Saturday, 30 January 2021

વાંકાનેર નિવૃત શિક્ષિકાએ પોતાના જન્મદિવસ નિમિત્તે રામ મંદિર ના નિર્માણ કાર્ય માટે રૂ.૧૧૦૦૦/- ની નિધિ અર્પણ...

 વાંકાનેર નિવૃત શિક્ષિકાએ પોતાના જન્મદિવસ નિમિત્તે રામ મંદિર ના નિર્માણ કાર્ય માટે રૂ.૧૧૦૦૦/- ની નિધિ અર્પણ...


વાંકાનેર શહેરના નિવૃત શિક્ષિકા શ્રીમતી રીટાબેન વિનુભાઈ રુપારેલીયા કે જેમણે રાતીદેવડી, તાલુકા શાળા નંબર 2 અને દિગ્વિજયનગર પ્રાથમિક શાળાના અનેક બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કાર્ય કર્યું છે. તેઓના આજ રોજ તા.૩૦/૧/૨૧ના રોજ જન્મદિવસ નિમિતે તેમને એક ઉમદા કાર્ય કરવાની નેમ અને શ્રીરામ ભગવાન પ્રત્યેની અતૂટ પ્રેમ, શ્રદ્ધા અને આસ્થા અને સાથે રાષ્ટ્રભક્તિ ,રાષ્ટ્રપ્રેમ ની જ્યોત સદા જલાવી રાખી છે ત્યારે

અયોધ્યા ખાતે સરયુ નદી કિનારે શ્રી રામ જન્મભૂમિ પર શ્રી રામ મંદિર ફકત રામ મંદિર નહિ એક રાષ્ટ્ર મંદિરનું પુનઃ નિર્માણ થઇ રહ્યું છે ત્યારે સૌ કોઈ પોતપોતાની યથાશક્તિ અનુસાર બે હાથે દાન નો ધોધ વરસાવી રહ્યા છે ત્યારે
શ્રીમતી રીટાબેન રૂપારેલિયા એ પોતાના જન્મદિવસની ઉજવણી યાદગાર બની રહે તે હેતુથી તેમને રૂ.૧૧૦૦૦/- નિધિ શ્રી રામ મંદિર, રાષ્ટ્ર મંદિર પુનઃ નિર્માણ અંતર્ગત અર્પણ કરી શ્રદ્ધા અને ભક્તિ ની લાગણી અનુભવી હતી....
તસવીર/અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર. 7984295743

વાંકાનેરની જીલ નીરવભાઈ મઢવી અને વૈદેહી પ્રકાશ ભાઈ મઢવીએ પોતાની પોકેટમની બચતની રકમ રામમંદિર નિર્માણ માટે અર્પણ કરી....

 વાંકાનેરની જીલ નીરવભાઈ મઢવી અને વૈદેહી પ્રકાશ ભાઈ મઢવીએ પોતાની પોકેટમની બચતની રકમ રામમંદિર નિર્માણ માટે અર્પણ કરી....

 અયોધ્યા ખાતે સરયુ નદી કિનારે શ્રી રામ જન્મભૂમિ પર શ્રી રામ મંદિર ફકત રામ મંદિર નહિ એક રાષ્ટ્ર મંદિરનું પુનઃ નિર્માણ થઇ રહ્યું છે ત્યારે સૌ પોતપોતાની યથાશક્તિ અનુસાર બે હાથે દાન નો ધોધ વરસાવી રહ્યા છે ત્યારે

  વાંકાનેરની બે નાની બાળાઓ જીલ નીરવભાઈ મઢવી અને વૈદેહી પ્રકાશ ભાઈ મઢવીએ બંનેએ પોતાની પોકેટમની બચતની રકમ પોતાના ગલ્લા માંથી કાઢી ૧૧૦૦/- ૧૧૦૦/- એમ રૂ.૨૨૦૦/- નિધિ રામમંદિર નિર્માણ માટે અર્પણ કરી.

આ બંને બાળાઓએ એક જૂની કહેવત છે કે "કૂવા માં હોઈ તો અવેડા માં આવે" તે કેહવત સાર્થક કરતી છે.. આ બંને બાળાઓના દાદા એટલે શ્રી અમરશીભાઈ મઢવી કે જેઓ એ કારસેવામાં ભાગ લઇ તે સમયે હિંદુત્વના રંગે રંગાયેલા છે તેમની આ દીકરા ની દીકરી જીલ અને વૈદેહી એ પોતાની પોકેટમની બચતની રકમ આ ભવ્ય રાષ્ટ્ર મંદિર નિર્માણ હેતુ નિધિ અર્પણ ઉચ્ચ સંસ્કાર અને સમર્પણ સાથે અર્પણ ની ભાવના ભવ્ય રીતે વ્યક્ત કરી છે.

તસવીર /અહેવાલ: નવદીપ ભટ્ટી-વાંકાનેર: 7984295743

Friday, 29 January 2021

જસદણ સિરામિક ગ્રુપ વાંકાનેર દ્વારા શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણમાં 1,11,111/-નિધિ અર્પણ....

 જસદણ સિરામિક ગ્રુપ વાંકાનેર દ્વારા શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણમાં  1,11,111/-નિધિ અર્પણ....

જસદણ સિરામિક ગ્રુપ વાંકાનેર દ્વારા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે મંદિર નિર્માણ નિધિ સમર્પણ મહા અભિયાનમાં 1,11,111/-(એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર) નું દાન સમર્પણ કર્યું હતું અને  જસદણ ગ્રુપ ચેરમેન પ્રજ્ઞેશભાઈ પટેલ,શૈલેષભાઈ પટેલ અને જગદીશભાઈ  પટેલ દ્વારા સમર્પણ કરવામાં આવ્યું હતું અને તેઓ આ અભિયાનમાં ફૂલ નહિ પણ ફૂલની પાંખડી રૂપી નિધિ અર્પણ કરી સર્મપણ ની ભાવના વ્યક્ત કરી હતી.

   વાંકાનેર શહેરના યુવા સફળ ઉદ્યોગપતિ અને હર હંમેશાલોક સામાજિક ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, ગૌસેવા ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, તમામ ક્ષેત્રમાં તન-મન-ધનથી સેવા પ્રદાન કરનારા અને જસદણ ગ્રુપ ના MD ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, પાટીદાર સેવા સમાજ ના પ્રમુખ, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ R.C. , વાંકાનેર શહેરના યુવા ભામાશા શ્રી પ્રજ્ઞેશભાઈ બેચરભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલ એ આ અગાઉ પુલવામાં શહીદ થયેલા સૈનિકો, વાંકાનેર ઉપર આવેલી દરેક કુદરતી આફતોમાં વાંકાનેર શહેર ના તમામ ધાર્મિક તહેવારોમાં  રીતે તન-મન-ધનથી પ્રજા સાથે, પ્રજા વચ્ચે રહીને માનવતાની મહેક પ્રસરાવી છે.


આ તકે જસદણ સિરામિક ગ્રુપએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે મંદિર નિર્માણ નીધી સમર્પણ મહા અભિયાનમાં પણ માતબર દાન આપી ધન્યતા અનુભવી છે....

અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર..

Thursday, 28 January 2021

વાંકાનેર ના ચિત્રખડાના તરવરિયા યુવાનેતા અને કોળી સમાજના આગેવાન એવા સુખદેવ ડાભી નો જન્મદિવસ....

 અમારા પરમ મિત્ર અને કોળી સમાજના યુવા આગેવાન.. જેવો સામાજિક,રાજકીય અને લોકપ્રશ્ન  કોઈપણ કામ માટે હંમેશા તત્પર રહેનારા એવા સુખદેવભાઈ ડાભી ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.


જન્મદિવસના_શુભ_અવસર_પર આપશ્રીને તંદુરસ્તી, ઐશ્વર્ય કીર્તિ અને દિર્ધાયુની કામના સાથે આપ ...જીવનના દરેક ક્ષેત્રમાં ઊત્તરોતર પ્રગતિ પુરુષાર્થ અને સંબંધોના સેતુથી થતી રહે...અને ઈશ્વરની કૃપાની છત્રછાયાથી જીવનમાં આવતી દરેક પળો આનંદમય, મંગલમય, યશસ્વીમય બની રહે તેવી શુભેચ્છાઓ..

સુખદેવભાઈને શુભેચ્છા ....આપવા માટે

સુખદેવ ડાભી:+91 99984 32419

########################################################


Saturday, 23 January 2021

સાંસદ મોહનભાઈ કુંડરિયા કોરોના પોઝિટિવ

 સાંસદ મોહનભાઈ કુંડરિયા કોરોના પોઝિટિવ : હોસ્પિટલમાં દાખલ....

મોરબી : મોરબી જિલ્લા ભાજપના આગેવાન અને રાજકોટના સાંસદ સભ્ય મોહનભાઇ કુંડરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગે મોહનભાઈએ તેમના પોતાના ઓફિસયલી ટ્વિટર હેડલ પર જણાવ્યું હતું કે મને કોરોના ના શરૂઆતી લક્ષણ જણાતા આજે મેં કોરોના રિપોર્ટ કરાવ્યો. જે પોઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ મુજબ હું હોસ્પિટલમાં દાખલ થયેલ છું. છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલ લોકોને અપીલ કે તેઓ પણ સ્વેચ્છાએ હોમ કવોરન્ટાઇન થવા અથવા તો ડોક્ટર પાસે ટેસ્ટ કરાવવા વિનંતી.

સાંસદ મોહનભાઇ કુંડારીયાનો કોરોના રિપોર્ટ પીઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડાયા છે. ટ્વીટર અને ફેસબુક પર સ્વયં કુંડારિયાએ જ આ અંગેની માહિતી શેર કરી હતી. કોરોના ટેસ્ટના સામાન્ય લક્ષણો જણાતા બે વખત ટેસ્ટ કરાવ્યો હતો. જો કે, જ્યારે RTPCR ટેસ્ટ કરાવતા તેમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી.હોસ્પિટલમાં દાખલ કરાયા છે તેની જાણકારી હજુ મળી નથી.

Friday, 22 January 2021

વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં રૂપિયા 44,95 કરોડ ના રોડ રસ્તા મંજૂર.....સરકારનો આભાર માંનતું વાંકાનેર તાલુકા ભાજપ....

 વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં રૂપિયા  44,95 કરોડ ના રોડ રસ્તા મંજૂર.....સરકારનો આભાર માંનતું વાંકાનેર તાલુકા ભાજપ....

વાંકાનેર વિધાનસભા વિસ્તારના ઘણા ગામોના રસ્તાઓ સારા વરસાદને પગલે ધોવાઇ ગયા હતા તો ઘણા ગામડા પડી ગયા હોવાની રજૂઆત ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા વાંકાનેર તાલુકા ભાજપ અગ્રણી અને વાંકાનેર યશસ્વી યુવરાજશ્રી કેસરીદેવસિંહજી ઝાલા સમક્ષ કરતા તેઓએ તેની નોંધ લઇ રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા અને નવનિયુક્ત મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા સમક્ષ કરી વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા નવા અને રી-કાર્પેટ થાય તે માટેની ગ્રામ્ય પ્રજાની લાગણી વ્યક્ત કરેલ.


ઉપરોક્તને અગ્રણીઓએ યુવરાજશ્રી કેસરીદેવસિંહની લાગણી ને રાજ્ય સરકારમાં ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ રજુ કરેલ જેને પગલે રાજ્ય સરકાર દ્વારા વાંકાનેર વિધાનસભા વિસ્તારના ખરાબ થયેલા રસ્તાઓ માટે કે જે સાત વર્ષથી રિ કારપેટ થયા નથી.


આ રસ્તાઓનો માર્ગ મકાન વિભાગ હેઠળ આવે છે તે રસ્તા માટે રૂ 24.95 કરોડ અને પંચાયત હસ્તકના ખરાબ થયેલા રોડ રસ્તાઓ માટે રૂપિયા 20 કરોડ આમ કુલ રૂપિયા 44.95 કરોડ મંજૂર કરતા વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી છે.

અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર.7984295743



Thursday, 21 January 2021

વાંકાનેરમાં શ્રી ભગવતી કોલ્ડ્રિંક્સ અને આઇસ્ક્રીમ નું નવા સ્વાદ સાથે નવું સાહસ સાથે નવપ્રસ્થાન....

 વાંકાનેરમાં શ્રી ભગવતી કોલ્ડ્રિંક્સ અને આઇસ્ક્રીમ નું નવા સ્વાદ સાથે નવું સાહસ સાથે નવપ્રસ્થાન....



વાંકાનેર તા.21/1/21

વાંકાનેર શહેર ની સ્વાદપ્રિય જનતાને છેલ્લા 75 વર્ષથી સતત અનેક ફ્લેવર્સ માં ઠંડા પીણાં અને આઇસ્ક્રીમ પીરસતું એક માત્ર શ્રી ભગવતી કોલ્ડ્રિંક્સ અને આઇસ્ક્રીમ નું આજરોજ વાંકાનેર મધ્યે એવા માર્કેટ ચોક ખાતે આવેલી નાસ્તા બઝાર ખાતે નવનિર્મિત ૐ શક્તિ કોમ્પલેક્ષ ખાતે ભવ્ય ઉદ્ઘાટન શ્રી ગાયત્રી શક્તિપીઠ વાંકાનેરના મહંત શ્રી અશ્વિનભાઈ રાવલ ના વરદ હસ્તે રીબીન કાપી સ્વાદપ્રિય જનતા સમક્ષ ખુલ્લું મૂકવામાં આવ્યું છે...



Taste of city જયસ્વાલ ગ્રુપ શ્રી ભગવતી કોલ્ડ્રિંક્સ અને આઇસ્ક્રીમનાં ઓનર સ્વ.મનુભાઈ જયસ્વાલ અને હરેશભાઈ,જગદીશભાઈ,લાલાભાઈ,મોહિતભાઈએ હંમેશને માટે વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારની સ્વાદપ્રિય જનતા ને કોલ્ડ્રિંક્સ અને ઠંડા પીણામાં અલગ વેરાયટી આપતા રહ્યા છે. લીંબુ સોડા અને જીરા મસાલા સોડામાં તેમની અલગ જ માસ્ટરી છે. તદુપરાંત ત્યાં આપને દરેક કંપનીના દરેક ફ્લેવરમાં આઈસક્રીમ દરેક પ્રકારના કોલ્ડ્રિંક્સ, ઠંડા પીણા, નેચરલ ફ્રુટ જ્યુસ, સેઇક તદ્દન વ્યાજબી ભાવે મળશે. સાથે તાજા ગરમાગરમ મસાલેદાર પફ મળશે...

તેમનું નવું સરનામું

ન્યુ ભગવતી કોલ્ડ્રિંક્સ, માર્કેટ ચોક,નાસ્તા બજાર, ૐ શક્તિ કોમ્પલેક્ષ,વાંકાનેર.

તસવીર/અહેવાલ= 

નવદીપ ભટ્ટી વાંકાનેર.7984295743







Saturday, 16 January 2021

આંખના રોગોની સેવા માટે ગુજરાતમાં ડંકો વગાડનાર સેવાભાવી ડો. રમણીકભાઇ મહેતા અવસાન પામ્યા

 આંખના રોગોની સેવા માટે ગુજરાતમાં ડંકો વગાડનાર સેવાભાવી ડો. રમણીકભાઇ મહેતા અવસાન પામ્યા

સ્વ.ડો. રમણીકભાઇ મહેતા
ગુજરાતમાંથી બાળ અંધત્વને દેશવટો આપી, ત્રાંસી આંખવાળા બાળકોના ઓપરેશન્સ કરી બાળકોને નવી દ્રષ્ટિ આપી, મોતિયા, ઝામર, પડદાના ઓપરેશન્સ સાવ મફત કરી આપી, ગુજરાતમાં આંખની હોસ્પિટલોમાં ‘સુપર સ્પેશ્યાલીટી આઇ હોસ્પિટલ’ નો ગુજરાત સરકારનો દરજજો પ્રાપ્ત કરનાર, છેલ્લા ૧૬ વર્ષથી માતૃભૂમિ વાંકાનેરને આંખની તબીબી સારવાર માટે આંખના દર્દોના શ્રેષ્ઠ તબીબોને અમેરીકા-ઇંગ્લેન્ડથી વાંકાનેર લાવી, કેમ્પો યોજી, આંતરરાષ્ટ્રીય નામના અપાવનાર વાંકાનેરના સપૂત ડોકટર રમણીકભાઇ મહેતાનું કોરોના મહામારીથી લંડન ખાતે દુઃખદ અવસાન થયેલ છે.
તબીબી સેવાઓ પૈકી ૧૦-૧ર નિષ્ણાંત તબીબોને બંધુસમાજ દવાશાળામાં (દેવદયા ડાયગ્નોસ્ટીક સેન્ટર) દર અઠવાડિયે લાવી, મામૂલી ચાર્જથી શ્રેષ્ઠ તબીબી સેવા ઉપલબ્ધ કરાવનાર, ડીજીટલ એકસ-રે, પેથોલોજી લેબોરેટરી, દાંતના દર્દોનો અદ્યતન વિભાગ અને ફીઝીયોથેરાપીની સેવાઓમાં ૬૦ ટકા નાણાંકીય રાહત આપી ગરીબો, મજૂરો, મધ્યમવર્ગી પરિવારોને મદદ, સ્ત્રીરોગો, બાળકોના રોગોની સેવા શરૂ કરનાર ડો. રમણીકભાઇ મહેતા છે.

ગુજરાતમાં ૩૩ શાળાઓ બાંધનાર, દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટના કર્મચારીઓને હંમેશા વગર વ્યાજની લોન આપનાર, એક એવા પત્નીના પતિ કે જેમના પત્નીએ દુનિયાનું ચોથા નંબરનું સૌથી ઉચું કિલીમાંજારો શિખર માત્ર ચેરીટી માટે સર કર્યુ, એક એવા પુત્રના પિતા જે વિશ્વના બેન્કીંગ વિશેષજ્ઞ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરેલ તેવા ડો. રમણીકભાઇ મહેતાનું સમાજ માટે ખૂબ યોગદાન રહયું છે.


ગરીબીમાં ઉછરી, સ્કોલરશીપથી મેડીકલનો અભ્યાસ કરી, તજજ્ઞ તબીબ બની છેલ્લા પપ વર્ષથી લંડનમાં રહેતા ડો. રમણીકભાઇ મહેતાનો પરિવાર માદરે વતન વાંકાનેરને છેલ્લા ર૦ વર્ષથી સર્વસ્વ સમર્પણ કરવામાં આગળ રહયો છે. વાંકાનેર ખાતે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ લલિતભાઇ મહેતા તથા ટ્રસ્ટીઓ, સંખ્યાબંધ સામાજીક આગેવાનો અને જૈન સમાજે  ડો. રમણીકભાઇ મહેતાને ભાવભીની શ્રધ્ધાંજલિ પાઠવી હતી. તેઓશ્રીનું ટેલિફોનીક બેસણું સોમવાર, તા. ૧૮ જાન્યુઆરીના રોજ સવારે ૧૧ઃ૩૦ થી ૧રઃ૩૦ રાખેલ છે. મોબાઇલ નંબર અનંતરાય મહેતા (૯૪ર૬ર ૩૭પ૬૭), નિખીલભાઇ મહેતા (૯૪ર૮૮ ૮૯પ૮ર) ધવલભાઇ (૯૪૦૮૯ ૩૯૯૮ર)

અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર



Friday, 15 January 2021

રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ તથા શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા નાં ઉપપ્રમુખ ઇશ્વરભાઇ દોશી અરિહંત શરણ.....

 અરિહંત શરણ


વાંકાનેર તા.16.

રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ તથા શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળાનાં ઉપપ્રમુખ, ગોંડલ સંપ્રદાય સમિતિના સભ્ય, રરથી વધુ સંસ્થાઓ સાથે સંકળાયેલા ધર્માનુરાગી, ઉમદા વ્યકિતત્વ ધરાવતા ઇશ્વરભાઇ દોશીનું મોડી રાત્રે કોરોના સામેનો જંગ હારી જતાં તેમનો દેહવિલય થયો છે તેમની ઉંમર 79 વર્ષની હતી.ઇશ્વરભાઇ કેશવલાલ દોશી છેલ્લા કેટલાક વર્ષોથી સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખપદે રહીને વિરાણી પૌષધ શાળાનું રીનોવેશન સહિતની કામગીરી સફળતાપૂર્વક કરી હતી.
સમસ્ત જૈન સમાજમાં જ નહી પરંતુ અન્ય સમાજમાં તેઓ આદર પાત્ર હતા. ઇશ્વરભાઇ ૧૯૯૭થી શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળામાં ઉપપ્રમુખ પદે થી નિસ્વાર્થ સેવા આપી જીવદયા સેવાકાર્ય કરતા હતા. ઈશ્વરભાઇને કોરોના ડીટેકટ પાંચ દિવસ પહેલા થતાં તેમને રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ડોકટરોની સારવાર કારગત ન નીવડતા આજે મોડી રાત્રે ઇશ્વરભાઇ દોશીએ અંતિમ શ્વાસ  લીધા હતા. સમસ્ત જૈન સમાજમાં ખ્યાતિ મેળવેલા, સરળ સ્વભાવના ધર્માનુરાગી ઇશ્વરભાઇ દોશી અરિહંત શરણ પામતા શોકનું વાતાવરણ છવાઇ જવા પામ્યું છે.
અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર


Tuesday, 12 January 2021

વાંકાનેર ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા યુગપુરુષ યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો..

 વાંકાનેર ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા યુગપુરુષ યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો..


વાંકાનેર તા.૧૩/૧/૨૧
        વાંકાનેર ખાતે તા: ૧૨ જાન્યુઆરીના રોજ યુવા દિવસ નિમિત્તે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા યુગપુરુષ યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો..


આ કાર્યક્રમ વાંકાનેરની બ્રાહ્મણની ભોજનશાળા રામચોક ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હિરેનભાઈ પારેખ પૂર્વ મહામંત્રી મોરબી જિલ્લા ભાજપ , ચેતનગીરી ગોસ્વામી મોરબી જિલ્લા મહામંત્રી યુવા ભાજપ , હીરાભાઈ બાંભવા વાંકાનેર તાલુકા ભાજપ મહામંત્રી પધારેલ.. આ સિવાય વિપુલભાઈ ભાનુશાળી, અમરશીભાઈ, ધ્રુવરાજસિંહ ઝાલા જેવા ભાજપના અગ્રણીઓએ હાજરી આપેલ. આ કાર્યક્રમમાં જિલ્લા રમત પ્રશિક્ષણ ટ્રેનર વનરાજભાઈ અને વિશ્વજીતભાઇ એ પણ હાજરી આપેલ. 


આ તકે ખાસ I.C.D.S. વિભાગના  મોરબી જિલ્લાના પ્રોગ્રામ ઓફીસર મયુરીબેન ઉપાધ્યાય તથા વાંકાનેરના ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર તૃપ્તિબેન ખેર પધારેલ. વિશેષ ઉપસ્થિતિમાં એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ દર્શનાબેન જાની પધારેલ...

આ કાર્યક્રમમાં ટોટલ 115 યુવક યુવતીઓ અને અન્ય લોકોએ હાજરી આપી.
આ કાર્યક્રમમાં રમત-ગમતના સાધનો નું વિતરણ મહાનુભાવોના હસ્તે કરેલ. જેમાં ભાઈઓને ફૂટબોલ અને ચેસ ની કીટ આપેલ અને બહેનોને બેડમિન્ટનની કીટ આપેલ.


આ કાર્યક્રમ નો તમામ આયોજન સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મોરબી જિલ્લા સહ સંયોજક રાહુલ જોબનપુત્રા અને વાંકાનેર તાલુકા સંયોજક મહેશ ભાઈ માલકિયા એ કરેલ..

તસવીર /અહેવાલ::  નવદીપ ભટ્ટી વાંકાનેર





વાંકાનેર તાલુકા યુવા ભાજપ દ્વારા આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતી નિમિતે એક વિશાળ બાઇક રેલીનું આયોજન

 વાંકાનેર તાલુકા યુવા ભાજપ દ્વારા આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતી નિમિતે એક વિશાળ બાઇક રેલીનું આયોજન



વાંકાનેર તા.12/01/21
વાંકાનેર તાલુકા યુવા ભાજપ દ્વારા આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતી નિમિતે એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વાંકાનેર ગરાસીયા બોડીંગ ખાતેથી શરૂ કર શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને વાંકાનેર જકાતનાકા ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફુલહાર કરી સમાપ્ત કરવામાં આવી હતી. આ બાઇક રેલીનું આયોજન વાંકાનેર યુવરાજ કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ જગદીશસિંહ ઝાલા તેમજ વાંકાનેર એબીવીપી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું…
      વાંકાનેર તાલુકા યુવા ભાજપ દ્વારા આયોજિત આ બાઇક રેલીને વાંકાનેર તાલુકા ભાજપ મહામંત્રી હીરાભાઈ માલધારી, મોરબી જિલ્લા ભાજપ મંત્રી રસિકભાઈ વોરા, વિરોધપક્ષના નેતા ધમભા ઝાલા, વાંકાનેર તાલુકા ભાજપ અગ્રણી ગનીભાઈ દેકાવડીયા, અસરફભાઈ બાદી સહિતના આગેવાનો દ્વારા લિલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું….
તસવીર /અહેવાલ:: નવદીપ ભટ્ટી વાંકાનેર

Monday, 11 January 2021

વાંકાનેર ખાતે યોજાઇ સામાજિક સદભાવ બેઠક

વાંકાનેર ખાતે યોજાઇ સામાજિક સદભાવ બેઠક 




તા - 10/1/2021 ના રોજ વાંકાનેરની કે. કે. શાહ હાઈસ્કૂલ ના ઓડિટોરિયમ હોલ માં સામાજિક સદભાવ બેઠક નું આયોજન કરેલ હતું. જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ માંથી મોરબી જિલ્લા ના માનનીય જિલ્લા સંઘ ચાલકજી લાલિતભાઈ ભલોડિયા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત હતા તથા વાંકાનેર ના રઘુનાથજી મંદિરના મહંત શ્રી રેવાદાસ બાપુ અને વિશ્વ હિન્દુ પરિષદ માંથી જિલ્લા ના અધ્યક્ષ દિઘુભા ઝાલા ઉપસ્થિત હતા.  આ કાર્યક્રમમાં નગરની સાતેય વસ્તી માંથી દરેક જ્ઞાતિ અને સેવાભાવી સંસ્થા માંથી લોકો ઉપસ્થિત હતા. કાર્યક્રમમાં ભાઈઓ બહેનો મળી ને કુલ 130 ની સંખ્યા હતી. કાર્યક્રમ ના અંતે કારસેવક અમરશિભાઈ મઢવી એ  કારસેવા સમયનું આબેહૂબ વર્ણન કર્યું હતું.. આખા કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું.





તસવીર/અહેવાલ:: નવદીપ ભટ્ટી વાંકાનેર



Sunday, 10 January 2021

શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા ગૌસેવક સન્માન કાર્યક્રમ-૨૧

ગૌસેવક સન્માન

વાંકાનેર તા.૯/૧/૨૧ શનિવાર.

 મકર સંક્રાંતિ ના દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ હોય છે તે નિમિતે દાન એકત્ર કરવા માટે શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા જુદા જુદા શહેરો માં મંડપ નાખી દાન એકત્ર કરતા ગૌસેવકો નો વિશેષ સન્માન કાર્યક્રમ હતો તો આ અવસરે હું છેલ્લા  વર્ષ થી આ સંસ્થામાં એક ગૌસેવક તરીકે સેવા આપી રહ્યો છું તો આજ ના દિવસે અમારા વાંકાનેરના  પૂર્વ સાંસદશ્રી, વી.વી.પી. ઈન્જીનીયરિંગ કોલેજના પ્રમુખશ્રી, વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા સંસ્થાના પ્રમુખશ્રી  લલિતભાઈ મહેતા દ્વારા ને મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું તેની યાદગાર તસવીર..

મા.લલિતસાહેબ સાથે મારી યાદગાર તસવીર...

વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા ગૌસેવકોનો સન્માન સમારોહ યોજાયો

 વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા ગૌસેવકોનો સન્માન સમારોહ યોજાયો

વાંકાનેર: તા.10/01/2021

વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા જૈન ભોજનશાળા ખાતે તા.9/1/21,  શનિવારના રોજ ગૌશાળાની જીવદયા પ્રવૃત્તિઓમાં મકરસંક્રાંતિ પર્વ તથા લોકમેળામાં નિઃસ્વાર્થ સેવા આપતા, તેમજ રેલી કાઢી ઘરે ઘરે ગૌદાન એકત્ર કરતા, સંક્રાંત નિમિતે રાજકોટ ખાતે દાન એકત્ર કરવાની છાવણીમાં સેવા આપતા ગૌસેવકોનો સ્નેહમિલન તેમજ સન્માન સમારોહ યોજાયો હતો…

આ તકે સંસ્થાના પ્રમુખ લલીતભાઇ મહેતાએ જણાવ્યું હતું કે વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા છેલ્લા 19 વર્ષથી કતલખાને જતા 2359 ગૌવંશોને પોલીસ ખાતાની મદદથી છોડાવ્યા છે. જેમાં છેલ્લા 23 વર્ષથી એક દિવસના સરેરાશ 1127 પશુધન તથા હાલ 1049 ગૌવંશોને વાર્ષિક દોઢ કરોડનો ખર્ચે કરી નિભાવવામાં આવી રહ્યા છે….

વાંકાનેર પાંજરાપોળના સેક્રેટરી કેતન મહેતાએ જણાવ્યું હતું કે કોરોનાના કારણે સંસ્થાની 800 જેટલી દાન પેઢીઓમાં માંડ 30 ટકા જેટલી રકમ, ગૌ સેવા કરતાં નાગરિકો અને સંસ્થાઓ દ્વારા પણ 25 થી 35 ટકા તથા સારા-માઠા પ્રસંગોએ મળતા સહયોગમાં પણ થયેલ ઘટાડાથી આ વર્ષે દાનની આવકમાં 43 લાખની ઘડ પડી છે, જેથી સંસ્થાનું દેવું હાલ 20 લાખે પહોંચ્યું છે. આ સાથે જ વાંકાનેરના ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પોતે વ્યક્તિગત અને ધંધાકીય સંબંધો દ્વારા વાંકાનેર પાંજરાપોળને પાંચ લાખનું અનુદાન આપવાની જાહેરાત કરી હતી…

આ તકે વાંકાનેર જૈન સમાજ દ્વારા વાંકાનેર પાંજરાપોળને રૂ. 1,00,000, કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા રૂ.1,51,000, ઝવેરી ડેવલોપર્સ દ્વારા 51,000 તથા વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલના સ્ટાફ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ રૂ. 75,000 નું અનુદાન સંસ્થાને આપવામાં આવ્યું હતું…



વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા વાંકાનેર શહેરમાં 11 સ્થળોએ, રાજકોટમાં 20 સ્થળોએ તથા બજાર તેમજ રહેણાંક વિસ્તારોમાં ફરી મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે જીવદયા ભંડોળ એકત્ર કરતા બાપા સીતારામ મંડળ, વાસુકી મંડળ, જિનિયસ ગ્રુપ, તળપદા કોળી યુવક મંડળ, મિલપ્લોટ ખોડીયાર મંડળ, બર્ડ હેલ્પલાઇન ગ્રુપ, પાર્થધ્વજ હનુમાન ગ્રુપ, ખોડીયાર ગૌ સેવા ગ્રુપના ગૌસેવકો દ્વારા નિઃસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવી રહી છે…






વાંકાનેર પાંજરાપોળના આ કાર્યક્રમમાં હાજર તમામ મહાનુભાવો દ્વારા વાંકાનેર વિસ્તારની ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી હતી કે મકરસંક્રાંતિએ આપેલું જીવદયા દાન અનેક ગણુ પુણ્ય આપે છે તથા પાંજરાપોળમાં આશરો લેતી તમામ ગાયો અને ગૌવંશ માટે વાંકાનેર અને રાજકોટમાં સ્ટોલ પર તથા ઘરની ગૃહિણીઓ, વેપારીઓ તથા નોકરિયાત વર્ગને ઉદાર હાથે દાન આપવા અપીલ કરી હતી. વાંકાનેર તપગચ્છ જૈન સંઘના ટ્રસ્ટી, 9 મંડળોના ગૌસેવકો તથા વ્યક્તિગત 34 તેમજ વાંકાનેર શહેરના સ્થાનિક પત્રકારો ને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગૌ પ્રેમી-જીવદયા પ્રેમી કાર્યકરો હાજર રહ્યા હતા..


વાંકાનેર પાંજરાપોળના આ કાર્યક્રમમાં ટ્રસ્ટી વસંતભાઈ કંસારા, જયંતીભાઈ દોશી, કિતુભાઈ શાહ, કમિટી સભ્યો કલ્પેન્દુ મહેતા, વિપુલભાઈ શાહ, હસુભાઇ કરથીયા, પુષ્કરભાઈ ત્રિવેદી, વિનુભાઈ શાહ તથા શૈલેષભાઈ દોશી હાજર રહ્યા હતા.તેમજ કાર્યક્રમનું સંચાલન  અમરશીભાઈ મઢવી અને સંસ્થાના મેનેજર અજય આચાર્ય કર્યું હતું.

તસવીર /અહેવાલ:: નવદીપ ભટ્ટી વાંકાનેર