ગાયત્રી શક્તિ પીઠ ખાતે લોહી નું યોગ્ય પરિભ્રમણ થાય તે માટે ૫ નંગ "ફૂટ પ્લસ" ની નિશુલ્ક સુવિધા કરાય...
વાંકાનેર.
શ્રી ગાયત્રી શક્તિ પીઠ વાંકાનેર જે સેવાકાર્યની તપોભૂમિ બની ગઈ છે. આ ગાયત્રી પરિવાર ના અશ્વિનભાઈ રાવલ ની અંગત દેખરેખમાં અનેક સેવાકાર્યો ની જ્યોત પ્રજ્જવલિત છે. આ શક્તિ પીઠ દ્વારા બાળકો ને નિશુલ્ક શિક્ષણ, માનસિક દિવ્યાંગ બાળકોને અંગત શિક્ષક ની દેખરેખમાં શિક્ષણ, રાહત દરે ટિફિન વ્યવસ્થા, મેડિકલ કેમ્પો,ગૌશાળા, શિવણનાં વર્ગો તદૂપરાંત એમ્બ્યુલંસ સેવા, વૈકુંઠ રથ સેવા જેવા અનેક સેવા કાર્ય થઈ રહ્યા છે....
ત્યારે આજ રોજ શ્રી ગાયત્રી પરિવારના અશ્વિનભાઈ રાવલના જણાવ્યા પ્રમાણે આજ રોજ શ્રી શક્તિ પીઠ ખાતે વાંકાનેરમાં સૌ પ્રથમ "ફૂટ પ્લસ" નંગ ૫ મશીન મૂકવામાં આવેલા છે તેમાં ગોઠણ/ઘૂંટણના દુખાવાના દર્દી, જેને ખાલી ચડી જતી હોય, સોજા ચડતા હોય,પગના તળિયે સતત ઝણઝણાટી થતી હોય,પગના ગોટલાનો દુખાવો અને પગના સ્નાયુ ખેંચાણને લગતી સમસ્યા ઈલાજ અને પગના અસહ્ય દુખાવો હોય તેવા દર્દીઓ માટે આ "ફૂટ પ્લસ" મશીન આશીર્વાદ સમાન છે અને આ મશીનનો તદન નિશુલ્ક (મફત)લાભ શ્રી ગાયત્રી શક્તિ પીઠેથી લઈ શકાશે..
આવા દર્દીએ શ્રી શક્તિ પીઠ ખાતે સંપર્ક કરી નામ,નંબર અને સમય રજીસ્ટેશન કરાવી દરરોજના ૩૦મિનિટ લાભ લઈ શકે છે....
શ્રી અશ્વિનભાઈ રાવલના જણાવ્યા અનુસાર આ "ફૂટ પ્લસ"નાં દરરોજ નાં માત્ર ૩૦ મિનિટ ઉપયોગ કરવા થી શરીર માં ઘણા બધા ફાયદાઓ થાય છે શરીરમાં લોહી નું પરિભ્રમણ થાય છે,ગંભીર બીમારી જેમ કે બ્લડપ્રેશર,સ્ટ્રોક,પેરાલિસિસ અને હાર્ટ એકટ આવતા બચાવે અને આ "ફૂટ પ્લસ" મશીન અનેક રીતે લાભકારી છે..
વધુમાં અશ્વિનભાઈ રાવલના જણાવ્યું કે જે દર્દી એ સ્પેસમેકર મુકાવેલ હોઈ, હાર્ટના દર્દી, સગર્ભા મહિલા, લોહી ગંઠાઈ જાય તેવા દર્દી, વાઈ આવતી હોઈ તેવા દર્દી આ "ફૂટ પ્લસ" નો ઉપયોગ કરી શકશે નહિ.
અહેવાલ/તસવીર:
નવદીપ ભટ્ટી વાંકાનેર 7984295743
No comments:
Post a Comment