Sunday, 27 December 2020

શિયાળો એટલે વસાણાની મોસમ

 શિયાળો એટલે વસાણાની મોસમ

શિયાળો  આરોગ્ય અને શક્તિનો સંચય કરવાની ઋતુ છે. એવો શિયાળુ  ખોરાક લેવો કે જેથી ઉનાળા અને ચોમાસાની  ઋતુઓમાં  પણ શારીરિક સુખાકારી જળવાઈ રહે. આ માટે આપણા પૂર્વજો અને અનુ વડીલોનો  શિયાળા માટેની  કેટલીક ખાસ વાનગીઓ તૈયાર કરી  છે.

જેના સેવનથી તંદુરસ્તી લાંબો સમય જળવાય. શરીર ઠંડીનો સામનો કરી શકે અને શરીરની  રોગપ્રતિકારક શક્તિ વધે. મરી, સૂંઠ, તજ, લવિંગ, તેજાના વગેરે  જેવાં ઔષધિય તત્ત્વોના  ઉપયોગથી બનતી વાનગીઓને આપણે શિયાળુપાક તરીકે ઓળખીએ છીએ.

ઠંડીનો માહોલ હવે ધીરે ધીરે જામવા લાગ્યો છે. લોકો પણ થોડા દિવસોથી ઠંડકનો અહેસાસ કરવા લાગ્યા છે. શિયાળાની શરૂઆત સાથે દર વર્ષની જેમ લોકો ઠંડીમાં પોતાનું સ્વાસ્થ્ય જળવાઇ રહે અને શરીરમાં ગરમીનું પ્રમાણ બની રહે તે માટે વસાણાં ખાવાની શરૃઆત કરી દીધી છે.  શિયાળામાં વર્ષોથી આપણા દાદા-પરદાદાના સમયથી વસાણા બનાવવામાં આવતાં હતા. વસાણા ખાવા પાછળનું પણ તેમના અલગ કારણો હતા.

જેમ કે શિયાળામાં ઠંડીની સામે રક્ષણ મળી રહે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. પહેલાંના સમયમાં આ વસાણા ઘરમાં બનતા હતા. પરંતુ વે સમયના અભાવે અને મોંઘવારીના કારણે લોકો વસાણા ઘરે નથી બનાવતા. તેઓ તૈયાર લેવાનું જ પસંદ કરે છે. જો કે હજુ પણ જેના ઘરમાં વડીલો છે તેઓ તો આજે પણ જાતે જ વસાણા ઘરે બનાવે છે.

ગુજરાત ની એક ગૃહિણી કહે છે કે મારા સાસુ દરવર્ષે શિયાળામાં ખાસ કરીને સાલમપાક, ગુંદરપાક અને મેથીના લાડું બનાવતા હતા. જેથી હવે મને પણ દર શિયાળામાં આ વસાણાં ઘરે જ બનાવવાની ફાવટ આવી ગઇ છે. જો કે આ વખતે શિયાળાની શરૂઆત ખૂબ મોડી થઇ છે. તેથી અમે આ વખતે વસાણા પણ હમણાં જ બનાવાની શરૂઆત કરી છે. મારા ઘરમાં નાના બાળકોને મેથીપાક અને ખાસ સુખડી વધુ પસંદ છે.

શિયાળાના ૩ મહિનામાં મારે બે વાર સુખડી બનાવવી પડે છે. આયુર્વેદના મતે મેથી શરીર માટે સારી છે અને સુખડીમાં ગોળ અને ઘીનું પ્રમાણ વધારે રાખું છું. જેથી નાના બાળકોને ઠંડીથી રક્ષણ તો મળે જ પરંતુ એ સિવાય પણ બીજા વિટામીન મળી રહે છે. વસાણા ઘરે બનાવવાનું કારણ એ છે કે બજારમાં મળતા વસાણા કઇ રીતે બનાવ્યા છે, તેમાં કેટલી શુદ્ધતા છે, તે આપણને ખબર નથી.

 વખતે ભલે શિયાળો મોડો શરૂ થયો, પરંતુ સુરતીઓએ વસાણા ખાવાની શરૂઆત તો કરી જ દીધી છે. સુરતીઓમાં શિયાળા દરમિયાન સૌથી વધુ ડિમાન્ડ સાલમપાકની રહે છે. કારણ કે સાલમપાક આયુર્વેદિક દ્રષ્ટિએ શરીર માટે ખૂબ જ સારો છે. કારણ કે તેના વિવિધ તેજાનાની સાથે કેસર પણ હોય છે. જે શિયાળામાં ઠંડીની સામે રક્ષણ આપે છે અને બોડી ટેમ્પરેચર જળવાઇ રહે છે. નાના બાળકોને સાલમપાક ખવડાવવાથી શરદી અને કફ થતાં નથી.

આ ઉપરાંત મેથીપાક, ગુંદરપાક, ખજુરપાક, અડદીયા અને મલાઇ ઘારીની ડિમાન્ડ પણ હોય છે અને હવે લોકો પાસે એટલો સમય નથી કે ઘરે બનાવી શકે. તેથી મોટાભાગના લોકો તૈયાર વસાણાં લેવાનું પસંદ કરે છે. આ વર્ષે સાલમપાકની કિંમત ૧ કિલોના ૭૦૦ રૃપિયા છે. જ્યારે અન્ય વસાણાની કિંમત પણ ૭૦૦ થી ૧૨૦૦ રૃપિયાની વચ્ચે જ છે.

અડદિયાપાક, ખજૂરપાક, ગુંદરપાક, મેથીપાક, કચરિયું, તaલની સાની, ચીકી, તલપાક, મગફળીપાક, દાળિયાપાક, તલ-મમરાના લાડુ, કાટલું,  બત્રીસુ  વગેરે શિયાળુપાકો છે. કદાચ શિયાળુપાક બનાવવા અને ખાવામાં હિન્દુસ્તાનમાં  ગુજરાતી પ્રજા જેટલો રસ અન્ય કોઈ પ્રજાને નહીં હોય.

અડદિયાપાક સૌથી વધુ પ્રચલિત શિયાળુપાક છે. સમાજના  તમામ વર્ગના લોકો શિયાળામાં   અડદિયા પાકનું સેવન કરતા હોય છે.

ચીકી એ ગરીબ-તવંગર તમામને સમાન રીતે ભાવતી અને બધા  જ વર્ગને  પોસાતી વાનગી  છે. આમ તો મુંબઈ નજીકના લોનાવલાની  ચીકી પણ વખણાય છે. પણ સૌરાષ્ટ્રમાં  જે ચીકી બને છે તેની તોલે કોઈ ન આવે.

ચીકી  આમ તો મુખ્યત્વે સિંગદાણા, તલ અને દાળિયાની  બને  અને મોટાભાગે ગોળમાં બને. ટમેટા,  ડ્રાયફ્રૂટ, કાજુ, બદામ, દ્રાક્ષ, ખજૂરની  ચીકી પણ બને છે. સૌરાષ્ટ્રમાં વર્ષોથી ઘેર ઘેર લોકો ચીકી અને તલ-મમરાના  લાડુ શિયાળામાં બનાવતાં જ હોય છે. 

સંકલન:: નવદીપ ભટ્ટી વાંકાનેર.

Friday, 25 December 2020

વાંકાનેર : દોશી કોલેજના સ્થાપક રસિકલાલ ન્યાલચંદ દોશીનું નિધન

 વાંકાનેર : દોશી કોલેજના સ્થાપક રસિકલાલ ન્યાલચંદ દોશીનું નિધન

વાંકાનેર: વાંકાનેરમાં દોશી કોલેજ તેમજ હિંમતલાલ ન્યાલચંદ દોશી અને રસિકલાલ ન્યાલચંદ દોશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક (ટ્રસ્ટી) રસિકલાલ ન્યાલચંદ દોશીનું તા. 24/12/2020ના રોજ નિધન થયેલ છે.



સાચીસેવા ના ભેખધારી:"કિડી' માટે ઘઉં, ખાંડ, બિસ્કિટ, ચોખાનો ભૂક્કો, રવો, તેલ મિક્સ કરી અંદાજે 1.25 લાખ શ્રીફળ અંતરિયાળ વિસ્તારમાં મૂકાયા.

 પોરબંદરમાં સિનિયર સિટીઝન છેલ્લા 25 વર્ષથી અનોખો સેવાયજ્ઞ ચલાવે છે

પોરબંદરમાં સિનિયર સિટીઝન છેલ્લા 25 વર્ષથી અનોખો સેવાયજ્ઞ ચલાવે છે.

પોરબંદરમાં એક સિનિયર સિટીઝન દ્વારા અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે જેમાં પક્ષીઓ માટેના વિવિધ પાણીના કુંડાઓમાં દરરોજ 50 લીટર પાણી ભરવા ઉપરાંત કીડી માટે ખોરાક બનાવી શ્રીફળમાં ભરી અંતરિયાળ વિસ્તારોમાં અંદાજે કુલ 1.25 લાખ શ્રીફળ મૂકી સેવા કરી રહ્યા છે.

પોરબંદરના છાયા સાંઢિયાવાળ વિસ્તારમાં રહેતા ચંદુભાઈ સોઢા નામના 70 વર્ષીય વૃદ્ધ છેલ્લા 25 વર્ષથી સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. છેલ્લા 25 વર્ષથી કીડિયારું પૂરે છે અને કીડીને ખોરાક માટે શ્રીફળમાં ઘઉં નો લોટ, ખાંડનો ભુક્કો, રવો, બિસ્કિટનો ભુક્કો, ચોખાનો ભુક્કો, તેલ મિક્સ કરી શ્રીફળ ભરીને અંતરિયાળ વિસ્તારોમાં જઈને આ શ્રીફળ મૂકી આવે છે. અત્યાર સુધીમાં એક લાખ પચીસ હજાર શ્રીફળમાં કીડી માટે ખોરાક ભરી અંતરિયાળ ખાણ વિસ્તારોમાં મૂકી આવેલ છે. આ ઉપરાંત ચંદુભાઈ દરરોજ પક્ષીઓને ચણ અને પક્ષીઓ માટે દરરોજ પાણીના પાત્રોમાં 50 લીટર પાણી ભરી ભગીરથ સેવા કરી રહ્યા છે. આ સાથે ચંદુભાઈ 45 વર્ષથી ધૂન મંડળ ચલાવે છે. સારા માઠા પ્રસંગોમાં જઇ સિયારામ ધૂન મંડળ ના માધ્યમથી ધૂન માટે જાય છે અને એકપણ રૂપિયો ધૂન બોલવાનો લેતા નથી. ઉપરાંત જે પ્રસંગોમા ભોજન વધ્યું હોઈ ત્યાંથી રીક્ષા મારફત ભોજન લાવી ગરીબ અને અશક્ત એવા ભૂખ્યા લોકો સુધી ભોજન પહોંચાડી રહ્યા છે.

સાયકલ ચલાવી સેવા કરવા જાય છે

ચંદુભાઈ સોઢા અંતરિયાળ વિસ્તારોમાં પશુ પક્ષીઓ માટે ચણ અને પાણી ભરવા તેમજ કીડિયારું પૂરવા માટે દરરોજ સાયકલ ચલાવીને જાય છે. આ સિનિયર સિટીઝને જણાવ્યું હતું કે સાચી સેવા કરવા માટે ક્યારેય થાક લાગતો નથી. આજીવન સેવા કરતો રહીશ.




Thursday, 24 December 2020

અજર અમર અટલ... શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતિ પર વાંકાનેર તાલુકા ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કરતા ભાજપના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ.

 અજર અમર અટલ...  શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતિ પર વાંકાનેર તાલુકા ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કરતા ભાજપના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ.

અડીખમ અટલજી
"માં ભારતીના"પનોતા પુત્ર તમે અટલજી
દેશપ્રેમીઓના પ્રેરણાસ્ત્રોત અટલજી
યુવાનોના આદર્શ નેતા અટલજી
બંધારણના પ્રખર જ્ઞાતા અટલજી
માં ભોમ ખાતે ન્યોછાવર અટલજી
કવિ હૃદયી રાજપુરુષ અટલજી
"શાસ્ત્રજીની"શ્રદ્ધાંજલિ સભામાં
તમે વિદેશીઓને મર્મમાં કહેલ
"ભારત માતાકી ગોદ ઉજ ડી
હૈ લેકિન કોખ નહીં ઉજડી"
અમે પામર મનુષ્યો આપને
શુ અંજલિ આપીએ અટલજી
જબ તક સુરજ ચાંદ રહેગા
અટલજી આપકા નામ રહેગા
(ઢેબર)
       25/12/2020
આજરોજ  ભારતીય જનતા પાર્ટી તાલુકા કાર્યાલય ખાતે શ્રદ્ધેય અટલબિહારી બાજપાઈજીની 96 મી જન્મ જયંતી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વાંકાનેર તાલુકા કાર્યાલય ખાતે તાલુકા ભાજપના સર્વે હોદ્દેદારો અને સક્રિય કાર્યકર્તાઓ દ્વારા વંદનીય શ્રી અટલજીની
 તસવીરને દિપ પ્રાગટ્ય કરી ફુલહાર પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કરી અંજલી અર્પણ કરી હતી
નવદીપ ભટ્ટી વાંકાનેર...
***જાહેરાત****




Wednesday, 23 December 2020

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે વાંકાનેર શહેર ભાજપ ના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ ની વરણી...

 આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વાંકાનેર શહેર ભારતીય જનતા પાર્ટી ઇન્ચાર્જ તરીકે યોગેન્દ્રસિંહ ઝાલા તથા સહ ઇન્ચાર્જ તરીકે ગૌતમ ભાઈ ખાંડેકા ની વરણી કરવામાં આવી છે.

વાંકાનેરના સર્વ કાર્યકર્તાઓ અને પ્રબુદ્ધ નાગરિકો હર્ષની લાગણી વ્યક્ત કરતાની સાથે ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની વરણી કરેલા સભ્યોને સોશિયલ મીડિયા દ્વારા અને ટેલિફોનિક દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

****જાહેરાત****

અહેવાલ અને જાહેરાત 
નવદીપ ભટ્ટી વાંકાનેર
૭૯૮૪૨૯૫૭૪૩/૮૭૩૨૯૮૪૬૪૩





Tuesday, 22 December 2020

વાંકાનેર નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા વોર્ડ નંબર-૭નો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજ્યો

 વાંકાનેર નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા વોર્ડ નંબર-૭નો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજ્યો.


તા.૨૩/૧૨/૨૦૨૦,

વાંકાનેર નગરપાલિકા ને ટર્મ પુરી થઈ જતા નગરપાલિકામાં વહીવટદાર તરીકે ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની નિમણૂક કરવામાં આવી છે. ગિરિશ સરૈયાએ ચાર્જ લેતા લોકોની ફરિયાદ સાંભળવા તેમને આંગણે જવાનો નિર્ણય કરીને તેનો કાર્યક્રમ પણ જાહેર કર્યો હતો.

જેમની અનુસંધાને આજ રોજ વાંકાનેર  વિસ્તાર વોર્ડ નમ્બર ૭ની ફરિયાદ નિવારણ કાર્યક્રમ મનમંદિર પ્લોટ ખાતે પાણીના પંપ માં આયોજન   કરવામાં આવ્યો હતો. જેમાં વોર્ડ નંબર -૭  ના વિવિધ વિસ્તાર નાં નાગરિકો દ્વારા લોકોની મૌખિક અને અરજી સાથેની ફરિયાદો મળી હતી જેમાંથી લગભગ ફરિયાદનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. આ સફળ કાર્યક્રમ થી લોકોને પોતાના વિસ્તારની સમસ્યા નું તત્કાલ નિરાકરણ થશે તેવી અભિવ્યક્તિ વ્યક્ત કરી હતી.

 કાર્યક્રમમાં લોકોએ પણ તેમની ફરિયાદ સાંભળવા આવનાર અધિકારીને ખૂબ જ સારો સહકાર અને પ્રેમ આપ્યો હતો.


વાંકાનેરના વોર્ડ નંબર ૭ ના લોકો ગિરીશભાઈ સરૈયાની આ કામગીરીથી ખૂબ ખુશ થયા છે, અને આવી કામગીરી કાયમ માટે ચાલુ રહે તેવી લોકોએ ઇચ્છા વ્યક્ત કરી છે.
.           તસવીર/અહેવાલ:: નવદીપ ભટ્ટી વાંકાનેર




Friday, 18 December 2020

વાંકાનેર તાલુકા ભાજપ દ્વારા "બ્રૃહદ સંકલન બેઠક" યોજાઇ...



તારીખ :- ૧૮/૧૨/૨૦૨૦

વાંકાનેર તાલુકા ભાજપ દ્વારા "બ્રૃહદ સંકલન બેઠક" નું આયોજન તાલુકા ભાજપ કાર્યાલય ગરાસીયા બોર્ડિંગમાં કરવામાં આવેલ જેમાં મોરબી જીલ્લા ભાજપના  હોદેદારો ઉપસ્થિત રહેલ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લાના પ્રભારી શ્રી મેઘજીભાઇ કણજારીયા, વિશેષ ઉપસ્થિત વાંકાનેર યુવરાજશ્રી કેસરીદેવસિંહ ઝાલા ,મહામંત્રી શ્રી જયરાજસિંહ જાડેજા, રણછોડભાઈ દલવાડી, બાબુભાઈ હુંબલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોરધન ભાઈ સરવૈયા, હસુભાઈ પંડ્યા ,મંત્રીશ્રી ગોવિંદભાઈ દેસાઈ ,રસિકભાઈ વોરા ,કોષાધ્યક્ષ કણઝારીયા ભાઈ ઉપસ્થિત રહેલ, તેમજ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ ડાંગરોચા ,મહામંત્રીશ્રી કિશોરસિંહ ઝાલા ,હીરાભાઈ મુંધવા, તાલુકા ભાજપ ટીમ, તેમજ તાલુકા પંચાયતના સભ્યો બુથ પ્રમુખો ઉપરાંત તાલુકા ભાજપના તમામ વરિષ્ઠ કાર્યકર્તાઓ હાજર રહેલ આ બેઠકમાં પ્રમુખશ્રી અને પ્રભારી એ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે પેજ સમિતિની રચના બાબતે માર્ગદર્શન આપેલ આ બેઠકમાં જિલ્લા ભાજપના નવા વરાયેલા હોદ્દેદારો પ્રથમ વખત આવેલ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ



 

Tuesday, 15 December 2020

વાંકાનેર ખાતે મોરબી જિલ્લા ભાજપ ના નવનિયુક્ત ઉપપ્રમુખ,મંત્રીઓ અને રેલવે બોર્ડ મેમ્બર માં વરણી થયેલા સભ્યોનો યોજાયો સન્માન સમારોહ...








તા. ૧૫/૧૨/૨૦૨૦
વાંકાનેર તાલુકા ભાજપ પરીવાર તથા વાંકાનેર યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા મોરબી જીલ્લા ભાજપ ના નવ નિયુક્ત ઉપપ્રમુખ ગોરધનભાઈ સરવૈયા, મંત્રી ગોવિંદભાઈ દેસાઈ,  મંત્રી રસિકભાઈ વોરા તેમજ રેલ્વે બોર્ડના મેમ્બર સુરેશભાઈ પ્રજાપતિ નો સન્માન સમારોહનું આયોજન તાલુકા ભાજપ કાર્યાલય ખાતે યોજાયો જેમાં તાલુકા ભાજપ કાર્યકર્તાઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, સમાજ આગેવાનો બહોળી સંખ્યામાં  હાજર રહેલા અને નવનિયુક્ત સભ્યોનું ફૂલ હારતોરા કરી શુભેચ્છા સાથે સન્માન કર્યું હતું  અને  આ તકે સર્વે હોદેદારો એ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા સાહેબ તથા જીલ્લા અને પ્રદેશ ભાજપ નો ખૂબ ખૂબ આભાર માનેલ....

Sunday, 13 December 2020

વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ અને સાથી સદસ્યોનો શાસન સમયકાળ પૂર્ણ થતા ધન્યવાદ પત્ર દ્વારા આભાર સંદેશ....

 આજ રોજ તા.૧૩/૧૨/૨૦૨૦ના રોજ વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ અને સાથી સદસ્યોનો શાસનકાળ પૂર્ણ થતા...વાંકાનેર નગરપાલિકાના પ્રમુખશ્રી રમેશભાઈ વોરા એ ધન્યવાદ પત્ર દ્વારા ભાજપ ના સુપ્રીમો શ્રી જીતુભાઈ સોમાણી, ચીફ ગીરીશભાઈ સરૈયા, વાંકાનેરના સાથી સદસ્યો,મોરબી જિલ્લા વહીવટી કર્તા,કર્મચારી સ્ટાફ કર્મીઓ અને સફાઈકર્મીઓનો ,અને વાંકાનેરવાસી ઓનો જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કર્યો....

શ્રી રમેશભાઈ વોરા તરફ થી રજૂ કરેલ ધન્યવાદ પત્ર...
=================================
નવદીપ ભટ્ટી વાંકાનેર


Saturday, 12 December 2020

વાંકાનેરના ભાજપના સુપ્રીમો જીતુભાઈ સોમાણીનો "હુંકાર"....

વાંકાનેરના ભાજપના સુપ્રીમો જીતુભાઈ સોમાણી નો "હુંકાર"....મહામંત્રી પદ નહિ તો કોઈ પદ કે હોદો નહિ..


ગુજરાત રાજ્યમાં પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સી.આર. પાટીલે જવાબદારી સંભાળી ત્યાર બાદ હાલમાં તમામ જિલ્લાઓની અંદર જિલ્લાના પ્રમુખથી લઈને નવી ટીમોની રચના કરવામાં આવી રહી છે ત્યારે કોઈપણ જગ્યાએ વિરોધનો સૂર જોવા મળતો નથી આવા સમયે મોરબી જિલ્લાની અંદર હાલમાં મોરબી જિલ્લા ભાજપની ટીમ જાહેર થયા પછી એક ઉપપ્રમુખ દ્વારા અસંતોષના કારણે પોતાના પદ પરથી સત્તાવાર રીતે રાજીનામું આપવામાં આવ્યું છે ત્યારે નવનિર્માણ આંદોલનથી લઇને બીજા તમામ આંદોલનોમાં એપી સેન્ટર રહેલા મોરબી જીલ્લાથી ભાજપના ઘરમાં લાગેલી અસંતોષની આગ મોરબી જીલ્લામાં અને બીજા જીલ્લામાં ફેલાશે કે કેમ તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલી છે

ગુજરાત રાજ્યની અંદર ૮ વિધાનસભાની પેટાચૂંટણી જાહેર કરવામાં આવી ત્યાર પહેલા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી સી.આર. પાટીલને સોપવામાં આવી હતી અને ત્યારબાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થાય તે પહેલા પ્રદેશ ભાજપના પ્રમુખ દ્વારા સમગ્ર રાજ્યની અંદર જિલ્લા ભાજપના પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે દુર્લભજીભાઈ દેથરિયાનું નામ ફાઇનલ કરવામાં આવ્યું હતું અને થોડા દિવસો પહેલા મોરબી જિલ્લા ભાજપની નવી ટીમની રચના કરવામાં આવી છે જેમા ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહિતના હોદેદારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા જો કે, હાલમાં એક હોદેદારે તેના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે

 સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા ભાજપની નવી ટીમમાં ઉપપ્રમુખ તરીકે વાંકાનેરમાંથી જીતુભાઈ સોમાણીને લેવામાં આવ્યા હતા જો કે, તેમના દ્વારા મહામંત્રી પદ માટેની માગણી કરવામાં આવી હતી પરંતુ તે શક્ય ન બનતાં હાલમાં ઉપપ્રમુખ પદ ઉપરથી જીતેન્દ્રભાઈ સોમાણી દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે અને તે પોતે પોતાનું રાજીનામું આપવા માટે જિલ્લા ભાજપ કાર્યાલય સુધી આવેલા ન હતા અને તેઓએ વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ દિનુભાઈ વ્યાસ મારફતે સહી વગરનું રાજીનામું હાલમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખના કાર્યાલય ખાતે મોકલી આપેલ છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જીતેન્દ્રભાઈ સોમાણી દ્વારા રાજીનામાની અંદર શા માટે સહી કરવામાં આવેલ નથી

શું લખ્યું છે રાજીનામાં....

મોરબી જીલ્લા ભાજપ સંગઠન જાહેર કરવામાં આવ્યું . આ સંગઠનમાં મારી મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે . આ પદ પરથી હું રાજીનામું આપું છું .

રાજીનામું આપવાના કારણો નીચે પ્રમાણે છે .

હું ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર ૧૨૫૦ મત થી હાયૉ હતો . આ ચૂંટણીમાં તત્કાલીન તાલુકા ભાજપ પ્રમુખ ગોરધનભાઈ સરવૈયા પક્ષ વિરોધી પ્રવૃતિ કરી અપક્ષ ચૂંટણી લડી હતી, પાર્ટીએ તેને ૬ વર્ષે માટે પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરેલ. છતા પોતાના સ્વાર્થે ખાતર આવી વ્યકિતને ફરી પક્ષમાં લેવામાં આવેલ જે ખુબજ ગંભીર બાબત ગણી શકાય તેટલામાં જ ફરી આ ગોરધનભાઈ સરવૈયાને જાહેર થયેલ જીલ્લા ભાજપ સંગઠનમાં જીલ્લા ભાજપ ઉપપ્રમુખ પદ આપવામાં આવેલ તે બાબત અતિ ગંભીર ગણી શકાય જો આ રીતે જ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર ને છાવરવામાં આવતા હોય તો પણ કેવી રીતે ચાલી શકે આ બાબતથી નારાજ થઈ હું આ રાજીનામું આપી રહયો છું

મોરબી જીલ્લા ભાજપ સંગઠનમાં મે જીલ્લા ભાજપ મહામંત્રી તરીકે મારી નિમણૂક કરવામાં આવે તેવી રજૂઆત મે આપને , સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાને , પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાને , પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફીયાને મે કરી હતી. આ સાથે મેં તેમને તે પણ જણાવેલ કે જો મને મહામંત્રી પદ પર નિમણુક કરવામાં ન આવે તો મારે અન્ય કોઈ પદ જોઈતું નથી. આમ છતાં મને જીલ્લા ભાજપ ઉપપ્રમુખ પદ આપેલ છે જેથી હું આ રાજીનામુ આપું છું

બાળપણથી જ હું સંઘનો કાયૅકતૉ છું મે ભાજપમાં વષોથી વફાદારી પૂવૅક કામગીરી કરી છે. મે કયારેય પક્ષવિરોધી પ્રવૃતિ કરી નથી. હું ૧૯૮૦ થી ભાજપમાં સક્રીય કાયૅકર છું અને સક્રીય કાયૅકર તરીકે મારું કાયૅ ચાલુ રાખીશ

"વંદે માતરમ"

આપનો વિશ્વાસુ અને પક્ષનો સનિષ્ઠ કાયૅકતૉ

જીતુભાઈ સોમાણી

================================

 

વિદ્યાભરતી વાંકાનેરનાં પૂર્વપ્રધાનાચર્યના સ્વ.હેમાબહેન પંચોલીને પુષ્પાંજલિ અર્પણ સાથે શોકસભા યોજાઇ...


 


૩૧ વર્ષથી શિક્ષણ સાધના કરતા શ્રીમતી હેમાબહેન પંચોલીનો અકાળે દેહવિલય થતાં વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલમાં યોજાએલ શ્રદ્ધાંજલિ સભામાં ગુજરાત વિદ્યાભારતી ના પૂર્વ સંગઠન મંત્રીશ્રી હરીશભાઇ રાવલ, સુરતથી RSS ના પશ્ચિમ ભારતના સંઘ સંચાલક ડોક્ટર જયંતીભાઈ ભાડેશીયા એ મોરબી થી હાજર રહી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.  
    ડોક્ટર ભાડેશીયા એ જણાવ્યું કે શિક્ષણમાં ભારતીયતા લાવવાના મિશનરી કાર્યકર્તાઓ પૈકીના શ્રી હેમાબહેન પંચોલીએ સાંસારિક જવાબદારીઓ વહન કરતાં ગુજરાત સ્તરે કરેલ પ્રદાન તથા વાંકાનેરના વિદ્યાભારતી પરિસરમાં એમનો અમર આત્મા જે વિચારોથી પ્રેરિત હતો તે આગળ ધપાવીએ. 
   પૂર્વ સંગઠન મંત્રી શ્રી હરીશભાઈ રાવલ જણાવ્યું કે શ્રીમતી હેમાબહેન ગુજરાત પ્રદેશ, વિભાગ, સંકુલ તથા વાંકાનેરમાં વિદ્યાર્થીઓમાં મૂલ્યોનું આરોપણ તથા સંસ્કારોનું સિંચન કર્યું છે જે સમાજને મોટી ભેટ છે. 
     પૂર્વ સાંસદ વિદ્યાભારતી સંકુલના પ્રમુખ શ્રી લલિતભાઈ મહેતાએ જણાવ્યું કે આચાર્યોના ઘડતરમાં વિશેષ ધ્યાન આપનાર હેમા બહેને આચાર્ય શરીરમાં શક્તિ, હૃદયમાં ભક્તિ, વૃતિમાં વિજય, અને સ્વભાવમાં સેવાના ભેખધારી બને તેમ વિદ્યાર્થી ભારતીય મુડીયા અને ભારતીય ગૌરવ માટે અભ્યાસક્રમ સિવાય ભારતીય જ્ઞાન વારસો સમજી કર્તવ્યો નીભાવે તેના અનેક આયામો યોજ્યા. કોઈ પણ મુશ્કેલીમાં પીછેહઠ ન કરતા, શારીરિક-માનસિક થકાવટમાં, મનને મજબૂત કરી ઇતિહાસ બોધ અને પૂર્વજોના ચિંતન, મનન, મંથન થી નિષ્પન્ન થતાં જીવન વ્યવહારને વિદ્યાર્થીમાં આરોપિત કરવા ભેખ ધરી હેમાબહેન પંચોલીએ સમર્પિત ભાવે સેવાઓ આપી. 
ટ્રસ્ટીઓ પ્રા ઇશ્વરભાઇ પંડ્યાએ વ્યવહાર સાથે વિચારને જોરનારા, શ્રી અમરસિંહ મઢવી એ વિદ્યાભારતી સિવાયના હિન્દુત્વના અનેક પ્રકલ્પો માં સક્રિય રહેનારા, શ્રીમતી મમતાબેન પંડ્યાએ આશિષ દેનારી માતા, પડધરીના શ્રી પ્રદ્યુમનભાઈ સાતા એ તેમનો પુનર્જન્મ થાય અને વિદ્યાભારતી કાર્યને આગળ ધપાવે તેવી અપેક્ષા રાખી, તો શ્રી જયંતીભાઈ પડસુંબીયા એ વાંકાનેરના વિદ્યાલયો સાથે ગુજરાત પ્રદેશ વિદ્યાભારતી ની સક્રિય કામગીરી યાદ કરી હતી.
   શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં માસ્ક તથા સોશિયલ ડિસ્ટસિંગ ના પાલન સાથે વિદ્યા ભારતી શૈક્ષણિક સંકુલના 80 જેટલા આચાર્ય, 22 વહીવટી સેવાકીય -કર્મચારીઓ 9 ટ્રસ્ટીઓ તથા કેટલાક પૂર્વ છાત્રો..

અહેવાલ=નવદીપ ભટ્ટી વાંકાનેર....


 

Wednesday, 9 December 2020

વાંકાનેર વિદ્યાભારતી પરિવાર દ્વારા પૂર્વ પ્રધાનાચાર્ય સ્વ.હેમાબેન પંચોલી ને ભાવભરી શ્રદ્ધાંજલિ સાથે પ્રાર્થના સભા...

=:: પ્રાર્થના સભા ::=

શ્રીવી.એ.મહેતા વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલ સ્થિત પ્રાથમિક વિદ્યાલયના પૂર્વ પ્રધાન આચાર્ય તેમજ યુવા સંગઠનાના ટ્રસ્ટીશ્રી તથા વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ ના કાર્યોમાં અનેકવિધ જવાબદારી નિભાવી ચૂકેલ એવા વિદ્યાભારતીના પ્રખર કાર્યકર્તા શ્રી હેમાબેન પંચોલીના દિનાંક :૮/૧૨/૨૦૨૦ના રોજ ના અવસાનના સમાચારથી વિદ્યાભારતી પરિવાર, પૂર્વ છાત્રો,આચાર્ય ગણ તેમજ ટ્રસ્ટી ગણમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ.

    સ્વ. હેમાબેન પંચોલી વાંકાનેરના વિદ્યાભારતી  વિદ્યાલયોના પ્રારંભિક તબક્કાના એટલે કે પાયાના પથ્થર સમા કાર્યકર્તા હતા. ઇસ ૧૯૮૩માં શિક્ષક (આચાર્ય) તરીકે જોડાયા બાદ તેમની વિદ્યાભારતીના કામ પ્રત્યેની પ્રતિબધ્ધતા તથા શિક્ષણમાં ઊંડી રુચીને કારણે આજે આ વિદ્યાલયો વટવૃક્ષ બન્યા છે.
      ૩૫ વર્ષ જેટલા તેમના આચાર્ય અને પ્રધાનાચાર્ય તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે કેટલાય આચાર્યો તેમજ વિદ્યાર્થીઓનું તેમના સ્નેહાળ વ્યક્તિત્વથી ઘડતર કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે.

    પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.

પ્રાર્થના સભા....

તારીખ: ૧૧/૧૨/૨૦૨૦,શુક્રવાર.

સમય સાંજે  ૫-૦૦ કલાકે.

સ્થળ: ‍‍ઓડીટોરિયમ,શ્રી કે.કે શાહ વિદ્યાલય
          વાંકાનેર.

નવદીપ ભટ્ટી વાંકાનેર.....

Tuesday, 8 December 2020

વાંકાનેર વિદ્યાભારતીના પૂર્વ પ્રધાનાચાર્ય હેમાબેન પંચોલી નું દુઃખદ અવસાન

 અવસાન નોંધ

હળવદ નિવાસી હાલ વાંકાનેર સ્વ.હેમાબેન ભાનુપ્રસાદ રાવલ ઉ. વ. 71(હેમાબેન પંચોલી પૂર્વ પ્રધાનાચાર્ય વિદ્યાભારતી વાંકાનેર) તે સ્વ.ભાનુપ્રસાદ દલપતરામ રાવલ ના પત્ની તેમજ ઉદયભાઈ રાવલ અને દેવેન્દ્રભાઈ રાવલ (વી.વી.પી. એન્જીનીયરિંગ કોલેજ રાજકોટ)ના માતૃશ્રી દક્ષાબેન ઉદયભાઈ રાવલ અને શીતલબેન પ્રવિણચંદ્ર ધામેચા (શિક્ષક રજવડલા)ના સાસુ તેમજ ધ્વનિ રાવલ, ઋષિ રાવલ અને ભીષ્મ રાવલના દાદી નું આજ રોજ તા.08/12/2020 ના દુઃખદ અવસાન થયેલ છે...

 ૐ શાંતિ....શાંતિ....

Sunday, 6 December 2020

વાંકાનેર બંધુસમાજ ખાતે "રક્તદાન" શિબિરનું સફળ આયોજન સમ્પન્ન...







તા.૬/૧૨/૨૦૨૦ રવિવાર ના રોજ વાંકાનેર ખાતે બંઘુસમાજ હિત વર્ધક દવાશાલમાં સેવાભાવી યુવાનો અને પ્રબુદ્ધ નાગરિકો અને અમિત ટ્રેડર્સ અને ખીચડી ગ્રુપ - વાંકાનેર દ્વારા મહાદાન રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
   હાલ કોરોના વૈશ્વીક મહામારીના કપરા સમયમાં અચાનક ઊભી થયેલી રક્ત ની જરૂરિયાત ને પોહચી વળવા વાંકાનેરના બંઘુસમાજ દવાશાળા ખાતે રક્તદાન શિબિરનું સુઆયોજિત આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સાથે લાઇફ બ્લડ બેંક- રાજકોટને તેના આ મહા સેવાકાર્યની ૪૦મી વર્ષગાંઠની ઉજવણી ના ભાગરૂપે આ શિબિરનું આયોજન ગોઠવ્યું હતું...
     આ રક્તદાન શિબિરને સફળ બનાવવા લાઇફ બ્લડ બેંક રાજકોટના  સાથ સહકાર અને અમિત ટ્રેડર્સ અને ખીચડી ગ્રુપ - વાંકાનેર   તથા વાંકાનેર શહેર /ગ્રામ્ય વિસ્તારના નામી અનામી દાતાના સાથ સહકાર થી યોજાયો હતો. આ રક્તદાન શિબિરમાં અંદાજે ૧૦૪ જેટલી રક્તદાન બોટલ ભેગી કરી હતી...
     આ તમામ રક્તદાતાઓ ને લાઇફ બ્લડ બેંક અને આયોજકો દ્વારા સપ્રેમ ભેટ અને એક પ્રમાણપત્ર આપી યાદગાર બનાવ્યું હતું.

અહેવાલ /તસવીર:: નવદીપ ભટ્ટી વાંકાનેર



Saturday, 5 December 2020

ગુજરાત ગૌરવ દિન નિમિતે નર્મદા જિલ્લા માં ચિત્ર સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરી પ્રમાણ પત્ર અને રોકડ પુસ્કાર પ્રાપ્ત કરતો ચી.વેદાંત હિમાંશુભાઈ રાઠોડ (પોરબંદર)






 ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,રાજપીપલા - જી. નર્મદા આયોજિત ગુજરાત ગૌરવ દિન ઉજવણી 2020 ના ભાગરૂપે ચિત્ર સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ તૃત્ય સ્થાન પ્રાપ્ત  કરી  પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરતો મૂળ.પોરબંદરનો ચી.વેદાંત હિમાંશુ રાઠોડ...
સેન્ટ. સ્ટીપન અંગ્રેજી મીડીયમ સ્કુલ,રાજપીપલા તા.નાંદોદ, જી.નર્મદાએ ગુજરાત ગૌરવ દિન ઉજવણી નિમિતે આયોજિત પ્રાથમિક વિભાગની જિલ્લા કક્ષાએ ચિત્ર સ્પર્ધામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે તે બદલ એક ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક પ્રમાણપત્ર અને રૂ.5000/- નું રોકડ પુરસ્કાર મેળવેલ છે... તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્ય માં ઉત્કૃષ્ટ કામગીરી કરી ગૌરવ પ્રાપ્ત કરો તેવી શુભેચ્છા...
 વેદાંત રાઠોડ. :+91 63522 41447
જિલ્લા કક્ષાએ તૃતીય ક્રમે વેદાંત રાઠોડ દ્વારા દોરેલું ચિત્ર....

  

અહેવાલ:: નવદીપ ભટ્ટી વાંકાનેર