વાંકાનેર નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા વોર્ડ નંબર-૭નો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજ્યો.
તા.૨૩/૧૨/૨૦૨૦,
વાંકાનેર નગરપાલિકા ને ટર્મ પુરી થઈ જતા નગરપાલિકામાં વહીવટદાર તરીકે ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની નિમણૂક કરવામાં આવી છે. ગિરિશ સરૈયાએ ચાર્જ લેતા લોકોની ફરિયાદ સાંભળવા તેમને આંગણે જવાનો નિર્ણય કરીને તેનો કાર્યક્રમ પણ જાહેર કર્યો હતો.
જેમની અનુસંધાને આજ રોજ વાંકાનેર વિસ્તાર વોર્ડ નમ્બર ૭ની ફરિયાદ નિવારણ કાર્યક્રમ મનમંદિર પ્લોટ ખાતે પાણીના પંપ માં આયોજન કરવામાં આવ્યો હતો. જેમાં વોર્ડ નંબર -૭ ના વિવિધ વિસ્તાર નાં નાગરિકો દ્વારા લોકોની મૌખિક અને અરજી સાથેની ફરિયાદો મળી હતી જેમાંથી લગભગ ફરિયાદનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. આ સફળ કાર્યક્રમ થી લોકોને પોતાના વિસ્તારની સમસ્યા નું તત્કાલ નિરાકરણ થશે તેવી અભિવ્યક્તિ વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં લોકોએ પણ તેમની ફરિયાદ સાંભળવા આવનાર અધિકારીને ખૂબ જ સારો સહકાર અને પ્રેમ આપ્યો હતો.
વાંકાનેરના વોર્ડ નંબર ૭ ના લોકો ગિરીશભાઈ સરૈયાની આ કામગીરીથી ખૂબ ખુશ થયા છે, અને આવી કામગીરી કાયમ માટે ચાલુ રહે તેવી લોકોએ ઇચ્છા વ્યક્ત કરી છે.
No comments:
Post a Comment