વાંકાનેર ના પ્રસિદ્ધ ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે
જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા વાંકાનેર ના નામદાર મહારાણા રાજસાહેબ શ્રીકેશરીદેવસિંહજી ના વરદ હસ્તે પરંપરાગત મુજબ કૃષ્ણ મૂર્તિ ની પૂજન વિધિ થયેલ અને સરકારશ્રી ની કોરોના માર્ગદર્શન મુજબ ફળેશ્વર મંદિર પરિસરમાં જ કૃષ્ણ ભગવાન ની શોભાયાત્રા વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ફરેલ.
આ શોભાયાત્રામાં વાંકાનેર ના સુપ્રસિદ્ધ ધાર્મિક જગ્યાના મહંતો અને સંતો ઉપસ્થિત રહી ભગવાન ની શોભાયાત્રા ના વધામણા કરેલ.
જેમાં રઘુનાથજી મંદિર ના રેવાદાસજી,ગાયત્રી મંદિર ના અશ્વિનભાઈ રાવલ,ફળેશ્વર મંદિર ના મહંતશ્રી, બ્રહ્મ સમાજ ના પ્રમુખ ભરતભાઈ ઓઝા, અમુભાઈ ઠાકરાણી, અમિતસિંહ રાણા, સુરેશભાઈ પ્રજાપતિ,
અમરશીભાઈ મઢવી,વજુભા ઝાલા અને શહેરના નામાંકિત અને પ્રતિષ્ઠિત અને દરેક જ્ઞાતિના ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહેલ.
No comments:
Post a Comment