આજ રોજ તારીખ 07/08/2021 ને શનીવાર ના રોજ *5 વર્ષ આપણી સરકાર ના* જે અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વાંકાનેર શહેર ખાતે ગરીબ લોકો ને ઘર નું ઘર મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો...
આ તકે કાર્યક્રમ મા મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા આરોગ્ય સમિતિ ના ચેરમેન શ્રી હીરાભાઈ ટમારીયા, વાંકાનેર સ્ટેટ તથા ભાજપ અગ્રણી શ્રી કેસરીદેવસિંહજી ઝાલા, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, વાંકાનેર શહેર મહામંત્રી કે.ડી.ઝાલા તથા દિપકભાઇ પટેલ, મોરબી જિલ્લા ઉપપ્રમુખ ગાડુંભાઈ ધરજિયા , જિલ્લા મંત્રી રસિકભાઈ વોરા, મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ અમૃતલાલ ઠાકરાણી, વાંકાનેર નગરપાલિકા સદસ્ય જયશ્રીબેન સુરેલા તથા રીટાબા રાઠોડ, પોલિસ સલાહકાર સમિતિ ના સભ્ય અમરસિંહભાઈ મઢવી વગેરે મહાનુભાવ હાજર રહ્યા હતા...
કાર્યક્રમ ની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવ ના હસ્તે દિપપ્રાગ્ટ્ય થી કરવામાં આવી..ત્યારબાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તમામ મહાનુભાવો નું સન્માન કરવામાં આવ્યું..ત્યારબાદ બાદ સર્વે એ ઓનલાઇન કાર્યક્રમ નિહાળેલ..ત્યારબાદ મહાનુભાવો અને હાજર હોદ્દેદારો ના હસ્તે 192 લાભાર્થી ને આવાસ ના સોપણી પત્ર સોપવામાં આવ્યા તથા આવાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું...
આ તકે વાંકાનેર શહેર સંગઠન હોદેદારો મા ઉપપ્રમુખ હિરેનભાઈ ખીરૈયા, અમીતભાઈ શાહ, જાડા સંજયભાઈ, રાતાડિયા અરજણભાઈ, બોસિયા શારદાબેન, મંત્રી પાટડિયા અમીતભાઈ, નરેન્દ્રભાઈ પાટડિયા,પરમાર નયનાબેન,વીંજવાડીયા શાંતાબેન, રમીલાબેન બારોટ, કોષાધ્યક્ષ રિદ્ધિશભાઇ લહેરૂ ,કાર્યાલય મંત્રી મૂળજીભાઈ ગેડિયા વગેરે હાજર રહ્યા હતા..
આ સિવાય ગજેન્દ્રસિંહ રાઠોડ(પૂર્વમહામંત્રી), મહેન્દ્રસિંહ ઝાલા(પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ) ભરતભાઇ ઠાકરાણી(પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ) ટપુભા જેઠવા મેહુલભાઈ ઠાકરાણી,મનુભાઈ સારેસા, હિમાંશુભાઈ ગેડિયા,મુકેશભાઈ સોલંકી રાજભા ઝાલા વગેરે કાર્યકર્તા હાજર રહ્યા હતા..
No comments:
Post a Comment