Saturday, 12 December 2020

વાંકાનેરના ભાજપના સુપ્રીમો જીતુભાઈ સોમાણીનો "હુંકાર"....

વાંકાનેરના ભાજપના સુપ્રીમો જીતુભાઈ સોમાણી નો "હુંકાર"....મહામંત્રી પદ નહિ તો કોઈ પદ કે હોદો નહિ..


ગુજરાત રાજ્યમાં પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સી.આર. પાટીલે જવાબદારી સંભાળી ત્યાર બાદ હાલમાં તમામ જિલ્લાઓની અંદર જિલ્લાના પ્રમુખથી લઈને નવી ટીમોની રચના કરવામાં આવી રહી છે ત્યારે કોઈપણ જગ્યાએ વિરોધનો સૂર જોવા મળતો નથી આવા સમયે મોરબી જિલ્લાની અંદર હાલમાં મોરબી જિલ્લા ભાજપની ટીમ જાહેર થયા પછી એક ઉપપ્રમુખ દ્વારા અસંતોષના કારણે પોતાના પદ પરથી સત્તાવાર રીતે રાજીનામું આપવામાં આવ્યું છે ત્યારે નવનિર્માણ આંદોલનથી લઇને બીજા તમામ આંદોલનોમાં એપી સેન્ટર રહેલા મોરબી જીલ્લાથી ભાજપના ઘરમાં લાગેલી અસંતોષની આગ મોરબી જીલ્લામાં અને બીજા જીલ્લામાં ફેલાશે કે કેમ તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલી છે

ગુજરાત રાજ્યની અંદર ૮ વિધાનસભાની પેટાચૂંટણી જાહેર કરવામાં આવી ત્યાર પહેલા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી સી.આર. પાટીલને સોપવામાં આવી હતી અને ત્યારબાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થાય તે પહેલા પ્રદેશ ભાજપના પ્રમુખ દ્વારા સમગ્ર રાજ્યની અંદર જિલ્લા ભાજપના પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે દુર્લભજીભાઈ દેથરિયાનું નામ ફાઇનલ કરવામાં આવ્યું હતું અને થોડા દિવસો પહેલા મોરબી જિલ્લા ભાજપની નવી ટીમની રચના કરવામાં આવી છે જેમા ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહિતના હોદેદારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા જો કે, હાલમાં એક હોદેદારે તેના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે

 સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા ભાજપની નવી ટીમમાં ઉપપ્રમુખ તરીકે વાંકાનેરમાંથી જીતુભાઈ સોમાણીને લેવામાં આવ્યા હતા જો કે, તેમના દ્વારા મહામંત્રી પદ માટેની માગણી કરવામાં આવી હતી પરંતુ તે શક્ય ન બનતાં હાલમાં ઉપપ્રમુખ પદ ઉપરથી જીતેન્દ્રભાઈ સોમાણી દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે અને તે પોતે પોતાનું રાજીનામું આપવા માટે જિલ્લા ભાજપ કાર્યાલય સુધી આવેલા ન હતા અને તેઓએ વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ દિનુભાઈ વ્યાસ મારફતે સહી વગરનું રાજીનામું હાલમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખના કાર્યાલય ખાતે મોકલી આપેલ છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જીતેન્દ્રભાઈ સોમાણી દ્વારા રાજીનામાની અંદર શા માટે સહી કરવામાં આવેલ નથી

શું લખ્યું છે રાજીનામાં....

મોરબી જીલ્લા ભાજપ સંગઠન જાહેર કરવામાં આવ્યું . આ સંગઠનમાં મારી મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે . આ પદ પરથી હું રાજીનામું આપું છું .

રાજીનામું આપવાના કારણો નીચે પ્રમાણે છે .

હું ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર ૧૨૫૦ મત થી હાયૉ હતો . આ ચૂંટણીમાં તત્કાલીન તાલુકા ભાજપ પ્રમુખ ગોરધનભાઈ સરવૈયા પક્ષ વિરોધી પ્રવૃતિ કરી અપક્ષ ચૂંટણી લડી હતી, પાર્ટીએ તેને ૬ વર્ષે માટે પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરેલ. છતા પોતાના સ્વાર્થે ખાતર આવી વ્યકિતને ફરી પક્ષમાં લેવામાં આવેલ જે ખુબજ ગંભીર બાબત ગણી શકાય તેટલામાં જ ફરી આ ગોરધનભાઈ સરવૈયાને જાહેર થયેલ જીલ્લા ભાજપ સંગઠનમાં જીલ્લા ભાજપ ઉપપ્રમુખ પદ આપવામાં આવેલ તે બાબત અતિ ગંભીર ગણી શકાય જો આ રીતે જ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર ને છાવરવામાં આવતા હોય તો પણ કેવી રીતે ચાલી શકે આ બાબતથી નારાજ થઈ હું આ રાજીનામું આપી રહયો છું

મોરબી જીલ્લા ભાજપ સંગઠનમાં મે જીલ્લા ભાજપ મહામંત્રી તરીકે મારી નિમણૂક કરવામાં આવે તેવી રજૂઆત મે આપને , સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાને , પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાને , પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફીયાને મે કરી હતી. આ સાથે મેં તેમને તે પણ જણાવેલ કે જો મને મહામંત્રી પદ પર નિમણુક કરવામાં ન આવે તો મારે અન્ય કોઈ પદ જોઈતું નથી. આમ છતાં મને જીલ્લા ભાજપ ઉપપ્રમુખ પદ આપેલ છે જેથી હું આ રાજીનામુ આપું છું

બાળપણથી જ હું સંઘનો કાયૅકતૉ છું મે ભાજપમાં વષોથી વફાદારી પૂવૅક કામગીરી કરી છે. મે કયારેય પક્ષવિરોધી પ્રવૃતિ કરી નથી. હું ૧૯૮૦ થી ભાજપમાં સક્રીય કાયૅકર છું અને સક્રીય કાયૅકર તરીકે મારું કાયૅ ચાલુ રાખીશ

"વંદે માતરમ"

આપનો વિશ્વાસુ અને પક્ષનો સનિષ્ઠ કાયૅકતૉ

જીતુભાઈ સોમાણી

================================

 

No comments:

Post a Comment