Saturday, 21 November 2020

દુઃખદ અવસાન....

મૂળ વાંકાનેર નિવાસી હાલ રાજકોટ સોરઠીયા રજપુત સ્વ. પિયુષ ભટ્ટી (રીટા.આર્મી મેન)
ઉ.વ. ૪૦
તે નરેન્દ્રભાઈ ભટ્ટી (એસ.ટી કંડકટર)ના પુત્ર,તે પ્રિયાંશ ના પિતા અને રવી ના મોટાભાઈ અને મુકેશભાઈ,કીર્તિ,રાજેશ,
નવદીપ,કેતન,અમિત,યોગેશ ના ભાઈ નું
તા.૨૧/૧૧/૨૦૨૦ શનીવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે તેમનું ટેલીફોનીક બેસણું  ૨૬/૧૧/૨૦૨૦ ગુરુવાર ના રોજ સાંજે ૪-૦૦થી ૬-૦૦ તેમના નિવાસ સ્થાને રતનપર, રામધામ સોસાયટી,રાજ પ્લાઝા - રતનપર ખાતે રાખેલ છે....
નરેન્દ્રભાઈ ભટ્ટી: 98248 21619
રવિ ભટ્ટી:          97269 65881
                       99252 59922

Friday, 20 November 2020

 વાંકાનેર રઘુવંશી પરિવાર દ્વારા સતત ૪ વર્ષે સંત શિરોમણી જલારામબાપાની ૨૨૧મી જયંતીની ભવ્ય ઊજવણી








નવદીપ ભટ્ટી વાંકાનેર દ્વારા...
વીરપુરના જોગી જલીયાણ સંત શિરોમણી જલારામબાપાની આજ રોજ 221મી જયંતિ નિમિતે વાંકાનેર રઘુવંશી પરિવાર દ્વારા વાંકાનેરના મધ્યે માર્કેટ ચોક ખાતે સંત શિરોમણી જલારામબાપાની ભવ્ય પ્રતિમા અને ભવ્ય મઢુલી બનાવી તેમાં ચોખ્ખા ઘી ,સુકામેવા થી ભરપુર મીઠી બુંદી અને ગાંઠિયા પ્રસાદનું સુઆયોજિત વિતરણ કરી ઊજવણી કરવામાં આવી છે..
      આ અવસરે વાંકાનેરના  જીતુભાઈ સોમાણી ,કાકુબાપા (પ્રમુખ લોહાણા મહાજન), રમેશભાઈ (ઉપ પ્રમુખ લોહાણા મહાજન) ,લલિતભાઈ પૂજારા, સુબા સાહેબ, જીતેશ રાજવીર ,સુનિલ ખખ્ખર,સંજય જોબનપુત્રા,હિતેશ ચંદારાણા,સમીર ટ્રેડર્સ પરિવાર,
અમિત સેજપાલ,રાજ સોમાણી,ભૌમિક ખીરૈયા,મુન્નાભાઈ રામદેવ મંડપ તથા સમસ્ત રઘુવંશી પરિવાર દ્વારા હર્ષઉલ્લાસથી ઊજવણી કરવા આવી હતી...
                                                             તસવીર/  અહેવાલ:: નવદીપ ભટ્ટી વાંકાનેર

Tuesday, 17 November 2020

વાંકાનેર BAPS સ્વામિનારાયણ મંદિરે ભગવાન શ્રી સ્વામિનારાયણને દિવ્ય સાથે ભવ્ય શણગાર...




નવદીપ ભટ્ટી વાંકાનેર દ્વારા.....

દીપોત્સવ તહેવાર એટલે દિવાપલી અને નૂતન વર્ષ નિમિતે વાંકાનેર ખાતે રાજકોટ રોડ પર આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવારશ્રી સ્વામિનારાયણને ભવ્ય દિવ્ય વાઘા થી શણગાર સજાવી ઉમંગ,ઉલ્લાસ અને ઉર્જાવાન થી દીપોત્સવ ઉજવામાં આવ્યો હતો અને આ તકે મંદિર ને ઝળહળતી કલરફૂલ લાઈટિંગ થી સુશોભિત કરી દિવ્યતાની અનુભૂતિ કરાવી છે...આ અવસર ઉપર ગત રવિવારના રોજ ભગવાનશ્રી ને વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આ તકે દૂધ અને શુદ્ધ માવાની વાનગીઓ એકત્ર કરવા થી લઇ અન્નકૂટ દર્શન સુધી સર્વે હરિભક્તો અને સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી...
તસવીર/અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર...


Sunday, 15 November 2020

શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા ખાતે ચોપડા પૂજન સંપન્ન








 

 આધુનિક સમયમાં પેપરલેશ અને  ડિજિટલ આર્થિક વ્યવહાર થઈ રહ્યો છે ત્યારે વાંકાનેર ખાતે શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા જે 168 વર્ષથી ગૌ સેવા અને જીવદયા પ્રવૃત્તિ કરતી સંસ્થામાં વર્ષો થી આપની સંસ્કૃતિ વૈદિક પરંપરા મુજબ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ દિવાળીના શુભ દિવસે સંસ્થાના પ્રમુખ શ્રી લલિતભાઈ મહેતા તથા તેમના પૌત્ર પલ્લવ મહેતા અને તેમની પૌત્રી પરી મહેતાના વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. આ સમયે સંસ્થામાં ટ્રસ્ટીશ્રી ઓ અને કારોબારી સદસ્ય અને કર્મચારીગણ હાજર રહ્યો હતો....
તસવીર/અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર.

Saturday, 14 November 2020

                                                 HAPPY DIWALI 2020

                                     BAPS AKSHAR MANDIR -GONDAL
                                  SHRI HARI MANDIR -PORBANDAR

                           CREATION BY; NAVDEEP BHATTI WANKANER

                                              7984295743 /873298 4643

Friday, 30 October 2020

શ્રી સ્વામિનારાયણ મંદિર વાંકાનેર શરદ પૂનમ 2020 નિમિતે ઝળહળતો રોશની નો શણગાર...

 

આમ તો બધી જ પૂનમ સુંદર હોય છે. પરંતુ શરદ પૂનમ ના ચંદ્ર ની વાત જ કંઈક અલગ છે. જે પુરાણોમાં એવું કહેવાય છે કે  આ રાત ની સુંદર તા માણવા દેવતાઓ પણ ધરતી પર આવે છે. આજ થી વર્ષો પૂર્વ શ્રીજીમહારાજ મહારાજ નું ધામરૂપ અક્ષરબ્રહમ ગુણાતીતાનંદ સ્વામી નું પ્રાગટ્ય સૈરાષ્ટ્ર ના હાલાર પંથક ના ઞામ ભાદરા માં થયું

આજના દિને શત્ શત્ વંદન


Sunday, 25 October 2020

વાંકાનેર રણજીત વિલાસ પેલેસ ખાતે આજ રોજ રાજ પરીવાર દ્વારા દશેરા નિમિતે પરંપરાગત રીતે પૂજન વિધિ કરતા વાંકાનેર યશસ્વી યુવરાજ શ્રી કેશરીદેવ સિંહજી ઝાલા તથા રાજ પરીવાર...




 આજરોજ શક્તિપર્વ વિજયાદશમી ના પાવન પર્વ નિમિતે ક્ષત્રિયો ના નવાવર્ષ અને શક્તિ ના પર્વ નિમિતે વાંકાનેર ના રણજીતવિલાસ પેલેસ  મુકામે નામદાર મહારાણા રાજસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી બાપુસાહેબ ના સાનિધ્ય મા નામદાર યુવરાજસાહેબ શ્રી કેસરીદેવસિંહજી ના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ થી બ્રાહ્મણો હસ્તે શસ્ત્ર પૂજન સાથે ગાયમાતા પૂજન,  અશ્વ પૂજન, રથ પૂજન, અને શમીપૂજન  ચાલી આવતી પરંમપરા મુજબ કરવા મા આવેલ આ પાવન પ્રસંગે સમાજ ના વડીલો અને યુવાનો હાજર રહેલ હતા