Friday, 5 February 2021

મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી ચેતનગીરી ગોસ્વામીએ પ્રદેશ ભાજપ પ્રમુખના નવા નિર્ણયને આવકાર્યો....

 મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી ચેતનગીરી ગોસ્વામીએ પ્રદેશ ભાજપ પ્રમુખના નવા નિર્ણયને આવકાર્યો....

આ તકે  ચેતનગીરી ગોસ્વામી જણાવ્યું કે ભાજપ દ્વારા નેતાના એકેય સંબંધીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ નહિ, ૬૦ વર્ષથી મોટી વયના કોઈ દાવેદારને ટિકિટ નહીં અને ત્રણ ટર્મથી જીતતા ઉમેદવારો તેમજ નેતાઓનાં સગાને ટિકિટ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેને મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી ચેતનગીરી ગોસ્વામી આવકાર્યો છે

  વધુમાં ચેતનગીરી ગોસ્વામીએ જણાવ્યું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ઉમેદવારની પસંદગી બાબતે ગુજરાત પ્રદેશ ભાજપા પાર્લામેન્ટ્રી બોર્ડમાં નવયુવાનોને તક આપવા માટે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણયને મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી ચેતનગિરિ સુરેશગિરિ ગોસ્વામીએ આવકાર્યો છે અને લેખિતમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને પત્ર લખીને આભાર વ્યક્ત કર્યો હતો અને આ નિર્ણયથી ઘણા બધાં યુવાનોને તક મળશે અને તેની સાથો સાથ નેતૃત્વ કરવા માટે દરેક યુવાનોને તક મળશે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.

અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર 7984295743

No comments:

Post a Comment