વાંકાનેરના વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે ૩૨ માં રાષ્ટ્રીય સડક સુરક્ષા માહ અંતરંગ મેડિકલ
હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
વાંકાનેર પાસે આવેલ વઘાસિયા ટોલ પ્લાઝા નું સંચાલન સંભાળતી સેફવે કન્સેસન્સ કંપની દ્વારા વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે ૩૨માં રાષ્ટ્રીય સડક સુરક્ષા માહ અંતર્ગત ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ અને આંખ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ મોરબી જિલ્લા પોલીસવડા શ્રી સુબોધ ઓડેદરા એ હાજરી આપી અને તેમના હસ્તે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ નું રીબીન કાપી આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં સેફવે કન્સેસન્સ કંપની ના સીનીયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નવનીત ગોયલ, પ્રોજેક્ટ મેનેજર શ્રી શોએબ ખાન, પ્લાઝા મેનેજર શ્રી રંજનકુમાર રાય તેમજ વઘાસિયા ટોલ પ્લાઝા ટીમ ની ઉપસ્થિતિ માં મોરબી જીલ્લા પોલીસ સ્ટાફ ની સલામતી માટે સેફવે કન્સેસન્સ કંપની દ્વારા ૧૦૦ નંગ સેફ્ટી કીટ મોરબી જીલ્લા પોલીસવડા ને આપવામાં આવી હતી. ટોલ પ્લાઝા પર થી પસાર થતા ૧૦૦ જેટલા વાહન ચાલકો નું મેડિકલ ચેકઅપ તેમજ આંખ નું નીદાન કરવામાં આવ્યું હતું.
તસવીર/અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર 7984295743
No comments:
Post a Comment