Friday, 25 December 2020

સાચીસેવા ના ભેખધારી:"કિડી' માટે ઘઉં, ખાંડ, બિસ્કિટ, ચોખાનો ભૂક્કો, રવો, તેલ મિક્સ કરી અંદાજે 1.25 લાખ શ્રીફળ અંતરિયાળ વિસ્તારમાં મૂકાયા.

 પોરબંદરમાં સિનિયર સિટીઝન છેલ્લા 25 વર્ષથી અનોખો સેવાયજ્ઞ ચલાવે છે

પોરબંદરમાં સિનિયર સિટીઝન છેલ્લા 25 વર્ષથી અનોખો સેવાયજ્ઞ ચલાવે છે.

પોરબંદરમાં એક સિનિયર સિટીઝન દ્વારા અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે જેમાં પક્ષીઓ માટેના વિવિધ પાણીના કુંડાઓમાં દરરોજ 50 લીટર પાણી ભરવા ઉપરાંત કીડી માટે ખોરાક બનાવી શ્રીફળમાં ભરી અંતરિયાળ વિસ્તારોમાં અંદાજે કુલ 1.25 લાખ શ્રીફળ મૂકી સેવા કરી રહ્યા છે.

પોરબંદરના છાયા સાંઢિયાવાળ વિસ્તારમાં રહેતા ચંદુભાઈ સોઢા નામના 70 વર્ષીય વૃદ્ધ છેલ્લા 25 વર્ષથી સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. છેલ્લા 25 વર્ષથી કીડિયારું પૂરે છે અને કીડીને ખોરાક માટે શ્રીફળમાં ઘઉં નો લોટ, ખાંડનો ભુક્કો, રવો, બિસ્કિટનો ભુક્કો, ચોખાનો ભુક્કો, તેલ મિક્સ કરી શ્રીફળ ભરીને અંતરિયાળ વિસ્તારોમાં જઈને આ શ્રીફળ મૂકી આવે છે. અત્યાર સુધીમાં એક લાખ પચીસ હજાર શ્રીફળમાં કીડી માટે ખોરાક ભરી અંતરિયાળ ખાણ વિસ્તારોમાં મૂકી આવેલ છે. આ ઉપરાંત ચંદુભાઈ દરરોજ પક્ષીઓને ચણ અને પક્ષીઓ માટે દરરોજ પાણીના પાત્રોમાં 50 લીટર પાણી ભરી ભગીરથ સેવા કરી રહ્યા છે. આ સાથે ચંદુભાઈ 45 વર્ષથી ધૂન મંડળ ચલાવે છે. સારા માઠા પ્રસંગોમાં જઇ સિયારામ ધૂન મંડળ ના માધ્યમથી ધૂન માટે જાય છે અને એકપણ રૂપિયો ધૂન બોલવાનો લેતા નથી. ઉપરાંત જે પ્રસંગોમા ભોજન વધ્યું હોઈ ત્યાંથી રીક્ષા મારફત ભોજન લાવી ગરીબ અને અશક્ત એવા ભૂખ્યા લોકો સુધી ભોજન પહોંચાડી રહ્યા છે.

સાયકલ ચલાવી સેવા કરવા જાય છે

ચંદુભાઈ સોઢા અંતરિયાળ વિસ્તારોમાં પશુ પક્ષીઓ માટે ચણ અને પાણી ભરવા તેમજ કીડિયારું પૂરવા માટે દરરોજ સાયકલ ચલાવીને જાય છે. આ સિનિયર સિટીઝને જણાવ્યું હતું કે સાચી સેવા કરવા માટે ક્યારેય થાક લાગતો નથી. આજીવન સેવા કરતો રહીશ.




No comments:

Post a Comment