બાજુમાં બિરાજતા જાગનાથ મહાદેવ (મોટરેશ્વર મહાદેવ)મહાપર્વ શિવરાત્રી નિમિત્તે મહાઆરતી યોજાશે...

 વાંકાનેર: વાંકાનેરમાં રાજ મહેલ ની બાજુમાં બિરાજતા જાગનાથ મહાદેવ (મોટરેશ્વર મહાદેવ)મહાપર્વ શિવરાત્રી નિમિત્તે મહાઆરતી યોજાશે...

જાગનાથ મહાદેવ મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ
તા. 11.03.2021 ગુરુવારે 
મહા શિવરાત્રી નિમીતે મહાદેવજી નો ભવ્ય શણગાર અને સાથે ભવ્ય મહા આરતી યોજાશે. ધર્મપ્રેમી અને જાહેર દર્શન અને મહાઆરતી માટે નો સમય સાંજે 7:30 કલાકે અને ચાર પ્રહરની આરતી રાત્રિના  10કલાકે, 12કલાકે, 02કલાકે અને  04કલાકે આરતી યોજાશે અને આ‌ સમય દરમિયાન ફાટક ખુલ્લુ રાખવામાં આવશે તો તેનો  લાભ લેવા જાગનાથ મહાદેવ મિત્ર મંડળ(મોટેશ્વેર મહાદેવ) વાંકાનેર રાજ મહેલ ની બાજુમાં હાર્દિક આમંત્રણ.....


વાંકાનેરમા મહાશિવરાત્રીનાં મહા પાવન પર્વ નિમિતે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા અમરનાથ દર્શન સાથે રક્તદાન કેમ્પ યોજાશે.

 વાંકાનેરમા મહાશિવરાત્રીનાં મહા પાવન પર્વ નિમિતે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા અમરનાથ દર્શન.

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય- વાંકાનેર દ્વારા આબેહૂબ અમરનાથ દર્શન નું ભવ્ય આયોજન : તા. 11/3/21 ગુરુવાર, સમય સવારે ૯ થી રાત્રિના ૯ સુધીઅને રક્તદાન કેમ્પનો સમય સવારે ૯ કલાક થી સાંજના ૫ કલાક સુધી રહશે...

જ્ઞાનગંગા ભવન, અરુણોદય સોસાયટી, ૮-એ, નેશનલ હાઇવે, વાંકાનેર ખાતે યોજાશે. આ રક્તદાન તથા અમરનાથ દર્શનનો લાભ લેવા માટે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

Monday, 8 March 2021

પ્રદેશ ભાજપ નાં નવા નિયમ 60+ મામલે જીતુભાઈ સોમાણીની ફરી ગર્જના : સાંસદ, પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ અધ્યક્ષને નિશાન બનાવ્યા.

 


વાંકાનેર શહેર ભાજપ પ્રમુખને નોટીસ આપવા બાબતે વિવાદ ચરમસીમાએ :

વાંકાંનેર : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વાંકાનેર નગરપાલિકાના ભાજપના  ઉમેદવારનું ફોર્મ અમાન્ય રહેતા ડમી તરીકે ઉમેદવારી  જીતુભાઇ સોમાણી 60 વર્ષ કરતા વધુ ઉંમરના હોવા છતાં ચૂંટાઈ આવતા આ મામલે જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને નોટિસ ફરકારવામાં આવતા જીતુ સોમાણી પોતાના તુમાખી સ્વભાવ મુજબ મોરબી જિલ્લા ભાજપ સંગઠન ઉપર વરસવાની સાથે સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ પણ સનસનીખેજ આક્ષેપો કરતા નવાજૂનીનાં સંકેતો મળી રહ્યા છે.


વાંકાનેરના લડાયક નેતા જીતુભાઈ સોમાણીએ પોતાના લેટરપેડ ઉપર આપેલ ખુલાસરૂપી જવાબ અક્ષરશઃ નીચે મુજબ છે.


વિષય : વાંકાનેર શહેર ભાજપ પ્રમુખને નોટીસ આપવા બાબત.


વંદે માતરમ” સહ આપને જણાવવાનું કે તા. 22/02/2021 ના રોજ આપે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દીનુભાઈ વ્યાસને નોટીસ આપી છે. શહેર ભાજપ પ્રમુખએ સંગઠનને મજબૂત અને લોક સેવાકીય પ્રવૃતિ કરનાર વ્યકિત છે એ કોઈ પગારદાર નોકરી કરનાર કર્મચારી નથી. આમ, નિયમાનુશાર તેની પાસે ખુલાસો માંગી શકાય પરતું તેને નોટીસ આપવી એ ભારતીય જનતા પાટીંના બંધારણથી વિરુદ્ધ છે. નોટીસ મારા સંબધિત હોય તો આ બાબતે હું આપને નીચેની બાબતો જણાવવા માંગું છું..

1)ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા 60+ અને સતત ત્રણ ટર્મ ચૂંટણી જીતેલા વ્યકિતને 2021 ની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવાર ન બનાવવા. જેનું પાલન વાંકાનેર શહેર સંગઠને ખૂબ જ નિષ્ઠાપૂર્વક કર્યું છે. પરંતુ ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા ડમી ઉમેદવાર તરીકે કોને ફોમૅ ભરવું અને કોને ફોમૅ ન ભરવું તેવી કોઈ ગાઈડલાઈન કે પરિપત્ર કરેલ નથી. સાથે-સાથે જીલ્લા ભાજપ દ્વારા પણ આવી કોઈ સૂચના લેખિત કે મૈખિક શહેર સંગઠનને આપેલ નથી. વળી, વાંકાનેર રાતીદેવરી જીલ્લા પંચાયતના ઉમેદવાર શેરશીયા ઝહીરભાઈના ડમી ઉમેદવાર તરીકે તેમના પિતા શેરશીયા યુસુફભાઈએ ભરેલ છે, જે 60+ની ઉપર ઉંમર ધરાવે છે.

૨) નોટીસમાં આપ જણાવી રહયા છો કે વોડૅ નંબર ૩ના ઉમેદવારનું ફોર્મ ખામી વાળુ ભર્યું હતું. આ બાબત આપની પાયાવિહોણ છે.ઉમેદવારના ફોર્મ જીલ્લા ભાજપ સંગઠન, શહેર ભાજપ સંગઠન અને લીગલ સેલ દ્વારા ભરવામાં આવતું હોય છે. આમ ફોર્મ ખામી વાળુ છે તે ભરતી વખતે ખબર હોય તો આપ તે સુધારી લેવું જોઈએ નહિ કે ખોટા આક્ષેપો કરીને તમારી જવાબદારીમાંથી છટકી જાવ.

૩) પ્રદેશ ભાજપની સ્પષ્ટ સૂચના હતી કે 60+ ની ઉમરના વ્યકિતને ઉમેદવાર તરીકે ઉભા ન રાખવા છતા પણ તમે માળીયા નગરપાલિકાની ચૂંટણીમાં આ નિયમ વિરુધ્ધ ઉમેદવારો ઉભા રાખ્યા છે, જે નીચે પ્રમાણે છે.(1) જેડા ફાતેમાબેન ઉમાનભાઈ વોર્ડ નંબર 2,ઉંમર 75 વર્ષ (2) કટીયા નેકમામદ વલીમામદ, વોર્ડ નંબર 5,ઉંમર 62 વર્ષ (3) જામ અમીનાબેન મામદભાઈ, વોર્ડ નંબર 4,ઉંમર 62 વર્ષ (4) જેડા હસીનાબેન જાનમામદ, વોર્ડ નંબર 1,ઉંમર 62 વર્ષ. આમ આપના દ્વારા આ ગંભીર બેદરકારી રાખવામાં આવી છે. આ સમગ્ર બાબત તું પ્રદેશ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડને પણ કરીશ.

૪) જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશમાંથી આવેલ ચુંટણી ફંડ વાંકાનેર શહેર સંગઠન સિવાય જિલ્લાના તમામ સંગઠનને આપવામાં આવ્યું છે તો વાંકાનેર શહેર સંગઠન સાથે આવું વર્તેન શા માટે? સાથે – સાથે જણાવવાનું કે જીલ્લા સંગઠન દ્વારા પ્રદેશના નેતાઓની સભા, પ્રચાર વગેરે કાર્યે ક્યૉ કરવામાં આવતા હોય છે આપે વાંકાનેર શહેર સાથે એક પણ વખત સંકલન આ ચૂંટણીમાં કરેલ નથી તો વાંકાનેર નગરપાલિકામાં ભાજપના ઉમેદવારને જીતાડવાની જવાબદારી તમારી નથી ?

૫) સમગ્ર મોરબી જીલ્લામાં માળીયા નગર પાલિકાને બાદ કરતા દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. આ ભવ્ય વિજય આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની લોકપ્રિયતા તેમજ આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની કાયૅદક્ષતા અને પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબના નેતૃત્વ ને લીધે આવેલ છે. આ ભવ્ય વિજય કોઈ એક વ્યકિતના કારણે આવેલ નથી જે મોરબી જીલ્લામાં હાલ શેખી મારી રહયા છે.

૬) 2020માં મોરબી ધારાસભાની પેટા ચૂંટણીમાં ક્રાંતીલાલ અમૃતિયાએ ભાજપ વિરુદ્ધમાં કામ કરેલ છે. જેની જાણ જીલ્લા ભાજપ સંગઠન, પ્રદેશ ભાજપ સહિત તમામને ખબર છે છતા પણ આજદીન સુધી તેને કોઈપણ પ્રકારની નોટીસ મીડીયામાં તેના વિરુદ્ધ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી તેનું કારણ શું?

૭) હું લોહાણા સમાજમાંથી આવું છું. અમારા સમાજની વસતી ખૂબ જ ઓછી છે, મારો સમાજ મને રાજકીય પ્રતિનીધીત્વ આપ્યું છે, જયારે તમે અને મોહનભાઈ કુંડારીયા વારંવાર રાગદ્વેષ અને કિન્નાખોરી રાખી મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયત્નો કરી રહયા છો. મારા કારણે તમે લોહાણા સમાજને ખત્મ કરવાના પ્રયત્નો કરી રહયા છો તે તમારી આ કામગીરીથી સ્પષ્ટ થાય છે.

૮) મોરબી જીલ્લામાં મોહનભાઈ કુંડારીયા પોતાનો રાજકીય પ્રભાવ વધારવા યેન-કેન પ્રકારે ભાજપના કાર્યકરોને દબાવીને ધમકાવીને પોતાના દબાણમાં રાખવા કાર્યો કરી રહયા છે. ભૂતપૂર્વે જીલ્લા ભાજપ મહામંત્રી હિરેન પારેખને જડેશ્વર પર નહિ પોહચ, તારા ટાંટીયા ભાંગી નાખીશ તેવી ધમકી આપેલ. આ ઉપરાંત વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને પણ મારા કહેવામાં રહો નહિતર ડોફે લગાડી દઈશ તેવું કહેલ. આમ, મોહનભાઈનો સ્વભાવ ડંખીલો છે તે મને પણ ક્યારે મારી નાખશે કે અકસ્માતમાં ખપાવી દેશે તેનો ભય લાગે છે, આ સિવાય ધણા બધા મુદાઓ છે જે આવનાર દિવસોમાં સમય આવીયે કહીશ.

8 મી માર્ચ 2021 ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે I.C.D.S. વિભાગ દ્વારા વાંકાનેર આંગણવાડી કેન્દ્ર પર વિવિધ ઉજવણી

 8 મી માર્ચ 2021 ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે I.C.D.S. વિભાગ દ્વારા વાંકાનેર આંગણવાડી કેન્દ્ર પર વિવિધ ઉજવણી

I.C.D.S. વિભાગ દ્વારા વાંકાનેર શહેર અને તાલુકા નિ અલગ અલગ આંગણવાડી કેન્દ્ર પર મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી...


આ કાર્યક્રમ વાંકાનેર શહેર મા 2 જગ્યાઓ પર અને વાંકાનેર તાલુકા મા 1 જગ્યા પર યોજાયેલ. 

વાંકાનેર શહેર મા કાર્યક્રમ એક મિલપ્લોટ ની ત્રણેય આંગણવાડી A-B-C નો સંયુક્ત રીતે ઉજવાયેલ. જ્યારે કાર્યક્રમ બીજો કુંભારપરા, સલાટ,આરોગ્યનગર અને આંબેડકરનગર ની આંગણવાડીનો તરીકે ઉજવાયેલ.

વાંકાનેર તાલુકા નો દલડી ખાતે યોજાયેલ...

આ કાર્યક્રમમાં અલગ અલગ સ્પર્ધા નું આયોજન કરેલ. જેમાં રંગોળી સ્પર્ધા, મેંદી સ્પર્ધા, હેર સ્ટાઈલ સ્પર્ધા, ડાન્સની સ્પર્ધા, અને ખાસ પોષણયુક્ત વાનગી સ્પર્ધા નું આયોજન કરેલ. 


વાંકાનેર શહેર ના બંને કાર્યક્રમમાં I.C.D.S. વાંકાનેર ના ઘટક A અને B ના C.D.P.O. તૃપ્તિબેન કામલીયા અને મયુરીબેન ઉપાધ્યાય ની ઉપસ્થિતિ રહેલ. વાંકાનેર શહેર ના સુપરવાઇસર ચાંદનીબેન વૈદ અને R.B.S.K. ના ડો. આશાબેન તથા પૂર્વીબેન એ હાજરી આપી...

આ તકે ખાસ મિલપ્લોટ ના કાર્યક્રમમાં મા વોર્ડ નંબર 2 ના મહિલા કોર્પોરેટર જયશ્રીબેન અને કમળાબેન હાજર રહ્યા. અને કુંભારપરા ના  કાર્યક્રમ મા વોર્ડ નંબર 7 ના મહિલા કોર્પોરેટર રીટાબા રાઠોડ હાજર રહ્યા. ઉપસ્થિત મહેમાનોના હસ્તે કેક કાપી સ્પર્ધામાં વિનર થયેલ બહેનોને ઇનામ વિતરણ કરેલ..


આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે દરેક આંગણવાડી ના વર્કર અને હેલ્પર બહેનો એ જહેમત ઉઠાવેલ..

Saturday, 6 March 2021

વાંકાનેર શ્રી ફળેશ્ચર મહાદેવ જગ્યા ના બ્રહ્મલીન મંહત શ્રી રામકિશોરદાસ બાપુ ની ૧૩ની પુણ્યતિથિ સાદગી પૂર્વક ઉજવશે..

 આગામી ૧૦મી તારીખે શ્રી ફળેશ્ચર મહાદેવ જગ્યા ના બ્રહ્મલીન મંહત શ્રી રામકિશોરદાસ બાપુ ની ૧૩ની પુણ્યતિથિ કોરોના સાદગીને કારણે  પૂર્વક ઉજવશે..

કોરોના મહામારી ને કારણે મહાપ્રસાદ મોકૂફ

વાંકાનેર : વાંકાનેર મૌનીબાબા ની જગ્યા એટલે શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર. આ જગ્યાના બ્રહ્મલીન મહંત રામકિશોરદાસ બાપુ પુણ્ય તિથિ છેલ્લા ૧૨  વર્ષથી ધામધૂમ અને  ધાર્મિક વાતાવરણ વચ્ચે ઉજ્જવામાં આવે છે. આ વર્ષે તા. ૧૦/૩ ને બુધવારનાં રોજ બાપુની ૧૩મી વાર્ષિક પુણ્યતિથિ કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી સાદગી પૂર્ણ ઉજવણી કરવાનું શ્રી ફલેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
  તા.૧૦નાં રોજ સવારે ૮-૦૦ કલાકે સદગુરુદેવ  રામકિશોરદાસ બાપુની પૂર્ણ પ્રતિમાનું શાસ્ત્રોકત વિધિથી પૂજન કરવામાં આવશે.  આ વર્ષે કોરોના મહામારી ને કારણે મહાપ્રસાદનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે જેની તમામ ભાવિકો અને ધર્મપ્રેમી જનતાએ નોંધ લેવા ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા યાદી માં જણાવ્યું છે...