વાંકાનેર જૈન પરિવારના પુત્રની શ્રીફળ વિધીની ચાંદલાની રકમ રૂ.૯૧૧૧/- ની રકમ શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળામાં અર્પણ....
જૈન સમાજનું પ્રેરક પગલું સ્વ.પ્રભુલાલ ફૂલચંદભાઈ દોશી(પ્રફૂલસાહેબ અમરસિંહજી હાઈસ્કૂલ વાંકાનેર ) અને હંસાબેન ના સુપુત્ર ચી.નિલેશભાઈ દોશી ની શ્રીફળ વિધી રાણેકપર નિવાસી હાલ વાંકાનેર ભરતભાઈ શાંતિલાલ ગાંધીની સુપુત્રી ચી. કલ્પના સાથે ગત તા.૩૧/૧/૨૦૨૧નાં શુભ દિવસે યોજાયેલ.
આ શ્રીફળ વિધિ પર્વએ પરોપકારી પરમાર્થ કરી ચાંદલાની રકમ રૂ. ૯૧૧૧/- ની વ્યવહારની રકમ પ્રેરણાત્મક પગલું ભરી તમામ રકમ શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળાને અપઁણ કરી જીવદયાના દાનમાં અર્પણ કરીને સમાજને નવો રાહ ચીધનાર સાચા અર્થમાં જીવદયાપ્રેમી,ગૌપ્રેમી નિલેશભાઈ પર ચોતરફથી અભિનંદનની વષાઁ થઇ રહેલ છે, અત્રે ઉલ્લેખનીય છે કે નિલેશભાઈ દોશી વાંકાનેર મેઈન બજારમાં સઈ સુથાર શેરીમાં અરિહંત ટ્રેડર્સ નામની પેઢી ચલાવે છે તેમજ તેમનાં મિત્ર વર્તુળ ઘણા વર્ષોથી શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળાની ગાયોની સેવા કરી રહેલ છે તેમજ વાંકાનેર પંથક જીવદયા પ્રેમી માટે આનંદિત કરતી પ્રેરણાદાય વાત છે...
શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા
દિવાન પરા, વાંકાનેર
તસવીર/અહેવાલ:
નવદીપ ભટ્ટી. વાંકાનેર.
7984295743
અનુમોદના
ReplyDeleteઅંતર થી અનુમોદના અનુમોદના
ReplyDelete