Saturday, 12 December 2020

વિદ્યાભરતી વાંકાનેરનાં પૂર્વપ્રધાનાચર્યના સ્વ.હેમાબહેન પંચોલીને પુષ્પાંજલિ અર્પણ સાથે શોકસભા યોજાઇ...


 


૩૧ વર્ષથી શિક્ષણ સાધના કરતા શ્રીમતી હેમાબહેન પંચોલીનો અકાળે દેહવિલય થતાં વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલમાં યોજાએલ શ્રદ્ધાંજલિ સભામાં ગુજરાત વિદ્યાભારતી ના પૂર્વ સંગઠન મંત્રીશ્રી હરીશભાઇ રાવલ, સુરતથી RSS ના પશ્ચિમ ભારતના સંઘ સંચાલક ડોક્ટર જયંતીભાઈ ભાડેશીયા એ મોરબી થી હાજર રહી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.  
    ડોક્ટર ભાડેશીયા એ જણાવ્યું કે શિક્ષણમાં ભારતીયતા લાવવાના મિશનરી કાર્યકર્તાઓ પૈકીના શ્રી હેમાબહેન પંચોલીએ સાંસારિક જવાબદારીઓ વહન કરતાં ગુજરાત સ્તરે કરેલ પ્રદાન તથા વાંકાનેરના વિદ્યાભારતી પરિસરમાં એમનો અમર આત્મા જે વિચારોથી પ્રેરિત હતો તે આગળ ધપાવીએ. 
   પૂર્વ સંગઠન મંત્રી શ્રી હરીશભાઈ રાવલ જણાવ્યું કે શ્રીમતી હેમાબહેન ગુજરાત પ્રદેશ, વિભાગ, સંકુલ તથા વાંકાનેરમાં વિદ્યાર્થીઓમાં મૂલ્યોનું આરોપણ તથા સંસ્કારોનું સિંચન કર્યું છે જે સમાજને મોટી ભેટ છે. 
     પૂર્વ સાંસદ વિદ્યાભારતી સંકુલના પ્રમુખ શ્રી લલિતભાઈ મહેતાએ જણાવ્યું કે આચાર્યોના ઘડતરમાં વિશેષ ધ્યાન આપનાર હેમા બહેને આચાર્ય શરીરમાં શક્તિ, હૃદયમાં ભક્તિ, વૃતિમાં વિજય, અને સ્વભાવમાં સેવાના ભેખધારી બને તેમ વિદ્યાર્થી ભારતીય મુડીયા અને ભારતીય ગૌરવ માટે અભ્યાસક્રમ સિવાય ભારતીય જ્ઞાન વારસો સમજી કર્તવ્યો નીભાવે તેના અનેક આયામો યોજ્યા. કોઈ પણ મુશ્કેલીમાં પીછેહઠ ન કરતા, શારીરિક-માનસિક થકાવટમાં, મનને મજબૂત કરી ઇતિહાસ બોધ અને પૂર્વજોના ચિંતન, મનન, મંથન થી નિષ્પન્ન થતાં જીવન વ્યવહારને વિદ્યાર્થીમાં આરોપિત કરવા ભેખ ધરી હેમાબહેન પંચોલીએ સમર્પિત ભાવે સેવાઓ આપી. 
ટ્રસ્ટીઓ પ્રા ઇશ્વરભાઇ પંડ્યાએ વ્યવહાર સાથે વિચારને જોરનારા, શ્રી અમરસિંહ મઢવી એ વિદ્યાભારતી સિવાયના હિન્દુત્વના અનેક પ્રકલ્પો માં સક્રિય રહેનારા, શ્રીમતી મમતાબેન પંડ્યાએ આશિષ દેનારી માતા, પડધરીના શ્રી પ્રદ્યુમનભાઈ સાતા એ તેમનો પુનર્જન્મ થાય અને વિદ્યાભારતી કાર્યને આગળ ધપાવે તેવી અપેક્ષા રાખી, તો શ્રી જયંતીભાઈ પડસુંબીયા એ વાંકાનેરના વિદ્યાલયો સાથે ગુજરાત પ્રદેશ વિદ્યાભારતી ની સક્રિય કામગીરી યાદ કરી હતી.
   શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં માસ્ક તથા સોશિયલ ડિસ્ટસિંગ ના પાલન સાથે વિદ્યા ભારતી શૈક્ષણિક સંકુલના 80 જેટલા આચાર્ય, 22 વહીવટી સેવાકીય -કર્મચારીઓ 9 ટ્રસ્ટીઓ તથા કેટલાક પૂર્વ છાત્રો..

અહેવાલ=નવદીપ ભટ્ટી વાંકાનેર....


 

No comments:

Post a Comment