નવદીપ ભટ્ટી વાંકાનેર
Friday, 27 November 2020
Sunday, 22 November 2020
તેમની સ્મશાન યાત્રા તા. 23-11-2020 સોમવાર સવારે 9=00 કલાકે તેમના નિવાસસ્થાન ફળેશ્વર મંદિર ની પાસે થી રાખેલ છે
Saturday, 21 November 2020
દુઃખદ અવસાન....
મૂળ વાંકાનેર નિવાસી હાલ રાજકોટ સોરઠીયા રજપુત સ્વ. પિયુષ ભટ્ટી (રીટા.આર્મી મેન)
ઉ.વ. ૪૦ તે નરેન્દ્રભાઈ ભટ્ટી (એસ.ટી કંડકટર)ના પુત્ર,તે પ્રિયાંશ ના પિતા અને રવી ના મોટાભાઈ અને મુકેશભાઈ,કીર્તિ,રાજેશ,
નવદીપ,કેતન,અમિત,યોગેશ ના ભાઈ નું
તા.૨૧/૧૧/૨૦૨૦ શનીવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે તેમનું ટેલીફોનીક બેસણું ૨૬/૧૧/૨૦૨૦ ગુરુવાર ના રોજ સાંજે ૪-૦૦થી ૬-૦૦ તેમના નિવાસ સ્થાને રતનપર, રામધામ સોસાયટી,રાજ પ્લાઝા - રતનપર ખાતે રાખેલ છે....
નરેન્દ્રભાઈ ભટ્ટી: 98248 21619
રવિ ભટ્ટી: 97269 65881
99252 59922
Friday, 20 November 2020
વાંકાનેર રઘુવંશી પરિવાર દ્વારા સતત ૪ વર્ષે સંત શિરોમણી જલારામબાપાની ૨૨૧મી જયંતીની ભવ્ય ઊજવણી
નવદીપ ભટ્ટી વાંકાનેર દ્વારા...
વીરપુરના જોગી જલીયાણ સંત શિરોમણી જલારામબાપાની આજ રોજ 221મી જયંતિ નિમિતે વાંકાનેર રઘુવંશી પરિવાર દ્વારા વાંકાનેરના મધ્યે માર્કેટ ચોક ખાતે સંત શિરોમણી જલારામબાપાની ભવ્ય પ્રતિમા અને ભવ્ય મઢુલી બનાવી તેમાં ચોખ્ખા ઘી ,સુકામેવા થી ભરપુર મીઠી બુંદી અને ગાંઠિયા પ્રસાદનું સુઆયોજિત વિતરણ કરી ઊજવણી કરવામાં આવી છે..
આ અવસરે વાંકાનેરના જીતુભાઈ સોમાણી ,કાકુબાપા (પ્રમુખ લોહાણા મહાજન), રમેશભાઈ (ઉપ પ્રમુખ લોહાણા મહાજન) ,લલિતભાઈ પૂજારા, સુબા સાહેબ, જીતેશ રાજવીર ,સુનિલ ખખ્ખર,સંજય જોબનપુત્રા,હિતેશ ચંદારાણા,સમીર ટ્રેડર્સ પરિવાર,
Tuesday, 17 November 2020
વાંકાનેર BAPS સ્વામિનારાયણ મંદિરે ભગવાન શ્રી સ્વામિનારાયણને દિવ્ય સાથે ભવ્ય શણગાર...
![]() |
નવદીપ ભટ્ટી વાંકાનેર દ્વારા.....
દીપોત્સવ તહેવાર એટલે દિવાપલી અને નૂતન વર્ષ નિમિતે વાંકાનેર ખાતે રાજકોટ રોડ પર આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવારશ્રી સ્વામિનારાયણને ભવ્ય દિવ્ય વાઘા થી શણગાર સજાવી ઉમંગ,ઉલ્લાસ અને ઉર્જાવાન થી દીપોત્સવ ઉજવામાં આવ્યો હતો અને આ તકે મંદિર ને ઝળહળતી કલરફૂલ લાઈટિંગ થી સુશોભિત કરી દિવ્યતાની અનુભૂતિ કરાવી છે...આ અવસર ઉપર ગત રવિવારના રોજ ભગવાનશ્રી ને વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આ તકે દૂધ અને શુદ્ધ માવાની વાનગીઓ એકત્ર કરવા થી લઇ અન્નકૂટ દર્શન સુધી સર્વે હરિભક્તો અને સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી...
તસવીર/અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર...
Sunday, 15 November 2020
શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા ખાતે ચોપડા પૂજન સંપન્ન
આધુનિક સમયમાં પેપરલેશ અને ડિજિટલ આર્થિક વ્યવહાર થઈ રહ્યો છે ત્યારે વાંકાનેર ખાતે શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા જે 168 વર્ષથી ગૌ સેવા અને જીવદયા પ્રવૃત્તિ કરતી સંસ્થામાં વર્ષો થી આપની સંસ્કૃતિ વૈદિક પરંપરા મુજબ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ દિવાળીના શુભ દિવસે સંસ્થાના પ્રમુખ શ્રી લલિતભાઈ મહેતા તથા તેમના પૌત્ર પલ્લવ મહેતા અને તેમની પૌત્રી પરી મહેતાના વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. આ સમયે સંસ્થામાં ટ્રસ્ટીશ્રી ઓ અને કારોબારી સદસ્ય અને કર્મચારીગણ હાજર રહ્યો હતો....
તસવીર/અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર.






















