વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ અને દાતાનું વિશિષ્ટ સન્માન
મિલકત પર માલિકી નો ભાવ નહીં પરંતુ સેવા નો ભાવ તમામ મારી સંપત્તિ એ સમાજની સંપત્તિના ભાવથી કેલેરીસ કંપની દ્વારા આજરોજ વાંકાનેર શહેરના દર્દીઓની સેવા માટે એક એમ્બ્યુલન્સનું વાંકાનેર સરકારી હોસ્પિટલને અર્પણ કરીને સર્વ શ્રેષ્ઠ દાન નું ઉદાહરણ પૂરું પાડે છે
દરિદ્ર નારાયણની સેવા એટલે પ્રભુસેવા જે સેવાને બિરદાવવા માટે વાંકાનેર ભાજપ પરિવારના બધા જ કાર્યકર્તાઓ ઉત્સાહથી સરકારી હોસ્પિટલે આવ્યા હતા અને કેલેરીસના પ્રતિનિધિ તરીકે મેનેજર શ્રી રણજીત રાય સાહેબ અને આસિસ્ટન્ટ મેનેજર શ્રી મોહિતભાઈ ફીચડીયા સાહેબ વાંકાનેર તાલુકા પ્રમુખ શ્રી રતિલાલભાઈ અણીયારીયા અને શહેર પ્રમુખ શ્રી પરેશભાઈ મઢવી એ સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અને વાંકાનેર તાલુકા અને શહેરના તમામ ભાજપના કાર્યકર્તા ઓ એ પુષ્પ વૃષ્ટિ કરીને એમ્બ્યુલસ તેમજ દાતાને વધાવ્યા હતા
આ તકે વાંકાનેર ડેપ્યુટી કલેકટર શ્રી શિરસયા સાહેબ તાલુકા પંચાયત પ્રમુખ ધમભા ઝાલા તાલુકા પ્રમુખ રતિલાલ ભાઈ અણીયારીયા શહેર પ્રમુખ પરેશભાઇ મઢવી સરકારી હોસ્પિટલના એચ.ઓ.ડી. શ્રી ડોક્ટર પરમાર સાહેબે ફ્લેગ આપીને આજની તારીખે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું
આ સેવાની ભાવના ને વાંકાનેર સ્ટેટ શ્રી કેસરીદેવ સિંહ જી એ શુભેચ્છા સંદેશ પાઠવીને ભાજપના કાર્યકર્તાઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને આરોગ્ય સેવા સમિતિના સભ્યશ્રી ઋષિરાજ સિંહ ઝાલા ને પણ અભિનંદન પાઠવ્યા હતા
આ પ્રસંગે વાંકાનેર તાલુકાના સભ્યો અને સંગઠનના સભ્યો વાંકાનેર શહેર ના સભ્યો અને સર્વે ભાજપના કાર્યકર્તાઓએ હાજરી આપીને આ સેવાને હૃદયથી બિરદાવી હતી.
No comments:
Post a Comment