Friday, 19 February 2021

વાંકાનેર ની ચિ. મૈત્રીએ પણ પોતાની જન્મ તા. ૩૦-૦૧ ની યાદીભેટ સ્વરૂપે રૂ. ૩૦૦૧/- રૂપિયાની નિધી રામ મંદિર નિર્માણમાં સમર્પિત કરેલ છે.

 જય સીતારામ

🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

पापिउ जाकर नाम सुमिरहीं...

अति अपार भवसागर तरहीं।

જેમના નામના સ્મરણમાત્રથી પાપીઓ આ દુષ્કર ભવસાગર તરી જાય છે, એવા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારના દિવ્યાતિદિવ્ય મંદિરનું પુનઃનિર્માણ માઁ સરયુના કિનારે મોક્ષદાયિની અયોધ્યા નગરીમાં થઈ રહ્યું છે.

સદીઓની પ્રતીક્ષા બાદ સાકાર થઈ રહેલા આ પ્રત્યેક હિંદુ હ્રદયના સ્વપ્ન સમાન મંદિરનિર્માણ માટે શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા જે 'નિધી સમર્પણ અભિયાન' ચાલી રહ્યું છે એ અંતર્ગત વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતી

ચિ. મૈત્રી ગોપાલભાઈ પંડયા

નામની  આઠ વર્ષની દીકરીએ પણ પોતાનું નાનકડું યોગદાન આપવાનો સંકલ્પ રજુ કરેલ. ઐતિહાસિક રામસેતુના નિર્માણ દરમિયાન એક ખિસકોલીએ જેમ રેતીના કણનું યથાશક્તિ શ્રમદાન આપેલું, એમ ચિ. મૈત્રીએ પણ પોતાની જન્મતારીખ ૩૦-૦૧ ની યાદીભેટ સ્વરૂપે પોતાના નાનકડા ગલ્લામાં એકત્રિત થયેલ ૩૦૦૧/- રૂપિયાની નિધી સમર્પિત કરેલ છે.

શ્રીરામભક્તિ અને ધાર્મિકતાના આ સંસ્કાર ચિ. મૈત્રીને વારસાગત છે. મૈત્રીના દાદા શ્રી જગદિશભાઈ ભગવાનજીભાઈ પંડ્યાએ ૧૯૯૨ ની કારસેવામાં પૂર્ણપણે સક્રિય રહી, વાંકાનેરના સર્વે કારસેવકોને પવિત્ર સરયુ નદીના પાણીમાં કેડસમાણા ઊભા રાખીને સરયુપૂજન તથા પિતૃતર્પણ કરાવીને ધન્યતા અનુભવેલી. એમ જ મૈત્રીના પિતા ગોપાલભાઈએ પણ એ સમયે "અવધપુરીના ધામમાં, ઈંટ અમારા ગામની" સૂત્ર સાથે વાંકાનેર તાલુકાના ગામેગામ થયેલા શિલાપૂજનમાં ધાર્મિક વિધી-વિધાનપૂર્વક "શ્રીરામશિલાપૂજન" કરાવી પૂણ્યનું ભાથું બાંધેલ.

હિંદુત્વના રંગે પૂર્ણપણે રંગાયેલા મૈત્રીના દાદા શ્રી જગદિશભાઈએ શ્રીરામમંદિર નિર્માણ નિધી સમર્પણ યજ્ઞમાં આપેલા ૨૧૦૦/- રૂપિયાના યોગદાનથી સવાયું એવું ૩૦૦૧/- નું યોગદાન આપવાની ઈચ્છા વ્યક્ત કરનાર નાનકડી મૈત્રી એ ધાર્મિકતાની બાબતમાં પણ દાદાથી સવાઈ થવાનો શુભ સંકેત આપેલ છે.


धर्मो रक्षति रक्षित:।


જય સીતારામ


🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

3 comments: