આજ રોજ તારીખ 02/08/2021 ને સોમવાર ના રોજ વાંકાનેર શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયેલ..
આ કાર્યક્રમમાં મહાનુભાવ તરીકે શ્રી ભવાનભાઈ ભાગીયા- ચેરમેન શ્રી એ.પી.એમ.સી. મોરબી શ્રીમતી રીટાબા રાઠોડ- સદસ્ય શ્રી નગરપાલિકા વાંકાનેર શ્રીમતી જયશ્રીબેન સુરેલા- સદસ્ય શ્રી નગરપાલિકા વાંકાનેર હાજર રહ્યા હતા...
આ તકે અતિથિ વિશેષ મા વાંકાનેર સ્ટેટ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા હાજર રહ્યા હતા. તથા વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી હાજર રહ્યા હતા...
કાર્યક્રમ ની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે દિપપ્રાગ્ટ્ય થી કરવામાં આવી..ત્યારબાદ અધિકારી દ્વારા ઉપસ્થિત મહાનુભાવો નું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું.. ત્યાર બાદ મહાનુભાવો ના હસ્તે કોરોના મહામારી મા માતાપિતા ની છત્રછાયા ગુમાવનાર નિરાધાર સંતાનો ને સહાય નું સર્ટિફિકેટ અને કીટ વિતરણ કરવામાં આવેલ. ઉપરાંત સરકાર ની અલગ અલગ 57 યોજનાઓ જેવી કે આવક ના દાખલા, જાતિ ના દાખલ, વૃધ્ધ નિરાધાર સહાય, વિધવા સહાય ,આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ વગેરે વિવિધ યોજના ઓ લાભ દરેક લાભાર્થી ને સ્થળ પર જ મળે એવી વ્યવસ્થા વિવિધ અધિકારી દ્વારા કરવામાં આવી હતી...
આ તકે વાંકાનેર શહેર ભાજપ માંથી સોપાયેલ જવાબદારી ના અમરશીભાઈ મઠવી , ગજેન્દ્રસિંહ રાઠોડ, ભરતભાઈ ઠાકરાણી હાજર રહ્યા હતા..
આ સિવાય વજુભા ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ઝાલા, કે.ડી.ઝાલા, દિપકભાઇ પટેલ , હિરેનભાઈ ખીરૈયા, મૂળજીભાઈ ગેડિયા, મનુભાઇ સારેશા, ભગીરથસિંહ ઝાલા, પિન્ટુભાઈ નિમાવત, વિપુલભાઇ ભાનુશાળી, મેહુલ ઠાકરાણી, રઘુરાજસિંહ સરવૈયા, રાજભા વકીલ, અરુણભાઈ, તથા સર્વે કાર્યકર્તા હાજર રહ્યા હતા.
No comments:
Post a Comment