કારસેવક શહીદ શૈલેષકુમારની પુણ્યયાદમાં પંચાલ પરિવારએ રૂ.51,000/- નિધિ શ્રીરામ મંદિર નિર્માણ માટે અર્પણ કરી...
સમગ્ર ભારત આજ શ્રીરામ મંદિરના નવનિર્માણનાં રંગે રંગાયું છે ત્યારે સુરેન્દ્રનગરના પંચાલ પરિવારમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જાણે પંચાલ પરિવાર નું 19 વર્ષ પેહલા નું સ્વપ્ન આજ પૂર્ણ થતું હોય તેવું લાગી રહ્યું છે...
આ વાત આશરે 19 વર્ષ પહેલાંની છે. ગુજરાતમાં 27મી ફેબ્રુઆરી, 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન કે જે અયોધ્યાથી અમદાવાદ આવી રહી હતી. આ ટ્રેનના કોચ નંબર S-6ને જ્વલનશીલ પ્રવાહી છાંટીને સળગાવી દેવામાં આવ્યો હતો. જેમાં 59 લોકોના મોત થયા હતાં અને 40થી વધારે લોકોને ગંભીર ઈજા થઈ હતી...
આ કોચમાં વાંકાનેર શહેરના કારસેવક શહીદ શૈલેષકુમાર રણછોડભાઈ પંચાલ સવાર હતા અને તેને શ્રીરામ મંદિર માટે પોતાના પ્રાણ ની આહુતિ આપી હતી. ત્યારે આ ઘટનાથી આખો વાંકાનેર પંથક શોક માં ગરકાવ થઈ ગયો હતો..
આજ રોજ જ્યારે રામજન્મ ભૂમિ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર નું ભવ્ય નવ નિર્માણ થઇ ગયું છે ત્યારે આ મૂળ વાંકાનેર નિવાસી હાલ સુરેન્દ્રનગર સ્થિત ભાવેશભાઈ પંચાલ પરિવારમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે જાણે શહીદ શૈલેષકુમાર પંચાલ નું સ્વપ્ન પૂર્ણ થતું હોઈ તેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે...ભાઈ તારું તને અર્પણ કરી છીએ...તેવી લાગણી વ્યક્ત કરી છે.
આ તકે શ્રીરામ મંદિર નિર્માણ માટે નિધિ એકત્ર ની જે ઝુંબેશ સમગ્ર ભારતભર માં ચાલી રહી છે ત્યારે કરસેવક શહિદ શૈલેષભાઈની પુણ્ય યાદમાં તેમના માતૃશ્રી જશુમતીબેન રણછોડભાઈ પંચાલએ તેમનાં હસ્તે રૂ.51,000/- શ્રી રામ મંદિર નિર્માણમાં નિધિ અર્પણ કરી અને ભાવેશભાઈ પંચાલ,કિરણબેન પંચાલ અને તેમના પુત્ર દેવદત્ત પંચાલે તેમનાં પિતાશ્રી સ્વ.રણછોડભાઈ પંચાલનાં આત્મ કલ્યાણ અર્થે રૂ.5051/- વિશેષ નિધિ અર્પણ કરી ધન્યતા ની લાગણી અનુભવી હતી...
અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર 7984295743
No comments:
Post a Comment