વાંકાનેર રઘુવંશી પરિવાર દ્વારા સતત ૪ વર્ષે સંત શિરોમણી જલારામબાપાની ૨૨૧મી જયંતીની ભવ્ય ઊજવણી
નવદીપ ભટ્ટી વાંકાનેર દ્વારા...
વીરપુરના જોગી જલીયાણ સંત શિરોમણી જલારામબાપાની આજ રોજ 221મી જયંતિ નિમિતે વાંકાનેર રઘુવંશી પરિવાર દ્વારા વાંકાનેરના મધ્યે માર્કેટ ચોક ખાતે સંત શિરોમણી જલારામબાપાની ભવ્ય પ્રતિમા અને ભવ્ય મઢુલી બનાવી તેમાં ચોખ્ખા ઘી ,સુકામેવા થી ભરપુર મીઠી બુંદી અને ગાંઠિયા પ્રસાદનું સુઆયોજિત વિતરણ કરી ઊજવણી કરવામાં આવી છે..
આ અવસરે વાંકાનેરના જીતુભાઈ સોમાણી ,કાકુબાપા (પ્રમુખ લોહાણા મહાજન), રમેશભાઈ (ઉપ પ્રમુખ લોહાણા મહાજન) ,લલિતભાઈ પૂજારા, સુબા સાહેબ, જીતેશ રાજવીર ,સુનિલ ખખ્ખર,સંજય જોબનપુત્રા,હિતેશ ચંદારાણા,સમીર ટ્રેડર્સ પરિવાર,
અમિત સેજપાલ,રાજ સોમાણી,ભૌમિક ખીરૈયા,મુન્નાભાઈ રામદેવ મંડપ તથા સમસ્ત રઘુવંશી પરિવાર દ્વારા હર્ષઉલ્લાસથી ઊજવણી કરવા આવી હતી...
તસવીર/ અહેવાલ:: નવદીપ ભટ્ટી વાંકાનેર
No comments:
Post a Comment