વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે સંસ્કાર ભવનને કોરોના મહામારી બાદ આશરે ૧વર્ષ બાદ લોકો માટે ખુલ્લો મુકાયો..
વાંકાનેર ખાતે તપોભૂમિ સમુ શ્રી ગાયત્રી શક્તિ પીઠનાં પરિસરમાં આવેલ વાત્સલ્ય ભવન ઉપર નવનિર્મિત શ્રીમતી વનીતાબેન અમૃતલાલ શાહ સંસ્કાર ભવનનું રૂ.૭૩ લાખના ખર્ચે નવનિર્માણ ગત વર્ષ ૨૦૨૦માં થયું હતું અને ત્યાર બાદ તેમનું ભવ્ય ઉદઘાટન દાતાશ્રી વનિતાબેનનાં અને તેમના આમંત્રિત પરિવારજનોના વરદહસ્તે તા.૭/૩/૨૦૨૦ નાં રોજ દાતાશ્રી વનિતા બેનના ૯૦માં જન્મદિવસ નિમિતે ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યાર બાદ દેશ ભરમાં કોરોના મહામારી નાં કારણે લોકડાઉન આવી જતા અને પછી સરકારશ્રીની નવી નવી ગાઇડલાઈન આવતા તેમનું ઉદઘાટન કરી તેમનો ઉપયોગ કરવામાં ન હતો આવ્યો. આજ દિવસ સુધી સરકારશ્રી ગાઈડ લાઈન મુજબ બંધ રાખવામાં આવ્યો હતો....
ત્યાર બાદ આજ રોજ શ્રી ગાયત્રી પરિવાર વાંકાનેરના સભ્યશ્રી શૈલેષભાઈ ત્રિવેદીના ઘરે પારિવારિક પ્રસંગ આવતા ત્યારે શ્રી ગાયત્રી પરિવાર અને શૈલેષભાઈ ત્રિવેદીના પરિવાર દ્વારા આજ તા.૧૩/૨/૨૧ નાં રોજ આ નવનિર્મિત ભવનમાં સત્યનારાયણ ભગવાન ની કથા કરવા આવી હતી આ પ્રસંગે ગાયત્રી પરિવારના અશ્વિનભાઈ રાવલ,જયંતીભાઈ ધરોડિયા,ભરતસિંહ જાડેજા, મણીભાઈ ધામેચા, દવેસાહેબ,રાહુલ જોબનપુત્રા તેમજ ગાયત્રી પરિવારના સભ્યો ઉપસ્થિત હતા અને ભવનને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે..
હવેથી જે કોઈ ને પણ આ ભવન નો હોલ પ્રસંગોપાત ભાડે જોતો હોય તેને નિયમ મુજબ ભાડે મળશે. તેના માટે અશ્વિનભાઈ રાવલ 9428297978નો કોન્ટેક કરવાનો રેહસે...
અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર.7984295743
No comments:
Post a Comment