તા.૬/૧૨/૨૦૨૦ રવિવાર ના રોજ વાંકાનેર ખાતે બંઘુસમાજ હિત વર્ધક દવાશાલમાં સેવાભાવી યુવાનો અને પ્રબુદ્ધ નાગરિકો અને અમિત ટ્રેડર્સ અને ખીચડી ગ્રુપ - વાંકાનેર દ્વારા મહાદાન રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
હાલ કોરોના વૈશ્વીક મહામારીના કપરા સમયમાં અચાનક ઊભી થયેલી રક્ત ની જરૂરિયાત ને પોહચી વળવા વાંકાનેરના બંઘુસમાજ દવાશાળા ખાતે રક્તદાન શિબિરનું સુઆયોજિત આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સાથે લાઇફ બ્લડ બેંક- રાજકોટને તેના આ મહા સેવાકાર્યની ૪૦મી વર્ષગાંઠની ઉજવણી ના ભાગરૂપે આ શિબિરનું આયોજન ગોઠવ્યું હતું...
આ રક્તદાન શિબિરને સફળ બનાવવા લાઇફ બ્લડ બેંક રાજકોટના સાથ સહકાર અને અમિત ટ્રેડર્સ અને ખીચડી ગ્રુપ - વાંકાનેર તથા વાંકાનેર શહેર /ગ્રામ્ય વિસ્તારના નામી અનામી દાતાના સાથ સહકાર થી યોજાયો હતો. આ રક્તદાન શિબિરમાં અંદાજે ૧૦૪ જેટલી રક્તદાન બોટલ ભેગી કરી હતી...
આ તમામ રક્તદાતાઓ ને લાઇફ બ્લડ બેંક અને આયોજકો દ્વારા સપ્રેમ ભેટ અને એક પ્રમાણપત્ર આપી યાદગાર બનાવ્યું હતું.
અહેવાલ /તસવીર:: નવદીપ ભટ્ટી વાંકાનેર
રક્તદાન મહાદાન
ReplyDelete