=:: પ્રાર્થના સભા ::=
શ્રીવી.એ.મહેતા વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલ સ્થિત પ્રાથમિક વિદ્યાલયના પૂર્વ પ્રધાન આચાર્ય તેમજ યુવા સંગઠનાના ટ્રસ્ટીશ્રી તથા વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ ના કાર્યોમાં અનેકવિધ જવાબદારી નિભાવી ચૂકેલ એવા વિદ્યાભારતીના પ્રખર કાર્યકર્તા શ્રી હેમાબેન પંચોલીના દિનાંક :૮/૧૨/૨૦૨૦ના રોજ ના અવસાનના સમાચારથી વિદ્યાભારતી પરિવાર, પૂર્વ છાત્રો,આચાર્ય ગણ તેમજ ટ્રસ્ટી ગણમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ.
સ્વ. હેમાબેન પંચોલી વાંકાનેરના વિદ્યાભારતી વિદ્યાલયોના પ્રારંભિક તબક્કાના એટલે કે પાયાના પથ્થર સમા કાર્યકર્તા હતા. ઇસ ૧૯૮૩માં શિક્ષક (આચાર્ય) તરીકે જોડાયા બાદ તેમની વિદ્યાભારતીના કામ પ્રત્યેની પ્રતિબધ્ધતા તથા શિક્ષણમાં ઊંડી રુચીને કારણે આજે આ વિદ્યાલયો વટવૃક્ષ બન્યા છે.
૩૫ વર્ષ જેટલા તેમના આચાર્ય અને પ્રધાનાચાર્ય તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે કેટલાય આચાર્યો તેમજ વિદ્યાર્થીઓનું તેમના સ્નેહાળ વ્યક્તિત્વથી ઘડતર કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે.
પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.
પ્રાર્થના સભા....
તારીખ: ૧૧/૧૨/૨૦૨૦,શુક્રવાર.
સમય સાંજે ૫-૦૦ કલાકે.
સ્થળ: ઓડીટોરિયમ,શ્રી કે.કે શાહ વિદ્યાલય
વાંકાનેર.
નવદીપ ભટ્ટી વાંકાનેર.....
No comments:
Post a Comment