Sunday, 27 December 2020

શિયાળો એટલે વસાણાની મોસમ

 શિયાળો એટલે વસાણાની મોસમ

શિયાળો  આરોગ્ય અને શક્તિનો સંચય કરવાની ઋતુ છે. એવો શિયાળુ  ખોરાક લેવો કે જેથી ઉનાળા અને ચોમાસાની  ઋતુઓમાં  પણ શારીરિક સુખાકારી જળવાઈ રહે. આ માટે આપણા પૂર્વજો અને અનુ વડીલોનો  શિયાળા માટેની  કેટલીક ખાસ વાનગીઓ તૈયાર કરી  છે.

જેના સેવનથી તંદુરસ્તી લાંબો સમય જળવાય. શરીર ઠંડીનો સામનો કરી શકે અને શરીરની  રોગપ્રતિકારક શક્તિ વધે. મરી, સૂંઠ, તજ, લવિંગ, તેજાના વગેરે  જેવાં ઔષધિય તત્ત્વોના  ઉપયોગથી બનતી વાનગીઓને આપણે શિયાળુપાક તરીકે ઓળખીએ છીએ.

ઠંડીનો માહોલ હવે ધીરે ધીરે જામવા લાગ્યો છે. લોકો પણ થોડા દિવસોથી ઠંડકનો અહેસાસ કરવા લાગ્યા છે. શિયાળાની શરૂઆત સાથે દર વર્ષની જેમ લોકો ઠંડીમાં પોતાનું સ્વાસ્થ્ય જળવાઇ રહે અને શરીરમાં ગરમીનું પ્રમાણ બની રહે તે માટે વસાણાં ખાવાની શરૃઆત કરી દીધી છે.  શિયાળામાં વર્ષોથી આપણા દાદા-પરદાદાના સમયથી વસાણા બનાવવામાં આવતાં હતા. વસાણા ખાવા પાછળનું પણ તેમના અલગ કારણો હતા.

જેમ કે શિયાળામાં ઠંડીની સામે રક્ષણ મળી રહે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. પહેલાંના સમયમાં આ વસાણા ઘરમાં બનતા હતા. પરંતુ વે સમયના અભાવે અને મોંઘવારીના કારણે લોકો વસાણા ઘરે નથી બનાવતા. તેઓ તૈયાર લેવાનું જ પસંદ કરે છે. જો કે હજુ પણ જેના ઘરમાં વડીલો છે તેઓ તો આજે પણ જાતે જ વસાણા ઘરે બનાવે છે.

ગુજરાત ની એક ગૃહિણી કહે છે કે મારા સાસુ દરવર્ષે શિયાળામાં ખાસ કરીને સાલમપાક, ગુંદરપાક અને મેથીના લાડું બનાવતા હતા. જેથી હવે મને પણ દર શિયાળામાં આ વસાણાં ઘરે જ બનાવવાની ફાવટ આવી ગઇ છે. જો કે આ વખતે શિયાળાની શરૂઆત ખૂબ મોડી થઇ છે. તેથી અમે આ વખતે વસાણા પણ હમણાં જ બનાવાની શરૂઆત કરી છે. મારા ઘરમાં નાના બાળકોને મેથીપાક અને ખાસ સુખડી વધુ પસંદ છે.

શિયાળાના ૩ મહિનામાં મારે બે વાર સુખડી બનાવવી પડે છે. આયુર્વેદના મતે મેથી શરીર માટે સારી છે અને સુખડીમાં ગોળ અને ઘીનું પ્રમાણ વધારે રાખું છું. જેથી નાના બાળકોને ઠંડીથી રક્ષણ તો મળે જ પરંતુ એ સિવાય પણ બીજા વિટામીન મળી રહે છે. વસાણા ઘરે બનાવવાનું કારણ એ છે કે બજારમાં મળતા વસાણા કઇ રીતે બનાવ્યા છે, તેમાં કેટલી શુદ્ધતા છે, તે આપણને ખબર નથી.

 વખતે ભલે શિયાળો મોડો શરૂ થયો, પરંતુ સુરતીઓએ વસાણા ખાવાની શરૂઆત તો કરી જ દીધી છે. સુરતીઓમાં શિયાળા દરમિયાન સૌથી વધુ ડિમાન્ડ સાલમપાકની રહે છે. કારણ કે સાલમપાક આયુર્વેદિક દ્રષ્ટિએ શરીર માટે ખૂબ જ સારો છે. કારણ કે તેના વિવિધ તેજાનાની સાથે કેસર પણ હોય છે. જે શિયાળામાં ઠંડીની સામે રક્ષણ આપે છે અને બોડી ટેમ્પરેચર જળવાઇ રહે છે. નાના બાળકોને સાલમપાક ખવડાવવાથી શરદી અને કફ થતાં નથી.

આ ઉપરાંત મેથીપાક, ગુંદરપાક, ખજુરપાક, અડદીયા અને મલાઇ ઘારીની ડિમાન્ડ પણ હોય છે અને હવે લોકો પાસે એટલો સમય નથી કે ઘરે બનાવી શકે. તેથી મોટાભાગના લોકો તૈયાર વસાણાં લેવાનું પસંદ કરે છે. આ વર્ષે સાલમપાકની કિંમત ૧ કિલોના ૭૦૦ રૃપિયા છે. જ્યારે અન્ય વસાણાની કિંમત પણ ૭૦૦ થી ૧૨૦૦ રૃપિયાની વચ્ચે જ છે.

અડદિયાપાક, ખજૂરપાક, ગુંદરપાક, મેથીપાક, કચરિયું, તaલની સાની, ચીકી, તલપાક, મગફળીપાક, દાળિયાપાક, તલ-મમરાના લાડુ, કાટલું,  બત્રીસુ  વગેરે શિયાળુપાકો છે. કદાચ શિયાળુપાક બનાવવા અને ખાવામાં હિન્દુસ્તાનમાં  ગુજરાતી પ્રજા જેટલો રસ અન્ય કોઈ પ્રજાને નહીં હોય.

અડદિયાપાક સૌથી વધુ પ્રચલિત શિયાળુપાક છે. સમાજના  તમામ વર્ગના લોકો શિયાળામાં   અડદિયા પાકનું સેવન કરતા હોય છે.

ચીકી એ ગરીબ-તવંગર તમામને સમાન રીતે ભાવતી અને બધા  જ વર્ગને  પોસાતી વાનગી  છે. આમ તો મુંબઈ નજીકના લોનાવલાની  ચીકી પણ વખણાય છે. પણ સૌરાષ્ટ્રમાં  જે ચીકી બને છે તેની તોલે કોઈ ન આવે.

ચીકી  આમ તો મુખ્યત્વે સિંગદાણા, તલ અને દાળિયાની  બને  અને મોટાભાગે ગોળમાં બને. ટમેટા,  ડ્રાયફ્રૂટ, કાજુ, બદામ, દ્રાક્ષ, ખજૂરની  ચીકી પણ બને છે. સૌરાષ્ટ્રમાં વર્ષોથી ઘેર ઘેર લોકો ચીકી અને તલ-મમરાના  લાડુ શિયાળામાં બનાવતાં જ હોય છે. 

સંકલન:: નવદીપ ભટ્ટી વાંકાનેર.

No comments:

Post a Comment