આઇશ્રી ખોડિયાર મંદિર, માટેલધામ ખાતે શ્રી ખોડિયાર જ્યંતી ની આસ્થા પૂર્વક આજે ખોડિયાર જ્યંતી ની ઉજવણી
નવદીપ ભટ્ટી દ્વાર તા , ૨૦/૨
વાંકાનેર તાલુકાના અને મો૨બી જિલ્લા ના જગ વિખ્યાત આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર , માટેલધરા ખાતે આજરોજ શ્રી ખોડિયાર જ્યંતી ના પાવન પુણ્યશાળી અવસરે આસ્થાભેર ભક્તિમય ના દિવ્ય વાતાવરણ વચ્ચે ઉજવણી થયેલ છે , સવારે માતાજી નુ પૂજન અર્ચનવિધિ , મહા આરતી તેમજ સવારે ૯ : 30 કલાકે બાવન ગજ ની ધજારોહણઃ વિધિ મંદિર દ્વારા કરવામાં આવેલ હતી , તેમજ અસંખ્ય ભાવિક ભક્તજનોએ ધજા ચડાવેલ છે ,, જય જય ખોડિયાર ના નારાથી અત્યારે વાતાવરણ માટેલ માં ગુંજી રહેલ છે ,, ખોડિયાર માતાજી કી જય નારા થી વાતાવરણ ગુંજી ઉઠેલ છે ,, મંદિર ના મહંત શ્રી રણછોડદાસબાપુ ના માર્ગદર્શન હેઠળ આજે મહા પ્રસાદ ની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે સવારે પૂજારી શ્રી ખોડીદાસબાપુ , શ્રી રણુદાસબાપુ , શ્રી જગદીશબાપુ, શ્રી વિશાલભાઈ , ચેતનભાઈ , દ્વારા માતાજી નુ પૂજન કરવામાં આવેલ હતું આજે દૂર દૂર થી માટેલધરા ખાતે ભાવિકો આઇશ્રી ખોડિયાર માતાજી ના દર્શન કરવા , મહા આરતી નો લાભ લેવા પહોંચી ગયા છે , આજે ખોડિયાર માતાજી નો જન્મદિવસ હોય માટેલધરા ખાતે નિજ મંદિર આખું પુષ્પહાર થી સજાવટ કરવામાં આવેલ છે તેમજ અનેરા પુષ્પો થી સુંદર રંગોળી કરવામાં આવેલ છે શ્રી વિશાલભાઈ ના જણાવ્યા અનુસાર આજે શ્રી ખોડિયાર જ્યંતી હોય ભાવિક ભક્તજનો માં અનેરો આનંદ ઉત્સાહ સવારથી માટેલ માં જોવા મળી રહેલ છે સહુ ભાવિક ભક્તજનો માતાજી ના દર્શન કરીને તન , મન , ને શાંતિ મેળવી આજે ધન્યતા અનુભવી રહ્યા છે તેમજ માટેલધરા નુ પવિત્ર જળ લઈને સહુ આજે જાય છે આજરોજ બપોરે અગિયાર વાગ્યાથી જ મહા પ્રસાદ ચાલુ થયેલ હતો , જૅ બપોર ના ત્રણ વાગ્યાં સુધી ચાલશે તેમજ સાંજે માતાજી ની દીપમાળા ની મહા આરતી , કરવામાં આવશે જૅ યાદી આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધરા ના મહંત શ્રી રણછોડદાસબાપુ દુધરેજીયા માટેલ મંદિરે થી જણાવેલ છે ,,,
(તસ્વીર , અહેવાલ : નવદીપ ભટ્ટી, વાંકાનેર
Jay mataji....bhatti bhai
ReplyDeleteHa...bhai....jay mataji
Delete