Friday, 26 February 2021

વાંકાનેર સિંધાવદર ગામના માલધારી સમાજના મતદારો ભાજપની સાથે

 વાંકાનેર સિંધાવદર ગામના માલધારી સમાજના મતદારો ભાજપની સાથે



માલધારી સમાજના આગેવાનોએ ભારે મતદાન કરી કમલ ખીલાવી દેવાની ખાતરી આપી

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી નજીક છે અને પ્રચાર અભિયાન અંતિમ તબક્કામાં પુરજોશમાં ચાલતું હોય ત્યારે આજ રોજ સિંધાવદર ખાતે માલધારી સમાજ ની જગ્યા શ્રી અણદાબાપાની જગ્યાએ ભાજપના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.



આ મિટિંગમાં વાંકાનેરના યુવરાજ અને જેમના નેતૃત્વમાં વાંકાનેર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડાઈ રહી છે તેવા કેસરીદેવસિંહજી ઝાલા, પૂર્વ સંસદ દેવજીભાઈ ફતેહપરા સાથે માલધારી જીતુભાઈ કાટોળિયા રાજકોટ કોર્પોરેટર, માલધારી કવાભાઈ ગોલતર,ગોવિંદભાઈ દેસાઈ, રાજાવડલા તથા તિથવા સીટ નાં ઉમેદવાર, અમરશીભાઈ મઢવી,સ્થાનિક યુસુફભાઈ મિરાઝી, ક્રિપાલસિંહ ઝાલા, મેહુલ ઠાકરાની, તથા માલધારી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને આ તકે સમાજના આગેવાનોએ ભાજપ તરફી વધુ મતદાન થાય તેવી ખાતરી આપી હતી. મીટીંગ બાદ સર્વે આમંત્રિત મહેમાનોએ દેશી જમણ ની મોજ માણી હતી.


  આ મીટીંગ નું આયોજન માલધારી સમાજના પ્રમુખ અને વાંકાનેર તાલુકા મહામંત્રી હીરાભાઈ બાંભવાં અને તેમની ટીમે એ કરી હતી.


તસવીર /અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર 7984295743

Monday, 22 February 2021

વાંકાનેરના સુરેશભાઈ પ્રજાપતિ તથા પરિવારે રામમંદિર માટે ₹ 1,05,555/- નિધિ સમર્પણ કરી

વાંકાનેરના સુરેશભાઈ પ્રજાપતિ તથા પરિવારે રામમંદિર માટે ₹ 1,05,555/- નિધિ સમર્પણ કરી

જેમના નામના સ્મરણમાત્રથી પાપીઓ આ દુષ્કર ભવસાગર તરી જાય છે, એવા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારના દિવ્યાતિદિવ્ય મંદિરનું પુનઃનિર્માણ માઁ સરયુના કિનારે મોક્ષદાયિની અયોધ્યા નગરીમાં થઈ રહ્યું છે.

સદીઓની પ્રતીક્ષા બાદ સાકાર થઈ રહેલા પ્રત્યેક હિંદુ હ્રદયના સ્વપ્ન સમાન મંદિરનિર્માણ માટે શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા જે *'નિધી સમર્પણ અભિયાન'* ચાલી રહ્યું છે એ અંતર્ગત વર્ષોથી સંઘનું કાર્ય કરતા તથા ભારતીય જનતા પાર્ટીનું સુકાન સંભાળતા *મૂળ વિનાયગઢ વાળા, હાલ વાંકાનેર રહેતા એવા શ્રી સુરેશભાઈ દેવકરણભાઈ પ્રજાપતિ (તથા મગનભાઈ તળશીભાઈ પ્રજાપતિ અને શંકરભાઇ છગનભાઇ પ્રજાપતિ પરિવાર)* તરફથી *₹ 1,05,555/-* રૂપિયાનું નિધી સમર્પણ આવેલ છે.

શ્રીરામભક્તિ અને ધાર્મિકતાના આ સંસ્કાર . *શ્રી સુરેશભાઈ તથા પ્રજાપતિ પરિવાર* ને વારસાગત છે.  

હિંદુત્વના રંગે પૂર્ણપણે રંગાયેલા એવા સુરેશભાઈએ *શ્રી રામશીલા* વાંકાનેર થી અયોધ્યા મોકલવાના અભિયાન માં પણ ઘણું કાર્ય કરેલ અને યોગદાન પણ આપેલ હતું.

કોરોના બાદ શ્રી વેદમાતા ગાયત્રી પ્રાથમિક શાળા શરૂ....

 વાંકાનેર. તા. 22/02/2021 ના રોજ ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે આવેલ  શ્રી વેદમાતા ગાયત્રી પ્રાથમિક શાળા  કોરોના મહામારી બાદ ફરીથી ધોરણ 6 , 7 અને 8 ના વિદ્યાર્થીઓ માટે સરકારશ્રીના આદેશ અનુસાર શરૂ કરવામાં આવી.

આ તકે ખાસ માસ્ક, સનિટાઈઝર સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં આવ્યું..

વિદ્યાર્થીઓના વાલીઓ પાસે થી મંજૂરીપત્ર લઇ તેમની પાસે લેખિતમાં રૂબરૂ સન્મતિ લઇ ને  બાળકો ને બોલાવવામાં આવ્યા હતા.

આ તકે ગાયત્રી પરિવાર ના અશ્વિનભાઈ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દરેક બાળકો ને તિલક કરી મીઠું મોઢું કરાવી પ્રવેશ કરવ્યો હતો. 

આમ આજ થી રેગ્યુલર સોશિયલ  ડિસ્ટન્સ નું ખાસ ધ્યાન રાખી ને ફરી થી શાળા  શરૂ કરવામાં આવી હતી. 

Saturday, 20 February 2021

વાંકાનેર વોર્ડ નં ૭નાં વિસ્તાર વિવેકાનંદ સોસાયટી ખાતે ભાજપનું કાર્યાલય ખુલ્લું મુકાયું

 વાંકાનેર ભાજપનાં સુપ્રીમો જીતુભાઈ સોમાણી હસ્તે કાર્યાલય ખુલ્લું મુકાયું...

હાલ જિલ્લા,તાલુકા અને કોર્પોરેશન ની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે  

વાંકાનેર નગરપાલિકા પર ભાજપ દ્વારા સતત બે દાયકાથી વધુ સતા પર સુશાસન કરી રહી છે અને  અનેક લોક સમસ્યા અને વિકાસ નાં કામો કર્યા છે ત્યારે ફરી થી સાત રૂઢ થાય તે માટે

 આજથી ભાજપ દ્વારા વાંકાનેર નગરપાલિકા ની ચૂંટણી સંદર્ભે ભાજપ દ્વારા  વોર્ડ નંબર 7 ના વિસ્તાર વિવેકાનંદ સોસાયટી ખાતે કાર્યાલય નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ.

વાંકાનેર શહેર ભાજપ નાં સુપ્રીમો જીતુભાઈ સોમાણી નાં વરદ હસ્તે આ  કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સાથે વોર્ડ નં 7નાં ચારે ઉમેદવારો પોતાના સમર્થકો  અને ભાજપ નાં કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને સોસાયટીના પ્રબુદ્ધ નાગરિકો પણ ભારે ઉત્સાહ સાથે હાજરી આપી હતી, 

આ તકે  સ્થાનિક રહીશોએ  સોસાયટીની સમસ્યા અને પડતર પ્રશ્નો નું જલ્દી નિરાકરણ આવે તેવી રજૂઆત કરી હતી.

ઉદ્ઘાટન પ્રસંગે વોર્ડ નં 7નાં ઉમેદવારો, સ્થાનિક રહીશો સહિત જીલ્લા અને શહેર ના આગેવાનો, શહેર ના પ્રતિષ્ઠિત રહીશો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા.


Friday, 19 February 2021

આઇશ્રી ખોડિયાર મંદિર, માટેલધામ ખાતે શ્રી ખોડિયાર જ્યંતી ની આસ્થા પૂર્વક આજે ખોડિયાર જ્યંતી ની ઉજવણી

 આઇશ્રી ખોડિયાર મંદિર, માટેલધામ ખાતે શ્રી ખોડિયાર જ્યંતી ની આસ્થા પૂર્વક આજે ખોડિયાર જ્યંતી ની ઉજવણી

 નવદીપ ભટ્ટી દ્વાર તા , ૨૦/૨

 વાંકાનેર તાલુકાના અને મો૨બી જિલ્લા ના જગ વિખ્યાત આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર , માટેલધરા ખાતે આજરોજ શ્રી ખોડિયાર જ્યંતી ના પાવન પુણ્યશાળી અવસરે આસ્થાભેર ભક્તિમય ના દિવ્ય વાતાવરણ વચ્ચે ઉજવણી થયેલ છે , સવારે માતાજી નુ પૂજન અર્ચનવિધિ , મહા આરતી તેમજ સવારે  ૯ : 30 કલાકે બાવન ગજ ની ધજારોહણઃ વિધિ મંદિર દ્વારા કરવામાં આવેલ હતી , તેમજ અસંખ્ય ભાવિક ભક્તજનોએ ધજા ચડાવેલ છે ,, જય જય ખોડિયાર ના નારાથી અત્યારે વાતાવરણ માટેલ માં ગુંજી રહેલ છે ,, ખોડિયાર માતાજી કી જય નારા થી વાતાવરણ ગુંજી ઉઠેલ છે ,, મંદિર ના મહંત શ્રી રણછોડદાસબાપુ ના માર્ગદર્શન હેઠળ આજે મહા પ્રસાદ ની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે  સવારે પૂજારી શ્રી ખોડીદાસબાપુ , શ્રી રણુદાસબાપુ , શ્રી જગદીશબાપુ, શ્રી વિશાલભાઈ , ચેતનભાઈ , દ્વારા માતાજી નુ પૂજન કરવામાં આવેલ હતું  આજે દૂર દૂર થી માટેલધરા ખાતે ભાવિકો આઇશ્રી ખોડિયાર માતાજી ના દર્શન કરવા , મહા આરતી નો લાભ લેવા પહોંચી ગયા છે , આજે ખોડિયાર માતાજી નો જન્મદિવસ હોય માટેલધરા ખાતે નિજ મંદિર આખું પુષ્પહાર થી સજાવટ કરવામાં આવેલ છે  તેમજ અનેરા પુષ્પો થી સુંદર રંગોળી કરવામાં આવેલ છે  શ્રી વિશાલભાઈ ના જણાવ્યા અનુસાર આજે શ્રી ખોડિયાર જ્યંતી હોય ભાવિક ભક્તજનો માં અનેરો આનંદ ઉત્સાહ સવારથી માટેલ માં જોવા મળી રહેલ છે  સહુ ભાવિક ભક્તજનો માતાજી ના દર્શન કરીને તન , મન , ને શાંતિ મેળવી આજે ધન્યતા અનુભવી રહ્યા છે  તેમજ માટેલધરા નુ પવિત્ર જળ લઈને સહુ આજે જાય છે  આજરોજ બપોરે અગિયાર વાગ્યાથી જ મહા પ્રસાદ ચાલુ થયેલ હતો , જૅ બપોર ના ત્રણ વાગ્યાં સુધી ચાલશે  તેમજ સાંજે માતાજી ની દીપમાળા ની મહા આરતી , કરવામાં આવશે  જૅ યાદી આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધરા ના મહંત શ્રી રણછોડદાસબાપુ દુધરેજીયા  માટેલ મંદિરે થી જણાવેલ છે ,,, 

(તસ્વીર , અહેવાલ  : નવદીપ ભટ્ટી, વાંકાનેર

વાંકાનેર ચુવાળીયા ઠાકોર ના પ્રમુખ જયંતીભાઈ મદ્રેસાણીયાએ સેવાવૃતી કરી જન્મદિવસ ઉજવ્યો.

 

વાંકાનેર તા. ૧૮/૨નાં રોજ વાંકાનેર ચુવાળીયા ઠાકોર સમાજના પ્રમુખ,માર્ગ દર્શક, સમાજ દરેક પ્રસંગ અને સમાજના સુખ દુઃખમાં હરહંમેશ અગ્રેસર એવા ઠોકર સમાજના લોક લાડીલા જયંતીભાઈ ભવાનભાઈ મદ્રેસાણીયા (JB) a તેમના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી. ઠાકોર સમાજના યુવાનો દ્વારા હરિહર ગૌશાળામાં ગૌ માતાને લીલો ઘાસ ચારો તેમજ ગરીબ બાળકોને નાસ્તો વિતરણ કરવામાં આવ્યો. 



આ સિવાય જયંતીભાઈ દર વર્ષે ઠાકોર સમાજ ની દીકરીઓ માટે ભવ્ય સમૂહ લગ્ન, સમાજના વિદ્યાર્થીઓ માટે સન્માન કાર્યક્રમ તેમજ સમાજના દાતાશ્રીઓને સન્માન કાર્યક્રમ નું આયોજન કરે છે. આમ રાજકોટ રોડ પર આવેલ વેલનાથ મંદિર માં વેલનાથ દાદા ની તિથિ, ગણેશ મહોત્સવ અને નવરાત્રી આમ ધાર્મિક કાર્યક્રમો ભવ્ય અને ધામધૂમ થી સુઆયોજિત રીતે ઉજવે છે. આમ વાંકાનેર ઠાકોર સમાજના અગ્રેસર એવા જયંતીભાઈ એ સામાજિક,ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે સારી એવી નામના મેળવી છે... 

અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર...7984295743

વાંકાનેર ની ચિ. મૈત્રીએ પણ પોતાની જન્મ તા. ૩૦-૦૧ ની યાદીભેટ સ્વરૂપે રૂ. ૩૦૦૧/- રૂપિયાની નિધી રામ મંદિર નિર્માણમાં સમર્પિત કરેલ છે.

 જય સીતારામ

🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

पापिउ जाकर नाम सुमिरहीं...

अति अपार भवसागर तरहीं।

જેમના નામના સ્મરણમાત્રથી પાપીઓ આ દુષ્કર ભવસાગર તરી જાય છે, એવા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારના દિવ્યાતિદિવ્ય મંદિરનું પુનઃનિર્માણ માઁ સરયુના કિનારે મોક્ષદાયિની અયોધ્યા નગરીમાં થઈ રહ્યું છે.

સદીઓની પ્રતીક્ષા બાદ સાકાર થઈ રહેલા આ પ્રત્યેક હિંદુ હ્રદયના સ્વપ્ન સમાન મંદિરનિર્માણ માટે શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા જે 'નિધી સમર્પણ અભિયાન' ચાલી રહ્યું છે એ અંતર્ગત વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતી

ચિ. મૈત્રી ગોપાલભાઈ પંડયા

નામની  આઠ વર્ષની દીકરીએ પણ પોતાનું નાનકડું યોગદાન આપવાનો સંકલ્પ રજુ કરેલ. ઐતિહાસિક રામસેતુના નિર્માણ દરમિયાન એક ખિસકોલીએ જેમ રેતીના કણનું યથાશક્તિ શ્રમદાન આપેલું, એમ ચિ. મૈત્રીએ પણ પોતાની જન્મતારીખ ૩૦-૦૧ ની યાદીભેટ સ્વરૂપે પોતાના નાનકડા ગલ્લામાં એકત્રિત થયેલ ૩૦૦૧/- રૂપિયાની નિધી સમર્પિત કરેલ છે.

શ્રીરામભક્તિ અને ધાર્મિકતાના આ સંસ્કાર ચિ. મૈત્રીને વારસાગત છે. મૈત્રીના દાદા શ્રી જગદિશભાઈ ભગવાનજીભાઈ પંડ્યાએ ૧૯૯૨ ની કારસેવામાં પૂર્ણપણે સક્રિય રહી, વાંકાનેરના સર્વે કારસેવકોને પવિત્ર સરયુ નદીના પાણીમાં કેડસમાણા ઊભા રાખીને સરયુપૂજન તથા પિતૃતર્પણ કરાવીને ધન્યતા અનુભવેલી. એમ જ મૈત્રીના પિતા ગોપાલભાઈએ પણ એ સમયે "અવધપુરીના ધામમાં, ઈંટ અમારા ગામની" સૂત્ર સાથે વાંકાનેર તાલુકાના ગામેગામ થયેલા શિલાપૂજનમાં ધાર્મિક વિધી-વિધાનપૂર્વક "શ્રીરામશિલાપૂજન" કરાવી પૂણ્યનું ભાથું બાંધેલ.

હિંદુત્વના રંગે પૂર્ણપણે રંગાયેલા મૈત્રીના દાદા શ્રી જગદિશભાઈએ શ્રીરામમંદિર નિર્માણ નિધી સમર્પણ યજ્ઞમાં આપેલા ૨૧૦૦/- રૂપિયાના યોગદાનથી સવાયું એવું ૩૦૦૧/- નું યોગદાન આપવાની ઈચ્છા વ્યક્ત કરનાર નાનકડી મૈત્રી એ ધાર્મિકતાની બાબતમાં પણ દાદાથી સવાઈ થવાનો શુભ સંકેત આપેલ છે.


धर्मो रक्षति रक्षित:।


જય સીતારામ


🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

Tuesday, 16 February 2021

વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં આજે કોઈ ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું નથી. નગરપાલિકા ની 28 બેઠક સામે  69 ઉમેદવારોએ નામાંકન કરાવ્યું છે.  વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.1 થી 7 નાં ઉમેદવારની યાદી આ મુજબ છે.



વોર્ડ નંબર 1

1 કાંતીલાલ રાયમલભાઇ કુંઢીયા – ભાજપ
2 ગીરીરાજસિંહ ગફલસિંહ ચાવડા – કોંગ્રેસ
3 દીવુબેન શામજીભાઇ ૫લાણી – ભાજપ
4 મીરાબેન હસમુખભાઇ ભટ્ટી – ભાજપ
5 રમેશભાઇ લવજીભાઇ ડાભી – કોંગ્રેસ
6 શૈલેષભાઇ જયંતિભાઇ દલસાણીયા – ભાજપ
7 સુગનબેન રાજુભાઇ માલકીયા – કોંગ્રેસ
8 હસીનાબેન હુશેનભાઇ સીપાઇ – કોંગ્રેસ

વોર્ડ નંબર 2

1 એજાઝભાઇ સલીમભાઇ બ્લોચ – કોંગ્રેસ
2 કમળાબેન નરેન્દ્રભાઇ મકવાણા – ભાજપ
3 જાગૃતિબેન ચેતનકુમાર ચૌહાણ – કોંગ્રેસ
4 નૈમિષાબેન નરેન્દ્રભાઇ રાઠોડ – કોંગ્રેસ
5 નંગાજીભાઇ સવજીભાઇ ભાટી – આપ
6 પ્રઘ્યુમન ભૂ૫તભાઇ ૫ઢીયાર – ભાજપ
7 મંજુબેન જગદીશભાઇ ખુમાણ – આપ
8 રાજેશભાઇ ભુરાભાઇ બદ્રકીયા – બસપા
9 લતાબેન નાથાભાઇ વિંજવાડીયા – ભાજપ
10 લવજીભાઇ લાલજીભાઇ અંબાલિયા – બસપા
11 વીસાભાઇ સાતાભાઇ માંડાણી – ભાજપ
12 શકીનાબેન હૈદરઅલી ભટ્ટી – આપ
13 શામજીભાઇ ૫રશોતમભાઇ બદ્રકીયા – કોંગ્રેસ
14 સંજયભાઇ સુંદરજીભાઇ ઘામેચા – આપ
15 રાજેન્દ્રસિંહ ઘેલુભા ઝાલા – અપક્ષ

વોર્ડ નંબર 3

1 અરવિંદભાઇ રામજીભાઇ અંબાલીયા – કોંગ્રેસ
2 ઉસ્માનભાઇ અલારખાભાઇ હાલા – આપ
3 કોકીલાબેન કીર્તિકુમાર દોશી – ભાજપ
4 જીતેન્દ્રભાઇ કાંતીલાલ સોમાણી – ભાજપ
5 ઘમેન્દ્રસિંહ ગેલુભા જાડેજા – ભાજપ
6 ભારતીબેન વિનોદગર ગોસ્વામી – કોંગ્રેસ
7 માયા હસમુખભાઇ મદ્રેસાણીયા – કોંગ્રેસ
8 માલતીબેન વિનોદરાય ગોહેલ – ભાજપ
9 યશવંતસિંહ હોથીજી જાડેજા – કોંગ્રેસ
10 વિક્રમભાઇ નવીનભાઇ ગેલોચ – આપ

વોર્ડ નંબર 4

1 અરમાન મહંમદભાઇ કાબરા – કોંગ્રેસ
2 ઇલાબેન દિનેશભાઇ રાઠોડ – કોંગ્રેસ
3 જાકીરહુશેન મોહસીનભાઇ બ્લોચ – બસપા
4 જાહેદાબેન ઇરફાન કાફી – કોંગ્રેસ
5 ભાનુબેન કેશુભાઇ સારેસા – આપ
6 રજાકભાઇ હાસમભાઇ તરીયા – કોંગ્રેસ
7 રઝીયાબેન રહીમભાઇ ૫રમાર – બસપા
8 વિરાજ અનંતરાય મહેતા – બસપા
9 સંગીતાબેન ઉતમભાઇ સોલંકી – બસપા
10 નવઘણભાઇ વજાભાઇ શામળ – અપક્ષ

વોર્ડ નંબર 5

1 તોફીકભાઇ ઇસ્માઇલભાઇ અમરેલીયા – આપ
2 ભાવનાબેન કનૈયાભાઇ પાટડીયા – ભાજપ
3 ભાવેશભાઇ ભોગીલાલ શાહ – ભાજપ
4 મહમદ રેહમાનભાઇ રાઠોડ – આપ
5 રમેશભાઇ મણીલાલ ઘામેચા – કોંગ્રેસ
6 રાજ કેતનભાઇ સોમાણી – ભાજપ
7 શરીફાબેન મહમદભાઇ રાઠોડ – આપ
8 હેમાબેન ઘર્મેશભાઇ ત્રીવેદી – ભાજપ

વોર્ડ નંબર 6

1 ઉર્મીલાબા ઘર્મેન્દ્રસિંહ ઝાલા – આપ
2 જનકસિંહ કૃષ્ણસિંહ જાડેજા – આપ
3 જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ – ભાજપ
4 જશુબેન રમેશભાઇ જાદવ – ભાજપ
5 ફીરોજ અબ્દુલભાઇ દલ – આપ
6 બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા – ભાજપ
7 સુનીલભાઇ મનસુખભાઇ મહેતા – ભાજપ
8 હંસાબેન સુરેશભાઇ બારૈયા – આપ
9 ઘર્મેન્દ્રસિંહ બીપીનસિંહ ઝાલા – અપક્ષ
10 સુરેશ હસમુખભાઇ વોરા – અપક્ષ

વોર્ડ નંબર 7

1 ગોવિંદભાઇ રૂખડભાઇ રાઠોડ – આપ
2 જયશ્રીબેન ભરતકુમાર સુરેલા – ભાજપ
3 જલ્પા ભરતભાઇ સુરેલા – આપ
4 દેવાભાઇ રેવાભાઇ ગમારા – ભાજપ
5 રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ – ભાજપ
6 રમેશભાઇ વશરામભાઇ વોરા – ભાજપ
7 રાઘાબેન નાનુભાઇ ઉઘરેજા – આપ
8 હિમાંશુભાઇ મોહનભાઇ ગેડીયા – આપ

Monday, 15 February 2021

વાંકાનેર નગરપાલિકા ની ચૂંટણીના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ : ભાજપના સુપ્રીમો જીતુભાઈ સોમાણી ચૂંટણી મેદાનમાં

 વાંકાનેર નગરપાલિકા ની ચૂંટણીના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ : ડમી ફોર્મ ભરનાર ભાજપના સુપ્રીમો જીતુભાઈ સોમાણી ચૂંટણી મેદાનમાં

વાંકાનેર : વાંકાનેર નગરપાલિકામાં છેલ્લા બે દાયકાથી વધારે  શાસન ચલાવનાર ભાજપના સુપ્રીમો જીતેન્દ્રભાઈ કાંતિભાઈ સોમાણી 60 વર્ષની ઉંમર અને ત્રણ ટર્મ રહ્યા હોય તેવા નેતાને ટિકિટ નહીં આપવાના ભાજપના નવા નિયમો ઉકેલ શોધી કાઢી બન્ને નિયમ હેઠળ આવતા હોવા છતાં   આજે ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થતા ડમી ઉમેદવાર તરીકે જીતુભાઈ સોમાણી ચૂંટણી મેદાનમાં  જંગમાં આવી ગયા છે.

આજેરોજ ઉમેદવારીપત્રોની ચકાસણી સમયે વાંકાનેર પાલિકાના વોર્ડ નંબર ૩ના ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મણિલાલ રાજવીરનું ફોર્મમાં ક્ષતિ હોય ચૂંટણી અધિકારી દ્વારા આ ભૂલ સુધારવા તક આપવામાં આવી હતી પરંતુ ઉમેદવાર હાજર ન રહેતા અંતે ભાજપના સત્તાવાર ઉમેદવારનું ફોર્મ અમાન્ય ગણાવી જીતુભાઈ સોમાણીનું ડમી ઉમેદવાર તરીકેનું ફોર્મ માન્ય કરવામાં આવ્યું હતું.


Sunday, 14 February 2021

વાંકાનેર રાજમહેલ ખાતે બોલીવુડના કૉમેડી કિંગ જોની લીવર મહેમાન બન્યા....

વાંકાનેર રાજમહેલ ખાતે બોલીવુડના કૉમેડી કિંગ જોની લીવર મહેમાન બન્યા....


વાંકાનેરના ગઢિયા ડુંગરની ગોદમાં આવેલ રાજમહેલ રણજીત વિલાસ પેલેસની પ્રસિદ્ધિ જગવિખ્યાત છે અને ઘણા સમયથી આ રાજ પેલેસ માં ઘણાબધા સુપર હીટ હિન્દી, ગુજરાતી અને અન્ય ભાષા ફિલ્મો તેમજ સીરિયલમાં શૂટિંગ  ઉતરી ગયા છે ત્યારે ગઈકાલે બોલીવુડના પ્રસિદ્ધ કૉમેડી કિંગ જોની લીવર રાજપેલેસ ખાતે શુભેચ્છા મુલાકતે પધારે ત્યારે આ તકે વાંકાનેર યુવરાજ કેશરીદેવસિંહ ઝાલા એ તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી....
અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર




Saturday, 13 February 2021

વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે સંસ્કાર ભવનને કોરોના મહામારી બાદ આશરે ૧વર્ષ બાદ લોકો માટે ખુલ્લો મુકાયો..

વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે સંસ્કાર ભવનને કોરોના મહામારી બાદ આશરે ૧વર્ષ બાદ લોકો માટે ખુલ્લો મુકાયો..

વાંકાનેર ખાતે તપોભૂમિ સમુ શ્રી ગાયત્રી શક્તિ પીઠનાં પરિસરમાં  આવેલ વાત્સલ્ય ભવન ઉપર નવનિર્મિત શ્રીમતી વનીતાબેન અમૃતલાલ શાહ સંસ્કાર ભવનનું રૂ.૭૩ લાખના ખર્ચે નવનિર્માણ ગત વર્ષ ૨૦૨૦માં થયું હતું અને ત્યાર બાદ તેમનું ભવ્ય ઉદઘાટન દાતાશ્રી વનિતાબેનનાં અને તેમના આમંત્રિત પરિવારજનોના વરદહસ્તે  તા.૭/૩/૨૦૨૦ નાં રોજ દાતાશ્રી વનિતા બેનના ૯૦માં જન્મદિવસ નિમિતે ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યાર બાદ દેશ ભરમાં કોરોના મહામારી નાં કારણે લોકડાઉન આવી જતા અને પછી સરકારશ્રીની નવી નવી ગાઇડલાઈન આવતા તેમનું ઉદઘાટન કરી તેમનો ઉપયોગ કરવામાં ન હતો આવ્યો. આજ દિવસ સુધી સરકારશ્રી ગાઈડ લાઈન મુજબ બંધ રાખવામાં આવ્યો હતો....

ત્યાર બાદ આજ રોજ શ્રી ગાયત્રી પરિવાર વાંકાનેરના સભ્યશ્રી શૈલેષભાઈ ત્રિવેદીના ઘરે પારિવારિક પ્રસંગ આવતા ત્યારે શ્રી ગાયત્રી પરિવાર અને શૈલેષભાઈ ત્રિવેદીના પરિવાર દ્વારા આજ તા.૧૩/૨/૨૧ નાં રોજ આ નવનિર્મિત ભવનમાં સત્યનારાયણ ભગવાન ની કથા કરવા આવી હતી આ પ્રસંગે ગાયત્રી પરિવારના અશ્વિનભાઈ રાવલ,જયંતીભાઈ ધરોડિયા,ભરતસિંહ જાડેજા, મણીભાઈ ધામેચા, દવેસાહેબ,રાહુલ જોબનપુત્રા તેમજ ગાયત્રી પરિવારના સભ્યો ઉપસ્થિત હતા અને  ભવનને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે..
હવેથી જે કોઈ ને પણ આ ભવન નો હોલ પ્રસંગોપાત ભાડે જોતો હોય તેને નિયમ મુજબ ભાડે મળશે. તેના માટે અશ્વિનભાઈ રાવલ 9428297978નો  કોન્ટેક કરવાનો રેહસે...

અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર.7984295743



વાંકાનેર સેવાસદન ખાતે નગરપાલિકા ચૂંટણી 2021અંતર્ગત ઉમેદવારીપત્ર ભરતા ઉમેદવારો....

 આજરોજ વાંકાનેર સેવાસદન ખાતે નગરપાલિકા ચૂંટણી ૨૦૨૧ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી,કોંગ્રેસ તથા અન્ય રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો એ બોહળી સંખ્યામાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે પોતાની ઉમેદવારી પત્રકો ભર્યા.




તસવીર/અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર


Thursday, 11 February 2021

વાંકાનેર શ્રી ગાયત્રી શક્તિ પીઠ ખાતે ૫ નંગ "ફૂટ પ્લસ" મુકાયા...

ગાયત્રી શક્તિ પીઠ ખાતે લોહી નું યોગ્ય પરિભ્રમણ થાય તે માટે ૫ નંગ "ફૂટ પ્લસ" ની નિશુલ્ક સુવિધા કરાય...

વાંકાનેર. 

શ્રી ગાયત્રી શક્તિ પીઠ વાંકાનેર જે સેવાકાર્યની તપોભૂમિ બની ગઈ છે. આ ગાયત્રી પરિવાર ના અશ્વિનભાઈ રાવલ ની અંગત દેખરેખમાં અનેક સેવાકાર્યો ની જ્યોત પ્રજ્જવલિત છે. આ શક્તિ પીઠ દ્વારા બાળકો ને નિશુલ્ક શિક્ષણ, માનસિક દિવ્યાંગ બાળકોને અંગત શિક્ષક ની દેખરેખમાં શિક્ષણ, રાહત દરે ટિફિન વ્યવસ્થા, મેડિકલ કેમ્પો,ગૌશાળા, શિવણનાં વર્ગો તદૂપરાંત એમ્બ્યુલંસ સેવા, વૈકુંઠ રથ સેવા જેવા અનેક સેવા કાર્ય થઈ રહ્યા છે....



  ત્યારે આજ રોજ શ્રી ગાયત્રી પરિવારના અશ્વિનભાઈ રાવલના જણાવ્યા પ્રમાણે આજ રોજ શ્રી શક્તિ પીઠ ખાતે વાંકાનેરમાં સૌ પ્રથમ  "ફૂટ પ્લસ" નંગ ૫ મશીન મૂકવામાં આવેલા છે તેમાં ગોઠણ/ઘૂંટણના દુખાવાના  દર્દી, જેને ખાલી ચડી જતી હોય, સોજા ચડતા હોય,પગના તળિયે સતત ઝણઝણાટી થતી હોય,પગના ગોટલાનો દુખાવો અને પગના સ્નાયુ ખેંચાણને લગતી સમસ્યા ઈલાજ અને  પગના અસહ્ય દુખાવો હોય તેવા દર્દીઓ માટે આ "ફૂટ પ્લસ" મશીન આશીર્વાદ સમાન છે અને આ મશીનનો તદન નિશુલ્ક (મફત)લાભ શ્રી ગાયત્રી શક્તિ પીઠેથી લઈ શકાશે..

આવા દર્દીએ શ્રી શક્તિ પીઠ ખાતે સંપર્ક કરી નામ,નંબર અને સમય રજીસ્ટેશન કરાવી  દરરોજના ૩૦મિનિટ લાભ લઈ શકે છે....

 શ્રી અશ્વિનભાઈ રાવલના જણાવ્યા અનુસાર આ "ફૂટ પ્લસ"નાં દરરોજ નાં માત્ર ૩૦ મિનિટ ઉપયોગ કરવા થી શરીર માં ઘણા બધા ફાયદાઓ થાય છે શરીરમાં લોહી નું પરિભ્રમણ થાય છે,ગંભીર બીમારી જેમ કે બ્લડપ્રેશર,સ્ટ્રોક,પેરાલિસિસ અને હાર્ટ એકટ આવતા બચાવે અને આ "ફૂટ પ્લસ" મશીન અનેક રીતે લાભકારી છે..
   વધુમાં અશ્વિનભાઈ રાવલના જણાવ્યું  કે જે દર્દી એ સ્પેસમેકર મુકાવેલ હોઈ, હાર્ટના દર્દી, સગર્ભા મહિલા, લોહી ગંઠાઈ જાય તેવા દર્દી, વાઈ આવતી હોઈ તેવા દર્દી આ "ફૂટ પ્લસ" નો ઉપયોગ કરી શકશે નહિ.
  
અહેવાલ/તસવીર:
નવદીપ ભટ્ટી વાંકાનેર 7984295743

Tuesday, 9 February 2021

સત્સંગ જુના રીતિરિવાજો પાછળનું વિજ્ઞાન

વધુ પાછળ જવાની જરૂર નથી. એકાદ પેઢી અગાઉ એટલેકે પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં વયસ્કો, પ્રૌઢો, નિવૃત્ત લોકો સવાર સાંજ મંદિરે સત્સંગ કરવા જતાં.  આપણે સત્સંગના ફાયદા ગણીએ અને આધુનિકીકરણ બાદ તેની અવેજીમાં કરવી પડતી કામની યાદી જોઈએ.


પહેલું, 

સત્સંગ માટે મોટેભાગે નજીકના મંદિરે ચાલીને જતાં આવતાં. દિવસમાં બે વાર જવા આવવાનું. સહેજેય ચાર પાંચ કિલોમીટર ચાલવાનું થઈ જતું. અત્યારે જાહેરાતો કરવી પડે છે કે રોજ એકાદ કલાક અથવા પાંચ કિલોમીટર ચાલવું જોઈએ.


બીજું,

સત્સંગમાં મોટે મોટેથી કીર્તનો ગવાતા. ગળાની અને ફેફસાની કસરત થઈ જતી. અત્યારે આ માટે લાફિંગ કલબોમાં જવું પડે છે.


ત્રીજું,

કીર્તનો ગાતાં ગાતાં અડધો કલાક તાળીઓ પાડતા. અજાણતા કેટલી સરસ કસરત થઈ જતી. અત્યારે અક્યુપંચર સારવારમાં હથેળી અને આંગળીઓના બધા પોઈન્ટ દબાય માટે તાળીઓ પાડવા કહેવાય છે.


ચોથું, 

રોજિંદા કામમાંથી મુક્તિ મળે, થોડીવાર નવું વાતાવરણ મળે, ભગવાનને યાદ કરે, મન શાંત થાય, એકચિત્તે બેસવાની આદત પડે. અત્યારે આ માટે રૂપિયા ખર્ચી મેડીટેશન માં કોર્સ કરવા પડે છે.


પાંચમું,

સત્સંગમાં સારા માઠા બધા પ્રકારના લોકોનો સંપર્ક થાય અને વ્યવહારુ જ્ઞાન મળે અને વ્યક્તિ ઘડાય. અત્યારની સાસુ વહુના કાવાદાવા વાળા ધારાવાહિક જોવાની જરૂર ન પડે.


છઠું, 

મનભજન કીર્તન કથાઓ પુરાણો કંઠસ્થ ન હોય માટે વાંચવાની આદત પડે. સત્સંગમાં હાજરી આપતી દરેક વ્યક્તિ વારાફરથી પાઠ વાંચતી. અત્યારે વાંચન ભુલાતું જાય છે.


છેલ્લું,

થોડું રમુજી પણ હકીકત. સત્સંગમાં સગપણ નક્કી થતાં. સત્સંગ પુરો થતાં ડોશિયું અને ભાભલાવ પંચાત કરવા બેસતાં અને એકબીજાની સાત પેઢી સુધીની માહિતી મેળવી લેતા અને કેટલાય દીકરા દીકરીઓના સગપણ નક્કી કરી દેતાં. અત્યારે વ્યવહાર ઘટતાં મેરેજ બ્યુરો અને મેટ્રીમોનિયલ સાઈટ નો આશરો લેવો પડે છે.

એકંદરે જોતાં જુના રીતિરિવાજો એવા હતાં કે એક પ્રવૃત્તિમાં જાણે અજાણે ઘણાં કામો આવરી લેવાતાં.

સંકલન: નવદીપ ભટ્ટી વાંકાનેર

Monday, 8 February 2021

વાંકાનેર શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર , વાંકાનેર માં ગઈકાલે રાત્રે સંગીતમય સુંદરકાંડ ના પાઠ અને સંતવાણી નો કાર્યક્રમ યોજાયો

 જયશ્રી ભોલેબાબા ગ્રુપ રાજકોટ વાળા શ્રી અલ્કેશભાઈએ વાંકાનેર  :

વાંકાનેર  :  વાંકાનેર માં જડેશ્વર રોડ આવેલ વર્ષો પુરાણી ઐતિહાસિક જગ્યા શ્રી મુનિબાવા ની જગ્યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે બિરાજમાન શ્રી રામ દરબાર , સંત શિરોમણી શ્રી જલારામબાપા , સદગુરૂદેવ શ્રી રામકિશોરદાસજીબાપુ ની આ પાવન ભૂમિમાં ગઈકાલે તારીખ  : 8 / 2 / 2021 ના સોમવાર ના રોજ રાત્રીના  9 :00 થી  2 : 00 વાગ્યાં સુધી ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયેલ હતો જેમાં કાર્યક્રમ નો શુભ પ્રારંભ મંગલમય દીપપ્રાગટીય વિધિ શ્રી ગાયત્રી મંદિર, વાંકાનેર ના મહંત શ્રી અશ્વિનભાઇ રાવલ , તેમજ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ના સંચાલક શ્રી વિશાલભાઈ કાનજીભાઈ પટેલ , પૂજારી શ્રી વિકાસભાઈ , તેમજ હિતેષભાઇ રાચ્છે કરેલ હતી , ત્યારબાદ સંગીતમય સુંદરકાંડ ના પાઠ , ધૂન , સંકીર્તન , તેમજ સંતવાણી નો કાર્યક્રમ યોજાયેલ જેમાં શિવ ભજનો , ગંગાસતી ના ભજન , સંતશ્રી જલારામબાપા , સંતશ્રી ભોલેબાબા ના ભજનો પણ રજૂ કરેલ હતા ,, 

કાર્યક્રમ ના પ્રારંભ પહેલા શ્રી ગાયત્રી મંદિર, વાંકાનેર મહંત શ્રી અસ્વીનભાઈ રાવલ , હિતેષભાઇ રાચ્છે પ્રાસગીક પ્રવચન આપેલ અને આ જગ્યા નો જેમણે વિકાસ કરેલ છૅ એવા શ્રી પટેલબાપુ ની ચેતના ને પ્રણામ કરી આ પાઠ તેમને સમર્પિત કરેલ હતા અને શ્રી પટેલબાપુ ને શ્રધાંજલિ આપેલ હતી ,, ત્યારબાદ જયશ્રી ભોલેબાબા ગ્રુપ , રાજકોટ ના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી અલ્કેશભાઈ સોની  (જોડીયાવાળા  ) એ અનેરા સંગીત ની શૅલી સાથે સુંદરકાંડ ના પાઠ , શ્રી હનુમાન ચાલીસા , સંતવાણી ની રંગત જમાવી હતી  શ્રી અલ્કેશભાઈ એ સ્વ પ્રભુભાઈ રાચ્છ ની ત્રીજી પુણ્યતિથિ હોય તેમને શ્રંધાજલી આપેલ હતી , શ્રી પ્રભુભાઈ સંતો ની સેવાને યાદ કરેલ તેમજ શ્રી પટેલબાપુ ની માનવ સેવા , સંતો ની સેવા યાદ કરેલ ,, આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરે વાંકાનેર શ્યામ ધૂન મંડળવારા શ્રી જગદીશભાઈ રાજવીર , જગદીશભાઈ કોટેચા , શ્રી લોહાણા મહાજન, વાંકાનેર ના પ્રમુખ શ્રી કાકુભાઈ શેઠ , સદગુરૂ આશ્રમ ના શ્રી મહેશભાઈ રાજવીર , વાંકાનેર ની જાણીતા જસદણ સિરામિક ના મેનેજર શ્રી કૌશલભાઈ , સંદેશ , દિવ્ય ભાસ્કર ના પ્રતિનિધિ શ્રી મુકેશભાઈ પડ્યાં , નવદીપભાઈ ભટી , ભજનિક શ્રી દેવુભાઇ  ( વાંકાનેર  ) શ્રી હર્ષદભાઈ પ્રજાપતિ તેમજ અનેક અગ્રણીયો હાજર રહયા હતા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ના સહુ ભક્તજનો એ લાભ લીધેલ હતો આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરે શ્રી ફળેશ્વર મહાદેવ દાદા ને અનોખો શણગાર કરવામાં આવેલ હતો તેમજ સંત શિરોમણી શ્રી જલારામબાપા ના મંદિર ને પુષ્પો થી સજાવટ કરેલ , આ કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ના સહુ ભક્તજનો એ જહેમત ઉઠાવેલ હતી આભારવિધિ શ્રી વિશાલભાઈ કે પટેલે કરેલ હતી.

નવદીપ ભટ્ટી વાંકાનેર.79842 95743 

Sunday, 7 February 2021

શ્રી દશનામ ગોસ્વામી યુવા ગૃપ ચેરિટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા નવીનયુકત હોદેદારોની નીમણૂંક કરાઇ

વાંકાનેર ખાતે શ્રી દશનામ ગોસ્વામી યુવા ગૃપ ચેરિટેબલ ટ્રસ્ટ વાંકાનેર ની સમાજ વાડી ખાતે બેઠક મળી તેમા સર્વ પ્રથમ સમાજના જે જે વ્યક્તિ અવશાન પામ્યા તેમની આત્માને પરમ શાંતી મળે તે માટે મૌન પાડી આગામી સમાજલક્ષી કાયઁકૃમો ની ચર્ચા કરી સવાઁનુમતે નવીનયુકત હોદેદારો ની નીમણૂંક કરાઇ જેમા

ચેતનગિરિ ગોસ્વામી-અધ્યક્ષ,

ભરતવન  ગોસ્વામી-ઉપાધ્યક્ષ,

પાથઁગિરિ ગોસ્વામી-પ્રમુખ, 

ધમેઁશપરી ગોસ્વામી-ઉપપ્રમુખ,

ભાવેશપરી ગોસ્વામી-મંત્રી,

અમીતવન ગોસ્વામી-સહમંત્રી,




આ મીટીંગમા વાંકાનેર તાલુકા મંડળના હોદેદારો સદસ્યો તેમજ નિવૃત PSI શ્રી સોમગિરિજી ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા..

નવદીપભટ્ટી વાંકાનેર.7984295743

વાંકાનેર સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ તરીકે જયેશભાઈ ઓઝાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી

 વાંકાનેર સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ તરીકે જયેશભાઈ ઓઝાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી

વાંકાનેર શહેરના શ્રી ગાયત્રી શક્તિપીઠ ખાતે ગત કાલ રાત્રે વાંકાનેર શહેર તથા તાલુકા નાં સમસ્ત બ્રહ્મસમાજ ની મીટીંગ મળી હતી જેમાં સમાજના સંગઠન તથા પ્રમુખપદ ની નિમણૂકનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ મા ગુજરાત બ્રહ્મસમાજના આગેવાન જીતુભાઈ મેહતા , સૌરાષ્ટ્ર બ્રહ્મસમાજના આગેવાન ભુપતભાઈ પંડ્યા , અનિલભાઈ મેહતા , હસુભાઈ પંડ્યા સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં વાંકાનેર બ્રહ્મસમાજ ના પ્રમુખ તરીકે જયેશભાઈ ઓઝા ની નિમણુક કરવામાં આવી હતી.

 આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. વાંકાનેર બ્રહ્મસમાજના ગાયત્રી શક્તિપીઠ ના અશ્વિનભાઈ રાવલ , ઔદિચ્ય બ્રહ્મસમાજના પ્રમુખ રજનીભાઇ રાવલ , બ્રહ્મસમાજના યુવા અગ્રણી તેજસ જાની , ધમા મહારાજ , મેહુલભાઈ , બાબુભાઈ રાજગોર, મોહનભાઈ રાજગોર , પ્રશાંતભાઈ ઉપાધ્યાય, પ્રમોદભાઈ અત્રી , રાજુભાઈ રાવલ , શૈલેષભાઈ ભટ્ટ સહિતના સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

સમાજના પ્રશ્નો , સંગઠન તથા હોદેદારોની નિમણૂક સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગને સફળ બનાવવા માટે ભરતભાઈ ઓઝાએ જહેમત ઉઠાવી હતી.

અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર..7984295743

Saturday, 6 February 2021

વાંકાનેર ખાતે આવતીકાલે શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરે તા.8/2/21 સોમવારે રાત્રે સંગીતમય " સુંદરકાંડ " ના પાઠ ધૂન ભજન નો ભવ્ય કાર્યક્રમ :

 વાંકાનેર ખાતે આવતીકાલે શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરે તા.8/2/21 સોમવારે રાત્રે સંગીતમય " સુંદરકાંડ " ના પાઠ ધૂન ભજન નો ભવ્ય કાર્યક્રમ

જયશ્રી ભોલેબાબા ગ્રુપ ના શ્રી અલ્કેશભાઈ સોની  રંગત જમાવશે  

વાંકાનેર  :વાંકાનેર શહેરની ધરતી ઉપર જડેશ્વર રોડ ઉપર આવેલ વર્ષો પુરાણી જગ્યા પૂજ્ય શ્રી મુનીબાવાની જગ્યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે બિરાજમાન શ્રી ફળેશ્વર મહાદેવદાદા , શ્રી રામ લક્ષમણ જાનકી તેમજ સંત શિરોમણી શ્રી જલારામબાપા, તેમજ આ જગ્યાના બ્રહ્મલીન મહંત પૂજ્ય શ્રી રામ કિશોરદાસજીબાપુ ની તપોભૂમિમાં તેમજ શ્રી પટેલબાપુ ની ચેતનામાં શ્રી હનુમાનજી મહારાજ ની અસીમ કૃપાથી તારીખ  : 8 / 2 / 2021 ને સોમવાર ના રોજ રાત્રે  8 :45 વાગ્યાથી ભવ્યતાથી ભવ્ય સંગીતમય સુંદરકાંડ ના પાઠ , ધૂન , સંકીર્તન , અને ભજન  નો ભવ્ય કાર્યક્રમ રાખેલ છૅ  જેમાં ગુજરાત ના સુપ્રસિદ્ધ કલાકાર જયશ્રી ભોલેબાબા ગૃપ ના રાજકોટના શ્રી અલ્કેશભાઈ સોની  (  જોડીયાવાળા  ) ગ્રુપ સાથે સુંદરકાંડ ની ચોપાઈ વિવિધ વિવિધ ઢાળો થી ગાન કરશે સાથે સામૂહિકમાં ભક્તજનો પણ સુંદરકાંડ ની ચોપાઈ નુ ગાન સામુહિક માં કરશે ત્યારબાદ ધૂન  સંકીર્તન અને સંતવાણી , ભજનો અલ્કેશભાઈ સોની રજૂ કરી ભાવિકો ને ભાવ વિભોર કરશે  આ કાર્યક્રમ નો શુભ પ્રારંભ દીપ પ્રાગટ્ય વિધિ શ્રી ગાયત્રી મંદિર ના મહંત શ્રી અશ્વિનભાઇ રાવલ , તેમજ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ના સંચાલક શ્રી વિશાલભાઈ પટેલ તથા અગ્રણીયો દ્વારા કરવામાં આવશે આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરે સર્વે ભાવિક ભાઈઓ , બહેનો ને પધારવા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિ દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે.

સરકારશ્રી ના આદેશ અનુસાર સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે ભાવિકો ને પધારવા નિમંત્રણ......


અહેવાલ:: 

નવદીપ ભટ્ટી વાંકાનેર. 7984295743