આજરોજ તારીખ 05/07/2021 ના રોજ વાંકાનેર ની જનતા માટે વાંકાનેર શહેર મા વૃદ્ધ પેન્શન યોજના,વિધવા સહાય યોજના,આવક ના દાખલા,જાતિ નાદાખલા, આવાસ યોજનાના ફોર્મ, વગેરે સરકારી યોજના ના ફોર્મ વિનામૂલ્યે ભરી આપી જરૂરિયાત મંદ લોકો ની સેવા માટે નું કેન્દ્ર એટલે ભારતીય જનતા પાર્ટી સેવા કેન્દ્ર નું આંબેડકરનગર મેઇન રોડ ખાતે શુભારંભ વાંકાનેર સ્ટેટ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા ના વરદ હસ્તે કરવામાં આવ્યું...
આ તકે પ્રદેશ કારોબારી ના સભ્ય કાળુભાઈ કાંકરેચા, મોરબી જિલ્લા મંત્રી રસિકભાઈ વોરા, જિલ્લા ઉપપ્રમુખ ગાંડુભાઈ ધરજિયા, જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ અમૃતલાલ ઠાકરાણી, તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ અણિયારિયા , મહામંત્રી હીરાભાઈ બાંભવા શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઠવી, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર નગરપાલીકા ના કોર્પોરેટર ગજેન્દ્રસિંહ રાઠોડ, અમરસિંહ મઢવી, પૂર્વ ડાયરેક્ટર માટીકામ કલાકારી સુરેશભાઇ પ્રજાપતિ ,પૂર્વ કોર્પોરેટર, હોદેદારો અને યુવા કાર્યકર કે.ડી.ઝાલા,મેહુલ ઠાકરાણી,દીપક પટેલ, વિપુલ ભાનુશાળી, રાહુલ જોબનપુત્રા હાજર રહ્યા હતા...
આ કાર્યક્રમમાં ખાસ વાંકાનેર મહારાજા સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા વધારે મા વધારે લોકો વેકસીન લે તેના માટે અપીલ કરવામાં આવી...
તસ્વીર સૌજન્ય: હિમાંશુ ગેડીયા
અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર
No comments:
Post a Comment